Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'એકાદ વિકેટ તો પાડી જ દઈશ': ઈરફાન નાગોરીએ જમાલપુરના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન...

    ‘એકાદ વિકેટ તો પાડી જ દઈશ’: ઈરફાન નાગોરીએ જમાલપુરના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આપી ધમકી; CM અને ગૃહમંત્રી પાસે કડક કાર્યવાહી કરવા માંગ

    ઘડા દરમિયાન ઈરફાન નાગોરીએ ઇમરાન ખેડાવાલાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન તેણે તેમ પણ કહ્યું હતું કે તે ઇમરાનની પણ હત્યા કરી દેશે. સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, "જો ફરિયાદ કરવા જશો તો સ્વર સુધીમાં એકાદાની વિકેટ તો પાડી જ દઈશ."

    - Advertisement -

    અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિ તેમના પડોશમાં જ રહેતો ઈરફાન નાગોરી છે. કહેવામાં આવી રહ્યું છે કે મકાન બાંધવાના વિવાદને લઈને ઈરફાને ઇમરાન ખેડાવાલાના પરિવાર અને તેમના પરિવારને ધમકી આપી હતી. ધમકીને પગલે ધારાસભ્યના ભત્રીજીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    મળતી માહિતી અનુસાર ઇમરાન ખેડાવાલાના ભત્રીજી નસીમ ખેડાવાલાએ આ મામલે ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ધારાસભ્ય ઇમરાન ખાંડની શેરીમાં કાર્યાલય ધરાવે છે. તાજેતરમાં જ AMCએ તેમના કાર્યાલય સહિતની બે ઈમારતોને ભયજનક ગણાવીને નોટીસ ફટકારી હતી. નોટીસ મળ્યા બાદ રવિવારે રાત્રે લગભગ 10:30 થી 11:00 આસપાસ આરોપી ઈરફાન ધારાસભ્યની ભત્રીજી પાસે આવ્યો હતો. ખેડાવાલાના પરિવાર પાસે આવીને ઈરફાને ધમકીના સૂરમાં કહ્યું હતું કે તારે મકાન બનાવવું હોય તો પહેલા મારા અમ્મી સાથે વાત કરી લેજો, નહિતર જોવા જેવી થશે. આમ કહીને તેણે ધારાસભ્યના પરિવાર સાથે ઝઘડો કરીને ધમકીઓ આપી હતી.

    ઝઘડા દરમિયાન ઈરફાન નાગોરીએ ઇમરાન ખેડાવાલાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન તેણે તેમ પણ કહ્યું હતું કે તે ઇમરાનની પણ હત્યા કરી દેશે. સાથે જ ધમકી આપતા કહ્યું હતું કે, “જો ફરિયાદ કરવા જશો તો સવાર સુધીમાં એકાદાની વિકેટ તો પાડી જ દઈશ.” આ પ્રકારે ધમકીઓ આપીને આરોપી ઈરફાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ MLAની ભત્રીજીએ ફોન કરીને પોતાના કાકાને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

    - Advertisement -

    ઘટના બાદ ઇમરાન ખેડાવાલાના ભત્રીજી નસીમ ખેડાવાલાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ઘટનાની જાણ કરી હતી. જે બાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈરફાન નાગોરી ઉર્ફે સ્ટીલ નાગોરી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારને ધમકી મળવાના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

    ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી ત્વરિત કાર્યવાહીની માંગ કરી

    બીજી તરફ ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવાની માગ કરી હતી. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આરોપી ઈરફાન દ્વારા બે વખત તેમને અને તેમના પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. ઇમરાન ખેડાવાલાએ પત્રમાં આરોપી ઈરફાનને ગુનાહિત માનસિકતા ધરાવતો માંસ ગણાવીને મદદની માંગ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં