Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: મુસ્લિમ મહિલાને પતિએ ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકી, હાથ-પગ તોડી...

    અમદાવાદ: મુસ્લિમ મહિલાને પતિએ ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકી, હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી, સલમાન શેખ સહિત 4 સામે ગુનો દાખલ

    કાહના થોડા મહિના બાદ તેની સાસુએ ઘરકામ બાબતે મેણાંટોણાં મારવાનું અને બીભત્સ ગાળો બોલીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    આ કિસ્સો અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારનો છે. મહિલાએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. અહીં રહેતી એક મહિલાએ તેના પતિ સલમાન ઇકબાલ શેખ અને તેના પરિજનો સામે માનસિક ત્રાસ, મારપીટ અને ટ્રિપલ તલાક આપવા બદલ ફરિયાદ દાખલ કરાવી છે. 

    ફરિયાદ અનુસાર, મહિલાના નિકાહ 2018માં થયાં હતાં. તેને સંતાનોમાં એક 7 મહિનાનો પુત્ર અને 4 મહિનાની પુત્રી છે. મહિલાએ જણાવ્યું કે, નિકાહના થોડા મહિના બાદ તેની સાસુએ ઘરકામ બાબતે મેણાંટોણાં મારવાનું અને બીભત્સ ગાળો બોલીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ઉપરાંત, તેના પતિએ પણ સાથ આપી ગાળો દેવાનું અને માર મારવાનું શરૂ કર્યું હતું. 

    મહિલાએ જણાવ્યું કે, તેનો પતિ તેને ગંદી ગાળો બોલીને ગડદાપાટુનો માર મારતો હતો અને દહેજની પણ માંગણી કરતો હતો. જે પૂરી ન થવા પર હાથ-પગ તોડી નાંખીને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપતો હતો. મહિલાએ તેની સાસુ પર પણ ગંદી ગાળો બોલીને મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે. 

    - Advertisement -

    ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, ગત ઓગસ્ટમાં તેની પુત્રીનો જન્મ થતાં તેના પતિ અને સાસુએ પુત્ર જોઈતો હતો તેમ કહીને ફરી માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને દહેજની પણ માંગણી શરૂ કરી હતી અને તેના પિતા પાસેથી 50 હજાર લઇ આવવા માટે પણ કહ્યું હતું. 

    ત્યારબાદ ગત ઓક્ટોબર મહિનામાં અચાનક તેના પતિએ ગુસ્સે થઈને ‘મારે તને નથી રાખવી’ તેમ કહીને ટ્રિપલ તલાક આપીને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકી હતી અને પાછી આવશે તો હાથ-પગ તોડી નાંખીશ તેમ કહીને ધમકી આપી હતી. 

    ઘટના બાદ પીડિતા તેના પિયર રહેતી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ કોઈ સમાધાન ન થતાં પોતે પોલીસ ફરિયાદ નોંધાવે છે તેમ જણાવ્યું હતું. 

    પોલીસે આ મામલે સલમાન ઇકબાલ શેખ, અંજુમબાનુ શેખ, જાકીર અને રહેનુમાબાનુ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 498A, 323, 294(b), 506(1) અને 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 7 ઉપરાંત મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ 2019ની કલમ 3 અને 4 હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં