Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિશ્વ પ્રસિદ્ધ કચ્છના ધોરડો ગામ ખાતે વધુ એક આકર્ષણ ઉમેરાયું: 'લાઈટ એન્ડ...

    વિશ્વ પ્રસિદ્ધ કચ્છના ધોરડો ગામ ખાતે વધુ એક આકર્ષણ ઉમેરાયું: ‘લાઈટ એન્ડ સાઉન્ડ’ શોનો CM ભૂપેન્દ્ર પટેલે કર્યો પ્રારંભ, રણોત્સવની શોભામાં થયો વધારો

    આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને તેમની સાથે ઉપસ્થિત અતિથિઓએ 'મારી ભૂમિ, કચ્છની ભૂમિ, રણની ભૂમિ, યુદ્ધની ભૂમિ' થીમ પર તૈયાર થયેલો એક શો પણ નિહાળ્યો હતો.

    - Advertisement -

    કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં આવેલા ધોરડો ખાતે દરવર્ષે રણોત્સવ ઉજવવામાં આવે છે. રોજિંદા જીવનને વિરામ આપીને દેશ-દુનિયાના અનેક લોકો કચ્છમાં રણોત્સવ મનાવે છે. ત્યારે હવે રણોત્સવમાં વધુ એક એક આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નું વૈશ્વિક સન્માન પામેલા ધોરડો ગામ ખાતે ઉજવાતા રણોત્સવમાં હવે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

    મંગળવારે (26 ડિસેમ્બર) કચ્છના ‘બેસ્ટ ટુરિઝમ’ વિલેજનું સન્માન પામેલા ધોરડો ગામ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. તેથી કચ્છના સફેદ રણમાં હવે એક નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. સફેદ રણમાં આવેલા વોચ ટાવર ઉપર કાયમી લાઈટ એન્ડ સાઉન્ડ શોથી એક મનમોહક નજારો પેદા થશે.

    પ્રવાસીઓ લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બનશે. કચ્છના આંગણે યોજાતો રણોત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે તેમાં નવું આકર્ષણ ઉમેરવામાં આવતા દેશ-વિદેશથી આવતા સહેલવાણીઓને વધુ પ્રમાણે આકર્ષિત કરી શકાશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.

    - Advertisement -

    ‘મારી ભૂમિ, કચ્છની ભૂમિ, રણની ભૂમિ, યુદ્ધની ભૂમિ’

    આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને તેમની સાથે ઉપસ્થિત અતિથિઓએ ‘મારી ભૂમિ, કચ્છની ભૂમિ, રણની ભૂમિ, યુદ્ધની ભૂમિ’ થીમ પર તૈયાર થયેલો એક શો પણ નિહાળ્યો હતો. જેમાં સફેદ રણ, હડપ્પીય સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વીરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઊભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છનું શૌર્ય અને વીરતા, 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ અને તેની સ્મૃતિમાં ભુજમાં બનેલું સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વગેરે આકર્ષણો રજૂ કરવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાન થઈ ગયેલા કચ્છના સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે આ રણોત્સવ થકી રણ વિસ્તાર તેમજ કચ્છ આગવી ઓળખ ઊભી થઈ છે અને આજે વૈશ્વિક સ્તરે સુંદર પર્યટક સ્થળ તરીકે કચ્છ ઊભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના રણોત્સવમાં શરૂ કરવામાં આવેલા લાઈટ એન્ડ શો આકર્ષણ માટે 7.29 કરોડથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં