Wednesday, September 11, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિગોધરાકાંડમાં જે કારસેવકો 'રામકાજ' માટે મૃત્યુને ભેટયા હતા, તેમના પરિવારોને પણ મળ્યું...

    ગોધરાકાંડમાં જે કારસેવકો ‘રામકાજ’ માટે મૃત્યુને ભેટયા હતા, તેમના પરિવારોને પણ મળ્યું રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ: 19 પરિવારોને આપવામાં આવ્યું નિમંત્રણ

    અશોક રાવલે કહ્યું કે, "હાલ 19 પરિવાર સુધી આમંત્રણ પહોંચ્યું છે, તેમજ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે."

    - Advertisement -

    22 જાન્યુઆરીના પાવન દિવસે રઘુનંદન ભગવાન રામ પોતાના ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજીત થશે. 500 વર્ષોના સંઘર્ષ બાદ આખરે પ્રભુ શ્રીરામ અયોધ્યા પરત ફરશે. 22 જાન્યુઆરીએ થઈ રહેલા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની 16 જાન્યુઆરીથી શરૂઆત પણ થઈ ચૂકી છે. અયોધ્યામાં અનુષ્ઠાન સહિતની ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશભરમાં રામ મંદિરના આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ અવસરે આજથી 22 વર્ષ પહેલાં થયેલા ગોધરાકાંડના પીડિત કારસેવકોના પરિવારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા પીડિત કારસેવકોના 19 પરિવારોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં હવે તમામ રામભક્તોને પૂજિત અક્ષત સ્વરૂપ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન ગોધરાકાંડના બલિદાની કારસેવકોના પરિવારોને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત એકમ દ્વારા આપવામાં આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના અધ્યક્ષ અશોક રાવલે જણાવ્યું હતું કે, સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને કારસેવામાં સામેલ રહેલા પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “આમંત્રણ મકરસંક્રાંતિ સુધીમાં આપી દેવાનું હતું પરંતુ હવે 20 જાન્યુઆરી સુધીમાં સવા કરોડ લોકોને અક્ષત આમંત્રણ, રામ મંદિર અને ભગવાન રામના ચિત્રો પહોંચાડવામાં આવશે.”

    પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા માટે અપાયું આમંત્રણ

    અશોક રાવલે વધુમાં માહિતી આપી છે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન ખાતે ટ્રેન સળગાવવાની ઘટનામાં 59 કારસેવકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 39 પારિવારોની ઓળખ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, “હાલ 19 પરિવાર સુધી આમંત્રણ પહોંચ્યું છે, તેમજ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે.”

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત, પ્રેરણા તીર્થ ધામ પીરાણાના ટ્રસ્ટી, સુરત સ્થિત ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો તેમજ વરિષ્ઠ પત્રકારોને પણ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગુજરાતના ગોધરા શહેરમાં અયોધ્યા દર્શન કરી સાબરમતી એક્સપ્રેસમાં આવી રહેલા હિંદુ દર્શનાર્થીઓના આખા ડબ્બાને કટ્ટર જેહાદી મુસ્લિમ ટોળાંએ સળગાવી દીધો હતો અને 59 હિંદુ દર્શનાર્થીઓને જીવતા ભૂંજી કાઢ્યા હતા, તેનાથી ચર્ચામાં આવેલ ગોધરા શહેર તે બાદ અવારનવાર ચર્ચામાં આવતું રહેતું હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં