Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતમાં ‘આપ’નું કોઈ અસ્તિત્વ નથી, અમારી લડાઈ કોંગ્રેસ સાથે’: બોલ્યા ભાજપ પ્રમુખ...

    ‘ગુજરાતમાં ‘આપ’નું કોઈ અસ્તિત્વ નથી, અમારી લડાઈ કોંગ્રેસ સાથે’: બોલ્યા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, કહ્યું- મોટાભાગના ધારાસભ્યોની સહમતિથી ટિકિટ બદલાઈ

    આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા દ્વારા પોતાનું અસ્તિત્વ દેખાડવાના પ્રયાસો કરે છે, પરંતુ તેમાં સફળ નહીં થાય: સીઆર પાટીલ

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ હવે ઉમેદવારોનાં નામો પણ જાહેર થવા માંડ્યાં છે. બીજી તરફ પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. ઘણા આ ચૂંટણીને ‘ત્રિપાંખિયો જંગ’ તરીકે જોઈ રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક વાતચીતમાં કહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી સામે નહીં પરંતુ કોંગ્રેસ સામે લડી રહ્યા છે અને ‘આપ’ સાથે તેમની લડાઈ જ નથી. 

    ન્યૂઝ ચેનલ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું કે, અમારી લડાઈ જ કોંગ્રેસ સાથે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. તેમણે એમ પણ કહ્યું કે, આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા દ્વારા પોતાનું અસ્તિત્વ દેખાડવાના પ્રયાસો કરે છે, પરંતુ તેમાં સફળ નહીં થાય. આ લડાઈ ભાજપ અને કોંગ્રેસની જ છે. 

    આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, આ યાદીમાં 38 ધારાસભ્યોને બદલવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોની સહમતિથી જ આ ટિકિટ બદલવામાં આવી છે. એવું ન કહી શકાય કે તેમની ટિકિટ કાપવામાં આવી છે, તેમને બદલવામાં આવ્યા છે.

    - Advertisement -

    આ ઉપરાંત, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બાકીના 22 ઉમેદવારોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે અને થોડા દિવસોમાં આ યાદી પણ જાહેર કરી દેવામાં આવશે.

    ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં મોડી સાંજ સુધી ઉમેદવારોના નામ પર મંથન ચાલ્યું હતું. ત્યારબાદ આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે 160 ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં હતાં. તે પહેલાં ગઈકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે નેતાઓ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા હતા. 

    ભાજપે નવી યાદીમાં 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે તેમજ 38 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. ભુપેન્દ્ર પટેલ સરકારના મોટાભાગના મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. સીએમ પોતે પણ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી મજુરા બેઠક પરથી લડશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં