Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતમા ચામુંડાના દર્શન કરવા થશે હવે સરળ: ચોટીલા પર્વત પર દોડશે ખાસ...

    મા ચામુંડાના દર્શન કરવા થશે હવે સરળ: ચોટીલા પર્વત પર દોડશે ખાસ પ્રકારની ‘ટ્રેન’, શ્રદ્ધાળુઓને કાળ ભૈરવ મંદિર સુધી પહોંચાડી દેશે મીની સવારી

    ઈપણ શ્રદ્ધાળુ હવે અશક્ત હોવાના લીધે ડુંગર તળેટીથી દર્શન કરી પરત નહીં ફરે. કારણ કે હવે ચોટીલામાં ફ્યુનિક્યુલર ટ્રેન શરૂ થવા જઈ રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે.

    - Advertisement -

    સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ ચોટીલા જ્યાં દેવી ચામુંડાનું મંદિર આવેલું છે. પર્વતના શિખર પર મંદિર આવેલું હોવાથી ઘણા યાત્રાળુઓ છેક સુધી પહોંચી શકતા નથી. ઘણા વૃદ્ધ ભક્તો માતાજીના દર્શન કરી શકતા નથી. કારણ કે તેઓ ડુંગર પરના પગથિયાં ચડવા માટે અશક્ત હોય છે. પણ હવે તીર્થક્ષેત્ર ચોટીલામાં મા આદ્યશક્તિ ચામુંડાના દર્શન કરવા ખૂબ સરળ થઈ રહેશે. તેનું કારણ તે છે કે હવે ચોટીલા ડુંગર પર ફ્યુનિક્યુલર ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ફ્યુનિક્યુલર એક નાની ટ્રેન પ્રકારની સેવા છે જેનો ઉપયોગ પગથિયાંના વિકલ્પ તરીકે કરવામાં આવે છે.

    હિંદુઓનું પવિત્ર યાત્રાધામ અને મા આદ્યશક્તિ ચામુંડા તીર્થક્ષેત્ર ચોટીલા હવે કોઈપણ શ્રદ્ધાળુને નિરાશ નહીં કરે. કોઈપણ શ્રદ્ધાળુ હવે અશક્ત હોવાના લીધે ડુંગર તળેટીથી દર્શન કરી પરત નહીં ફરે. કારણ કે હવે ચોટીલામાં ફ્યુનિક્યુલર ટ્રેન શરૂ થવા જઈ રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. જે બાદ શ્રદ્ધાળુઓને આ સેવાનો લાભ આપવામાં આવશે. ફ્યુનિક્યુલર ટ્રેન ચોટીલા ડુંગર પર જૂના પગથિયાંની જગ્યાએ મૂકવામાં આવશે. તે ભારે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરીને ચાલશે. ₹21 કરોડના આ પ્રોજેક્ટનું શનિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

    બટુક ભૈરવ મંદિર સુધી પહોંચાડશે ટ્રેન

    યાત્રાળુઓને ડુંગર પર 25 પગથિયાં ચડીને આવવાનું રહેશે. જે બાદથી ફયુનિકયુલર ટ્રેનની રાઈડ શરૂ થશે. ટ્રેન પર્વત પરના બટુક ભૈરવ મંદિર સુધી લઈ જવામાં આવશે. ત્યાંથી ચામુંડા માતાજીના મંદિર સુધી પહોંચવા માટે યાત્રાળુઓએ બીજા 20 પગથિયાં ચાલીને જવું પડશે. આ રીતે યાત્રાળુઓએ માત્ર 45 પગથિયાં જ પસાર કરવાના રહેશે. ખાસ કરીને સિનિયર સીટીઝન માટે આ ખૂબ જ ઉમદા પગલું ગણવામાં આવી રહ્યું છે. તેનાંથી કોઈપણ ભક્ત માતાજીના દર્શન કર્યા વગરનો નહીં રહી શકે. આવી ફ્યુનિક્યુલર ટ્રેન હાલમાં નાસિકની નજીક આવેલા સપ્તશ્રુંગી મંદિર અને મહારાષ્ટ્રના વિરારની પાસે આવેલા જીવદયા મંદિરમાં ચાલી રહી છે.

    - Advertisement -

    શું છે ફયુનિકયુલર ટ્રેન?

    ફયુનિકયુલર ટ્રેન એક એવી સિસ્ટમેટિક ટ્રેન છે કે જેનો ઉપયોગ ઢોળાવવાળા વિસ્તારમાં કરી શકાય છે. ફ્યુનિક્યુલર એ એક પ્રકારની કેબલ રેલવે સિસ્ટમ છે. જે ટ્રેક પર પાથરેલા અલગ-અલગ પોઇન્ટ્સને કવર કરે છે. આ ટ્રેનનું કામ પર્વતીય ક્ષેત્ર પર માણસોને સરળતાથી પહોંચાડવાનું હોય છે. બે સમાંતર ટ્રેક પર એક ટ્રેન જઈ શકે છે અને એક ટ્રેન આવી શકે છે. બંનેની સ્પીડ સમાન રાખવામાં આવે છે. ધાર્મિક તીર્થસ્થળોએ પગથિયાંના વિકલ્પ તરીકે આ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં