Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતઆણંદ: પીપળીમાં અભદ્ર ગાળો બોલતા મુસ્લિમ યુવકોને મહિલાએ ઠપકો આપ્યો તો ઉશ્કેરાઈને...

    આણંદ: પીપળીમાં અભદ્ર ગાળો બોલતા મુસ્લિમ યુવકોને મહિલાએ ઠપકો આપ્યો તો ઉશ્કેરાઈને કર્યું ધિંગાણું, પથ્થરમારામાં એક હિંદુ વ્યક્તિને ઈજા

    બનવાની જાણ થતાં જ પોલીસની ટીમો પીપળી ગામે પહોંચી હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ટોળાંને વિખેરી નાખીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને અમુકને રાઉન્ડ અપ પણ કરી લીધા હતા.

    - Advertisement -

    આણંદના બોરસદ તાલુકાના પીપળીમાં સોમવારે (4 સપ્ટેમ્બર, 2023) નજીવી બાબતમાં આપેલા ઠપકાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને હિંદુ-મુસ્લિમ યુવાનો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન પથ્થરમારો પણ થતાં એક હિંદુ વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે ત્યારબાદ હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો હતો. 

    આણંદના પીપળીમાં દુકાનના ઓટલા પર બેસીને મોબાઈલમાં ગેમ રમતા અને મોટેમોટેથી ગાળાગાળી કરતા મુસ્લિમ યુવાનોને નજીકમાં રહેતાં એક હિંદુ મહિલાએ ઠપકો આપતાં મામલો ગરમાયો હતો અને ત્યારબાદ બંને કોમના યુવાનો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. મામલો વધુ બિચકતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈને અમુકની અટકાયત કરી લીધી હતી. આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી છે. 

    ઘટનાની વધુ વિગતો અનુસાર, સોમવારે રાત્રે બોરસદ તાલુકાના પીપળી ગામે એક દુકાનના ઓટલા પર બેસીને મુસ્લિમ યુવાનો મોબાઈલમાં PUBG ગેમ રમતા હતા અને મોટેમોટેથી ગાળાગાળી કરતા હતા. જેથી નજીકમાં રહેતા એક હિંદુ પરિવારની મહિલાએ તેમણે ઠપકો આપીને ગાળો ન બોલવા માટે કહ્યું હતું. જેના કારણે આ યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યારબાદ આ યુવકોએ પથ્થરો ફેંકવાના શરૂ કરી દીધા હતા, જેના કારણે હિંદુ યુવાનો પણ એકઠા થઈ ગયા હતા. જાણવા મળ્યા અનુસાર આરોપીઓએ ઘરમાં ઘૂસીને તોડફોડ પણ કરી હતી. આ ધમાલમાં રમેશભાઈ પઢિયાર નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

    બનવાની જાણ થતાં જ પોલીસની ટીમો પીપળી ગામે પહોંચી હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ટોળાંને વિખેરી નાખીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને અમુકને રાઉન્ડ અપ પણ કરી લીધા હતા. ત્યારબાદ બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે કુલ 26 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આ મામલે ફરહાન પઠાણ, રાહિલ પઠાણ, વસીમ પઠાણ, શાહરૂખ દિવાન, નવાજશા દિવાન, ઈરફાન પઠાણ, અયાઝ સૈયદ, વસીમ પઠાણ, શાહિલ પઠાણ, મોઇન સૈયદ, શકીલઅલી સૈયદ, અખ્તરઅલી સૈયદ, શેબાઝ પઠાણ, રજ્જાકઅલી સૈયદ, ફરદીન ખાન પઠાણ સહિતના ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા પક્ષે રમેશ પઢિયાર, કૃણાલ મકવાણા, કૌશિક મકવાણા, સનત મકવાણા, પરેશ પઢિયાર અને શૈલેષ પઢિયાર સહિતના લોકો સામે પણ ફરિયાદ થઈ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં