Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં એકસાથે 4 ડ્રીમ પ્રોજેક્ટનું થશે ઉદ્ઘાટન: PM મોદીના હસ્તે...

    ડિસેમ્બરના અંતમાં ગુજરાતમાં એકસાથે 4 ડ્રીમ પ્રોજેક્ટનું થશે ઉદ્ઘાટન: PM મોદીના હસ્તે થઈ શકે લોકાર્પણ, જાણો કયા પ્રોજેક્ટ હશે સામેલ

    આ 4 પ્રોજેક્ટ ગુજરાત માટે ઘણા મહત્વના માનવામાં આવે છે. જેમાંના કેટલાક તો PM મોદીના ડ્રીમ પ્રોજકટ હતા. હવે જાણવા મળી રહ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના આ ચારે પ્રોજેકટોનું તમામ કાર્ય પૂર્ણ થઈ જશે. એવું પણ કહેવાય રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ 4 ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

    - Advertisement -

    દેશભરમાં ગુજરાત એક મહત્વનું સ્થાન ધરાવે છે. તેનું કારણ ગુજરાતનો વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ગુજરાતમાં સતત નવા-નવા પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. જેમાંના ગુજરાતના 4 મુખ્ય ડ્રીમ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઈમ્સનો સમાવેશ થાય છે. આ 4 પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાના આરે છે. એવું જાણવા મળી રહ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં આ 4 ડ્રીમ પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે લોકાર્પણ થશે.

    ગુજરાતના મહત્વના 4 ડ્રીમ પ્રોજેક્ટનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં 4 પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકી શકશે. આ તમામ પ્રોજેક્ટ્સ ગુજરાત માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે. ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશભરમાં જાણીતું છે. તેવામાં હવે આ 4 ડ્રીમ પ્રોજેક્ટનો ઉમેરો થશે. આપણે તે 4 ડ્રીમ પ્રોજેક્ટ વિશે જાણીએ.

    દ્વારકાનો સિગ્નેચર બ્રિજ

    દ્વારકા જગત મંદિરે ભગવાન રણછોડરાયના દર્શન માટે દેશભરમાંથી ભાવિક ભક્તો આવે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ખાસ કરીને જન્માષ્ટમી જેવા અવસર પર દ્વારકામાં ઘણા ભક્તો આવી પહોંચે છે. તમામ ભક્તો દ્વારકાથી બેટ દ્વારકા સુધી સમુદ્ર માર્ગે જતાં હોય છે. જેના માટે લોકોએ હોડીનો ઉપયોગ કરવો પડે છે. પોતાનું વાહન લઈને ત્યાં સુધી જઈ શકાતું નથી. આ બધી સમસ્યાને ધ્યાને રાખીને સરકારે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરાવ્યું છે. હવે શ્રદ્ધાળુઓ આરામથી આ બ્રિજ પરથી પોતાની કાર કે વાહન લઈને સીધા બેટ દ્વારકા જઈ શકશે. હાલ ઓખા બેટ દ્વારકા બ્રિજ પૂર્ણતા તરફ છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે. 978 કરોડના ખર્ચે તેનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આ બ્રિજની લંબાઈ 2320 મીટર છે.

    - Advertisement -

    સુરત ડાયમંડ બુર્સ

    ડાયમંડ સિટી સુરતમાં બની રહેલ ડાયમંડ બુર્સ એ માત્ર સુરત જ નહીં ગુજરાતની શાન ગણાશે. અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં પણ આ ઇમારત મોટી માનવામાં આવે છે. અહિયાં વિશ્વભરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આવશે. જેના પરિણામે આયાત-નિકાસની સાથે-સાથે વેપારને પણ વેગ મળશે. સુરત ડાયમંડ બુર્સના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. 35 એકરમાં ફેલાયેલું, 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધારે વિસ્તાર અને 15 માળના સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગ બનાવવા પાછળ કુલ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.

    સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ

    મેગા સિટી અમદાવાદમાં સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું નિર્માણ થઈ રહ્યું છે. 350 કરોડના ખર્ચે તેને બનાવવામાં આવી રહ્યું છે. અહી હોટલ, રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીથી BRTS, મેટ્રો, રેલવેની મુસાફરી પણ થઈ શકે છે. આ સાથે 1200 વાહનો પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે. PM મોદીનું સપનું હતું કે વિદેશની જેમ દેશમાં પણ હાઈસ્પીડ ટ્રેન દોડવી જોઈએ અને તેઓ વડાપ્રધાન બન્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટેની જાહેરાત કરી હતી. જ્યારે હવે PM મોદીનું સપનું સાકાર થઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી માત્ર અઢી કિલોમીટરના અંતરે સાબરમતી વિસ્તારમાં દેશનું સૌથી મોટું મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ આકાર લઈ રહ્યું છે.

    રાજકોટ એઈમ્સનું કામ પૂર્ણતા તરફ

    રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થવા તરફ છે. હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસૂતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજિટલ એક્સ રેની સુવિધા મળશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રવાસીઓને ઘણી રાહત મળી શકશે. હવે તેમને અમદાવાદ ધક્કો ખાવાની જગ્યાએ રાજકોટમાં જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. રાજકોટમાં શરૂ થયેલી એઈમ્સ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પીલ છે. 1,200 કરોડના ખર્ચે તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું.

    આ 4 પ્રોજેક્ટ ગુજરાત માટે ઘણા મહત્વના માનવામાં આવે છે. જેમાંના કેટલાક તો PM મોદીના ડ્રીમ પ્રોજકટ હતા. હવે જાણવા મળી રહ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતના આ ચારે પ્રોજેકટોનું તમામ કાર્ય પૂર્ણ થઈ જશે. એવું પણ કહેવાય રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ 4 ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં