Thursday, November 14, 2024
More
    હોમપેજગુજરાત'એ દેશનો વડાપ્રધાન નથી…..': કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનો બેફામ વાણીવિલાસ, PM મોદી...

    ‘એ દેશનો વડાપ્રધાન નથી…..’: કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનો બેફામ વાણીવિલાસ, PM મોદી વિરુદ્ધ કરી અપમાનજનક ટિપ્પણી; ભાજપ આકરા પાણીએ

    અમરેલીના જૂના માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ પાર્ટીએ એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસે પ્રતાપ દૂધાતને જિલ્લા અધ્યક્ષ ઘોષિત કર્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર વીરજી ઠુમ્મરે વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીના પૂર્વ સાંસદસભ્ય અને લાઠીના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે વડાપ્રધાનને લઈને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યા બાદ ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ઠુમ્મર દ્વારા પીએમ મોદીના અપમાન બદલ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ ધારાસભ્ય મહેશ કસવાલાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરીને નાયબ કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે (22 ડિસેમ્બર, 2023) અમરેલીના જૂના માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ પાર્ટીએ એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસે પ્રતાપ દૂધાતને જિલ્લા અધ્યક્ષ ઘોષિત કર્યા હતા. આ દરમિયાન કાર્યક્રમમાં હાજર વીરજી ઠુમ્મરે વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે પાર્ટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે, “તે દેશનો વડાપ્રધાન નથી, અદાણી અને અંબાણીનો દલાલ છે.” આગળ તેઓ કહે છે કે, દેશના 142 સાંસદોને સસ્પેન્ડ કરવાનું પાપ જો કોઈએ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ સિવાય તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વિશે પણ ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે.

    વીરજી ઠુમ્મરના આ નિવેદન બાદ ભાજપમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેમના વિરોધમાં વડાપ્રધાન મોદીના સમર્થકો અને સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    - Advertisement -

    આ વિરોધ પ્રદર્શનમાં તેઓ કોંગ્રેસી નેતાનું પૂતળું સળગાવવાના હતા, જોકે તે પહેલાં જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આ પોસ્ટરોમાં લખ્યું હતું કે, “વડાપ્રધાનનું અપમાન અને દેશનું અપમાન, નહીં સહન કરે હિંદુસ્તાન.” દરમિયાન તેમણે ભગવાન શંકરને વીરજી ઠુમ્મરને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના પણ કરી હતી. સાથે જ તેમના દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી હતી.

    બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “વિશ્વ સામે દેશનું પ્રતિનિધિત્વ કરનાર વડાપ્રધાનનું અપમાન તે દેશના દરેક નાગરિકનું અપમાન છે. જો કોંગ્રેસના આવા વરિષ્ઠ નેતા સસ્તી પ્રસિદ્ધિ માટે આવા શબ્દોનો પ્રયોગ કરે કે પછી કોઈ મહિલા નેતા વિશે અશોભનીય ટિપ્પણી કરે, તો મારું માનવું છે કે આખા ગુજરાતમાં વીરજી ઠુમ્મર વિરુદ્ધ રોષ જોવા મળશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં