Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, કહ્યું- હિંદુ ધર્મને તોડવા માટે વિદેશી...

    ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, કહ્યું- હિંદુ ધર્મને તોડવા માટે વિદેશી શક્તિઓ સક્રિય, હિંદુઓએ સજાગ રહેવાની જરૂર, ધર્મપરિવર્તન વિશે પણ ખુલીને બોલ્યા

    ગુજરાતના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ રાજ્યમાં ચાલતાં ધર્મપરિવર્તન પ્રત્યે રોષ વ્યક્ત કરીને તેના વિરુદ્ધ આકરા પગલાં લેવાની માંગણી કરી છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ધર્મપરિવર્તન મામલે મોટું નિવેદન આપ્યું છે. દેડિયાપાડામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આયોજિત એક જાહેર સભામાં સંબોધતા સાંસદ મનસુખ વસાવા હિંદુ ધર્મની ટીકા કરનારાઓ અને ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર વરસ્યા હતા.

    સાંસદ મનસુખ વસાવાએ ધર્મપરિવર્તન કરનારા લોકોને આદિવાસી સમાજમાંથી કાઢી મૂકવા જોઈએ તેમ કહ્યું હતું તો સજાગ નહીં રહેવા પર હિંદુઓ ફરી લઘુમતીમાં મૂકાઈ જશે તેમ જણાવ્યું હતું. તદુપરાંત, હિંદુઓને ધર્મથી વિમુખ કરવા પાછળ વિદેશી ષડ્યંત્રો પણ કારણભૂત હોવાનું તેમણે જણાવ્યું હતું.

    આદિવાસી વિસ્તારના લોકોની ગરીબીનો લાભ લઇ લોભ-લાલચ આપી કરાતા ધર્મ-પરિવર્તન મામલે કડક વિરોધ નોંધાવતા કહ્યું કે, “ધર્મ હંમેશા જોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં. કોઈની ગરીબી કે અજ્ઞાનતાનો લાભ લઇ ધર્મને તોડવાનું કામ કરવું એ ધર્મ ન કહેવાય.” તેમણે હાકલ કરતા કહ્યું કે, જો સજાગ નહીં રહ્યા તો હિંદુઓ લઘુમતીમાં મૂકાઈ જશે. હિંદુ ધર્મમાં માનનારા લોકોનું ધર્મપરિવર્તન કરવા પાછળ વિદેશી ષડ્યંત્ર છે તેમ પણ તેમણે આક્ષેપ લગાવ્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર હિંદુ દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરતા લોકોને નિશાને લઇ તેમણે કહ્યું હતું કે, “તમે હિંદુ દેવી-દેવતાની ટીકા કરો છો. પયગંબરની કે ઇસુ ભગવાનની ટીકા કરી છે? હું તેમને ભગવાન માનું છું. પરંતુ તમને શું અધિકાર છે અમારા દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરવાનો? તેમણે કહ્યું હતું કે દેવી-દેવતાઓની ટીકા-ટિપ્પણી થાય તો અમે મૌન નથી રહેવાના, અમારા આરાધ્યો ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી.” તેમણે આવા લોકો પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

    ધર્મપરિવર્તન વિરુદ્ધ કડક કાયદાની માંગ કરતા તેમણે કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મ સ્વીકારનાર સામે કાયદો બનાવવામાં આવે તે જરૂરી છે અને જે આદિવાસી હોય અને હિંદુ ધર્મમાં જન્મ્યો હોય તે ધર્મ છોડીને જાય તો તેને ડી-લિસ્ટ કરીને અનુસુચિત જનજાતિ તરીકેના હકો મળવાના બંધ થઇ જવા જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું કે આવું જ ચાલતું રહ્યું તો અમારા જેવા લોકો બેસી નથી રહેવાના અને કડક કાયદો પણ બનાવીશું. આ ઉપરાંત તેમણે આવી બાબતો માટે સજાગ રહેવા માટે પણ જાહેરમંચ પરથી અપીલ કરી હતી.

    અહીં ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવા આ પહેલાં પણ ધર્મપરિવર્તન અને લવ જેહાદ જેવા મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે. ગત વર્ષે તેમણે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પત્ર લખ્યો હતો અને આદિવાસી વિસ્તારોમાં યુવતીઓને લવજેહાદનો શિકાર થતી બચાવવા માટે કડક કાયદો બનાવવા માંગ કરી હતી.

    તેમણે કહ્યું હતું કે, લવજેહાદના નામે હિંદુ યુવતીઓનું જીવન બરબાદ કરી નાંખવામાં આવે છે અને યુવતીઓને ફસાવવા માટે મુસ્લિમ યુવકોને તાલીમ પણ આપવામાં આવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. જોકે, અહીં એ પણ નોંધવું જોઈએ કે ગુજરાત સરકારે ગત માર્ચ મહિનામાં લવ-જેહાદ સબંધિત કાયદો પસાર કર્યો હતો. જે જૂન 2021 થી લાગુ પણ થઇ ગયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં