Friday, May 17, 2024
More
    હોમપેજગુજરાતતલાટી, જુનિયર ક્લાર્ક સહિત 4 હજારથી વધુ યુવાનોને સીએમ ભૂપેન્દ્ર પટેલે સોંપ્યા...

    તલાટી, જુનિયર ક્લાર્ક સહિત 4 હજારથી વધુ યુવાનોને સીએમ ભૂપેન્દ્ર પટેલે સોંપ્યા નિમણૂક પત્રો, ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શી અને અસરકારક કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરીને ગુડ ગવર્નન્સનું મોડેલ આપ્યું છે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ વિશેષ છે: CM

    - Advertisement -

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે (6 નવેમ્બર, 2023) રાજ્ય સરકારમાં નવી નિમણૂક પામી રહેલા કુલ 4,159 યુવાનોને આજે ગાંધીનગર ખાતેથી નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. કાર્યક્રમ પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો.

    જેમને નિમણૂક પત્રો આપવામાં આવ્યા તેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાદ પસંદગી પામેલા 3,014 તલાટી, 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેકશન ઓફિસર, 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને 17 હવાલદારનો સમાવેશ થાય છે. આમ આજે મુખ્યમંત્રી કુલ 4,159 યુવાનોને એપોઈન્ટમેન્ટ લેટર સોંપીને સરકારી નોકરીમાં સામેલ કર્યા હતા. 

    યુવાનોને નિમણૂક પત્રો સોંપતાં મુખ્યમંત્રીએ તેમને નાનામાં નાના અને છેવાડાના માણસને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે એક સંવાહક બનવા માટે આહેવાન કર્યું અને ઉમેર્યું કે, તેમણે શિક્ષણ, આરોગ્ય સહિત સમાજ કલ્યાણની યોજનાઓથી છેવાડાના અને જરૂરિયાતમંદ માણસોને 100 ટકા આવરી લેવાના પીએમ મોદીએ આપેલા લક્ષ્યાંકને પાર પાડવાનું દાયિત્વ નિભાવવાનું છે. 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શી અને અસરકારક કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરીને ગુડ ગવર્નન્સનું મોડેલ આપ્યું છે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ વિશેષ છે.  

    મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે. તેમણે નવી નિમણૂંક પામી રહેલા કર્મયોગીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતાં કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ.

    નવી નિમણૂંક મેળવી રહેલા યુવાનોને પ્રેરણા-માર્ગદર્શન આપતા વડાપ્રધાન મોદીના શુભેચ્છા પત્રનો ઉલ્લેખ કરતાં સીએમ પટેલે કહ્યું કે, વિકાસ, સુશાસન અને શ્રેષ્ઠતાની ત્રિવેણીથી રાષ્ટ્ર અને રાજ્યની ગૌરવ-પ્રતિષ્ઠા સતત વધારવામાં આ યુવા શક્તિના ઉમંગ, જોશ અને નવી ચેતનાસભર વિચારો ઉપયુક્ત બનશે. અંતે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્રનિર્માણ યાત્રાના સહયોગી બનવા માટે સૌએ એકસાથે કામ કરવાનું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં