Monday, November 11, 2024
More
    હોમપેજગુજરાતમામદ, ખાલિદ, સલીમ સહિત 10 ઈસમોએ મળીને કરી હતી ભાજપ-VHP નેતાઓની હત્યા,...

    મામદ, ખાલિદ, સલીમ સહિત 10 ઈસમોએ મળીને કરી હતી ભાજપ-VHP નેતાઓની હત્યા, હવે કોર્ટે ફટકારી આજીવન કેદ: 11 વર્ષ જૂના કેસમાં સાવરકુંડલા કોર્ટનો ચુકાદો 

    આ તમામ સામે સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર રીતે મંડળી રચીને પૂર્વઆયોજિત કાવતરું રચીને ઘાતકી હથિયારો, બંદૂક, તલવાર, ધારિયાં અને કુહાડી વડે બંને ભાઈઓ પર હુમલો કરીને બેવડી હત્યાને અંજામ આપવાનો આરોપ લાગ્યો હતો. જે કોર્ટમાં સાચો પુરવાર થયો.

    - Advertisement -

    અમરેલીના ગુંદરણ ગામે વર્ષ 2013માં થયેલી ભાજપ નેતા અને તેમના VHP કાર્યકર ભાઈની હત્યા મામલે 9 ઇસમોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી રહી છે. છેલ્લાં 11 વર્ષથી આ કેસ સાવરકુંડલા સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જે મામલે બુધવારે (13 માર્ચ) ચુકાદો આપવામાં આવ્યો. 

    આ કેસ 11 વર્ષ પહેલાંનો છે. અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે રહેતા અજીત ખુમાણ (32) અને તેમના નાના ભાઈ ભરત ખુમાણની (26) 10 શખ્સોએ મળીને હત્યા કરી નાખી હતી. અજીત લીલીયા તાલુકાના વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ હતા, જ્યારે ભરત ગામના સરપંચ ઉપરાંત ભાજપના તાલુકા મંત્રીની જવાબદારી નિભાવતા હતા. 30 નવેમ્બર, 2013ના રોજ તેઓ ગામના સરકારી ગોડાઉન પાસે ચાલતા નવા મકાનના બાંધકામની દેખરેખ રાખવા માટે હાજર હતા ત્યારે પૂર્વઆયોજિત કાવતરું રચીને આરોપીઓએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને બંનેની હત્યા કરી નાખી હતી. ધમાલનું કારણ નાણાકીય વ્યવહાર હોવાનું સામે આવ્યું હતું. બંને ભાઈઓએ મામદ પાસેથી અમુક રકમ લીધી હતી, જે પરત આપવા મુદ્દે તેમની લડાઈ ચાલતી હતી.

    કેસના ગુનેગારોની ઓળખ મામદ દલ, ઇમરાન દલ, ખાલિદ દલ, સલીમ દલ, હકીમ દલ, દિનમહંમદ દલ, યુનુસ લાખાપોટા, સુમાર દલ, ઉસ્માન દલ અને ઇસ્માઇલ લાખાપોટા તરીકે થઈ છે. આ તમામ સામે પછીથી લીલીયા પોલીસ મથકે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો ગયો હતો, જેનો હાલ ચુકાદો આવ્યો છે. આ મામલે મામદનો મોટો પુત્ર ઇમરાન 2017માં મૃત્યુ પામ્યો હોવાથી તેની સામેનો કેસ બંધ થઈ ગયો હતો. બાકીનાને હાલ સાજા ફટકારવામાં આવી છે.

    - Advertisement -

    આ તમામ સામે સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર રીતે મંડળી રચીને પૂર્વઆયોજિત કાવતરું રચીને ઘાતકી હથિયારો, બંદૂક, તલવાર, ધારિયાં અને કુહાડી વડે બંને ભાઈઓ પર હુમલો કરીને બેવડી હત્યાને અંજામ આપવાનો આરોપ લાગ્યો હતો. જે કોર્ટમાં ટ્રાયલ દરમિયાન સાચો પુરવાર થયો.

    2 આરોપીઓએ બ્રેનમેપિંગની માગ કરી, પણ તેમાં પણ હકીકત બહાર આવી ગઈ

    કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ દેસાઈએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમારા કેસમાં સાક્ષીઓનાં નિવેદનોએ મોટો આધાર રાખ્યો અને સાથે હથિયારો પરથી મળી આવેલાં લોહીનાં નિશાન પણ મદદરૂપ થયાં. ચાર આરોપીઓએ પોતાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા હોવાનો દાવો કરીને બ્રેનમેપિંગની માગ કરી હતી. પરંતુ ટેસ્ટ થયો ત્યારે જાણવા મળ્યું કે તેઓ પણ સંડોવાયેલા હતા અને જાણીજોઈને વિગતો છુપાવે છે. જેથી કેસ વધુ મજબૂત બન્યો અને આખરે કોર્ટે ચુકાદો આપીને તમામને દોષી ઠેરવ્યા હતા. 

    તેમના જણાવ્યા અનુસાર, 9 ગુનેગારો સરેરાશ 10 વર્ષની જેલ કાપી ચૂક્યા છે. કોર્ટે તેમને હત્યા, ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ અને પુરાવા નષ્ટ કરવા મામલે તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ  ગુનેગાર ઠેરવ્યા છે. કોર્ટે તમામને 21,500 રૂપિયા દંડ ભરવા પણ આદેશ આપ્યો છે. આ તમામની સજા એકસાથે ચાલશે. 

    આ સિવાય કોર્ટે મૃતક ભાઈઓના પરિજનોને 51000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો અને જે ગુનેગારોએ ભરેલા દંડમાંથી ચૂકવવામાં આવશે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 3 મહિનાની સજા કરવામાં આવશે તેમ પણ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં