Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતરથયાત્રા 2024ને લઈને અમદાવાદ પોલીસની તૈયારીઓ શરૂ: પોલીસ કમિશનર જી એસ મલિકે...

    રથયાત્રા 2024ને લઈને અમદાવાદ પોલીસની તૈયારીઓ શરૂ: પોલીસ કમિશનર જી એસ મલિકે લીધી ભગવાન જગન્નાથના મંદિરની મુલાકાત

    મુલાકાત દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સાથે અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ કુમાર બડગુજર તથા સયુંક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચ અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓએ જી એસ મલિકના નેતૃત્વમાં આગામી રથયાત્રાને લઈને ચર્ચા વિચારણા તેમજ સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓ પર સમીક્ષા કરી હતી.

    - Advertisement -

    લગભગ 35 દિવસ બાદ એટલે કે આગામી 7 જુલાઈ 2024ના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. પવિત્ર ધામ જગન્નાથ પૂરી બાદ જો દેશમાં બીજી કોઈ સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય તો તે છે અમદાવાદની રથયાત્રા. રથયાત્રા અગાઉ મહિનાઓ પહેલાંથી જ મહાપર્વ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદ પોલીસે પણ અગામી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરના પોલીસ કમિશનર જી એસ મલિકે રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી.

    અમદાવાદ પોલીસના આધિકારિક X હેન્ડલ પરથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે રથયાત્રા 2024ને લઈને ભગવાન જગન્નાથના શ્રીમંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી મંડળની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન આગામી રથયાત્રાના મહાપર્વને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન કમિશનર મલિકે મંદિર સંકુલમાં નિરીક્ષણ પણ કર્યું હતું.

    આ મુલાકાત દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સાથે અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 નીરજ કુમાર બડગુજર તથા સયુંક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાંચ અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓએ જી એસ મલિકના નેતૃત્વમાં આગામી રથયાત્રાને લઈને ચર્ચા વિચારણા તેમજ સુરક્ષા વ્યવસ્થા માટેની તૈયારીઓ પર સમીક્ષા કરી હતી. આ દરમિયાન તમામ પોલીસ અધિકારીઓએ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી.

    - Advertisement -

    રથયાત્રા અગાઉ મહિનાઓ પહેલાંથી જ મહાપર્વ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથ, તેમનું મામેરું, સાથે જ અલગ-અલગ અખાડાઓ અને ભજન મંડળીઓ પહેલેથી જ ભગવાન જગન્નાથની નગરચર્યાનો ભાગ બનવા અને પવિત્ર રથયાત્રામાં જોડાવા માટે તૈયારીઓ આરંભી દે છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ આ મહા પર્વમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે મહિનાઓ અગાઉથી જ કમર કસી લે છે. જેના ભાગરૂપે આજે અમદાવાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં