Monday, September 9, 2024
More
    હોમપેજદેશપ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર રજૂ થશે 'ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક...

    પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર રજૂ થશે ‘ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય પરની ઝાંખી: સાંસ્કૃતિક ધરોહર તરીકે ગરબાનો પણ કરાશે સમાવેશ

    અનોખી ઝાંખી દ્વારા એવું દર્શાવવામાં આવશે કે, કેવી રીતે ભૌગોલિક અને પર્યાવરણીય પડકારો હોવા છતાં કચ્છનું સરહદીય ગામ ધોરડો વૈશ્વિક પ્રવાસન સ્થળનું કેન્દ્ર બન્યું છે.

    - Advertisement -

    26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર વિવિધ રાજ્યો પોતાની અલગ-અલગ ઝાંખીઓ પ્રદર્શિત કરે છે. આગામી 26 જાન્યુઆરી 2024 માટે ગુજરાત તરફથી પણ એક અનોખી ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતે તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે. આ જ ઉપક્રમને જાળવી રાખવા માટે આગામી પ્રજાસત્તાક દિને ગુજરાત તરફથી ‘ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય પર આધારિત ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર ગણાતા ગરબા નૃત્યને પણ સ્થાન આપવામાં આવશે.

    26 જાન્યુઆરીના દિવસે દેશના રાષ્ટ્રીય પર્વ તરીકે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાત તરફથી પણ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ‘ધોરડો- ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ વિષય સાથે ગુજરાત પોતાની ઝાંખી પ્રદર્શિત કરશે. કચ્છનું ધોરડો ગામ વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને વિશ્વના સર્વશ્રેષ્ઠ ટુરિસ્ટ વિલેજની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સરહદી ગામ પોતાની જીવંતતા અને વિકસિત ભારતની પરિકલ્પનાને સતત પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે.

    ઝાંખીમાં ધોરડોના તમામ પાસાઓ દર્શાવાશે

    પ્રજાસત્તાક દિને પ્રદર્શિત થવા જઈ રહેલી ગુજરાતની ધોરડો ગામ પર આધારિત અનોખી ઝાંખી દ્વારા એવું દર્શાવવામાં આવશે કે, કેવી રીતે ભૌગોલિક અને પર્યાવરણીય પડકારો હોવા છતાં કચ્છનું સરહદીય ગામ ધોરડો વૈશ્વિક પ્રવાસન સ્થળનું કેન્દ્ર બન્યું છે. આ ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગોળામાં કચ્છ અને ગુજરાતની ભૌગોલિક સ્થિતિ દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતના ‘નક્સા’ અને ‘ભૂંગા’ તરીકે ઓળખાતા કચ્છના ઘરો અને તેની સાથે જ સ્થાનિક હસ્તકળા, રોગન આર્ટ ઉપરાંત પરંપરાગત કચ્છી સંગીત જેવા વિષયોને પણ દર્શાવવામાં આવશે.

    - Advertisement -

    પારંપરિક પહેરવેશમાં સજ્જ વિદેશી પર્યટકોને ડિજિટલ પેમેન્ટ કરીને અહીની કલાકૃતિઓ ખરીદતા પણ દર્શાવવામાં આવ્યા છે. જે આ ગામની પરંપરાની સાથે-સાથે ડિજિટલ વિકાસને પણ દર્શાવે છે. આ ઉપરાંત ઝાંખીમાં રણોત્સવ, ટેન્ટસિટી અને કચ્છની વિવિધ કલાઓને પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઝાંકીમાં પારંપારિક પોષાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનૂગા કરી રહ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં