Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં લાગી શકે છે અમેરિકન કાર કંપની કંપની ટેસ્લાનો પ્લાન્ટ? સરકારે વાઇબ્રન્ટ...

    ગુજરાતમાં લાગી શકે છે અમેરિકન કાર કંપની કંપની ટેસ્લાનો પ્લાન્ટ? સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ઈલોન મસ્કને પાઠવ્યું આમંત્રણ: અહેવાલોમાં દાવો

    ગાંધીનગર ખાતે યોજાનારી આ સમિટની થીમ 'ગેટ વે ટુ ધ ફ્યુચર' રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10માં સંસ્કરણમાં રોકાણ માટે સૌથી વધુ MoU થવાની સંભાવના છે.

    - Advertisement -

    દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ઈલોન મસ્ક 2024ના પહેલાં મહિનામાં ભારત આવી શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે ટેસ્લાના માલિક ઈલોન મસ્કને આમંત્રણ પાઠવ્યું છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈલોન મસ્ક ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ લગાવી શકે છે. જોકે, ગુજરાત સરકાર તરફથી આવી કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અને સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે, ઈલોન મસ્ક ગુજરાત વાયબ્રન્ટ સમિટ દરમિયાન આ ટેસ્લાના ભારતમાં આગમનની જાહેરાત કરી શકે છે.

    ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી વચ્ચે વાઇબ્રેન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમિટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને સરકારે આમંત્રણ પાઠવ્યું હોવાનો અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. સમાચાર વહેતા થયા બાદથી ચર્ચાએ જોર પકડયું છે. લોકોમાં એવી ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે, દુનિયાની સૌથી લોકપ્રિય ઓટોમેટિક કાર હવે ગુજરાતમાં બનશે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, ગુજરાતમાં ટેસ્લાનો પ્રથમ પ્લાન્ટ સ્થપાશે. જોકે, ગુજરાત સરકારે આ વિશેની કોઈ આધિકારિક માહિતી આપી નથી.

    ગુજરાત બની શકે છે ઓટો સેક્ટરનું હબ

    ગાંધીનગર ખાતે યોજાનારી આ સમિટની થીમ ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10માં સંસ્કરણમાં રોકાણ માટે સૌથી વધુ MoU થવાની સંભાવના છે. જો ઈલોન મસ્ક તેમના ઓટોમેટિક ટેસ્લાના પ્લાન્ટ માટે ગુજરાત આવશે તો ગુજરાતનું ઓટો સેક્ટર ચોક્કસપણે ઘણી પ્રગતિ કરશે. એટલું જ નહીં ઓટો સેક્ટરમાં ગુજરાતનું વર્ચસ્વ પણ મજબૂત બનશે. ગુજરાતમાં ટાટા મોટર્સના આગમન બાદથી ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઊભરી આવ્યું છે. ફોર્ડ મોટર્સ, ટાટા મોટર્સ અને સુઝુકી જેવી કંપનીઓના પ્લાન્ટ ગુજરાતમાં છે.

    - Advertisement -

    ગુજરાત સરકારને મળી શકે વિશેષ ઉપલબ્ધિ

    ઈલોન મસ્કની માલિકીની અમેરિકન કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશ માટે ઘણા સમયથી કામ કરી રહી છે. આવી સ્થિતિમાં જો ઈલોન મસ્ક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ટેસ્લાના ભારતમાં આગમનની જાહેરાત કરે છે, તો તે ચોક્કસપણે ગુજરાત સરકાર માટે એક આગવી ઉપલબ્ધિ હશે. ટેસ્લા કંપની ભારતમાં આવશે એવી અટકળો ત્યારથી ચાલુ થઈ છે, જ્યારે PM મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં