Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતઅંબાજી: ઘીનાં સેમ્પલ ફેલ થતાં મોહનથાળનો પ્રસાદ બનાવતી કેટરર્સ એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં...

    અંબાજી: ઘીનાં સેમ્પલ ફેલ થતાં મોહનથાળનો પ્રસાદ બનાવતી કેટરર્સ એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં આવી, સાબર ડેરીએ પણ નોંધાવી FIR

    પ્રશાસન દ્વારા ગત 28 ઓગસ્ટના રોજ 15 કિલોના 180 ઘીના ડબ્બા જપ્ત કર્યા હતા. આ લેખે કુલ 2730 કિલો ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેવામાં હવે સામે આવ્યું છે કે સેમ્પલમાં લેવામાં આવેલું ઘી અખાદ્ય છે. અંબાજીમાં ઘીના સેમ્પલ ફેલ થયા બાદ ઘીની ખપતને પહોંચી વળવા માટે પ્રસાશન દ્વારા બનાસ ડેરી પાસેથી ઘી લેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    કરોડો હિંદુઓના અસ્થાના કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજીમાં ઘીનાં સેમ્પલ ફેલ થતા મોહનથાળનો પ્રસાદ બનાવતી કેટરર્સ એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ફૂડ વિભાગે મહાપર્વ ભાદરવી પૂનમ પહેલાં અહીંથી ઘીનાં સેમ્પલ લઇ 180 ડબ્બા જપ્ત કર્યા હતા. તેવામાં સેમ્પલમાં લેવામાં આવેલું ઘી અખાદ્ય હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. આ ઘી યાત્રાધામમાં મોહનથાળનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરિંગ પાસેથી લેવામાં આવ્યું હતું. સેમ્પલ ફેલ થયા બાદ મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે.

    અહેવાલો અનુસાર પ્રશાસન દ્વારા ગત 28 ઓગસ્ટના રોજ 15 કિલોના 180 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. આ લેખે કુલ 2730 કિલો ઘીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેવામાં હવે સામે આવ્યું છે કે સેમ્પલમાં લેવામાં આવેલું ઘી અખાદ્ય છે. અંબાજીમાં ઘીના સેમ્પલ ફેલ થયા બાદ ઘીની ખપતને પહોંચી વળવા માટે પ્રસાશન દ્વારા બનાસ ડેરી પાસેથી ઘી લેવામાં આવ્યું હતું. ત્યારે હવે સેમ્પલ ફેલ થયા બાદ તંત્રે જવાબદાર કેટરિંગ અને તેની સાથે જોડાયેલા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

    અહેવાલો અનુસાર, આ ઘીનાં ટીન પર અમૂલનાં લેબલ લગાવવામાં આવ્યાં હતાં અને તેની ઉપર લખવામાં આવ્યું હતું કે તે સાબર ડેરી દ્વારા પેક કરવામાં આવ્યાં છે. પરંતુ સાબર ડેરીએ આ બાબત નકારી કાઢી છે. પછીથી તપાસમાં સામે આવ્યું કે મોહિની કેટરર્સ દ્વારા સપ્લાય કરવામાં આવેલાં ઘીનાં ટીન પર સાબર ડેરીનાં ડુપ્લિકેટ લેબલો લગાવવામાં આવતાં હતાં.

    - Advertisement -

    બીજી તરફ અમુલ ફેડરેશન સાથે જોડાયેલી સાબર ડેરીએ પણ ઘીના સેમ્પલ ફેલ ફેલ થયા બાદ મોહિની કેટરર્સ અને અજ્ઞાત લોકો વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. જેની માહિતી ગુજરાત કૉઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલેકે GCMMFએ એક નોંધમાં આપી હતી. આ FIRમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, “સીલબંધ ઘીના ડબ્બાઓ પર બેચ નંબર, નિર્દેશ અને લેબલ અમુલ ફેડરેશન દ્વારા સ્થાપિત ગુણવત્તાના માનકો અનુરૂપ નથી. પુરાવાઓથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મોહિની કેટરર્સ દ્વારા જાણીજોઈને ટ્રસ્ટને બનાવટી ઘી આપવામાં આવ્યું હતું અને અમુલની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો.”

    તો આ મામલે પ્રસાશને પણ જણાવ્યું હતું કે બનાવટી ઘી પહેલાથી જ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. સેમ્પલ લીધા બાદ તમામ 180 ડબ્બા સીલ કરી દેવામાં આવ્યા હતા અને પ્રસાદ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ભાદરવી પૂનમ વખતે બનાવવામાં આવેલા પ્રસાદમાં ચોખ્ખું અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઘી જ વાપરવામાં આવ્યું છે. તેમાં જિલ્લા અધિકારી તેમજ આખી ટીમ કામે વળગી હતી અને બનાસ ડેરી સાથે વાત કરીને શુદ્ધ ઘીની વ્યવસ્થા કરી હતી અને ત્યાર બાદ અંબાજી આવતા ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં