Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ શહેરની ઓળખસમી 'પતંગ' હોટલ ફરી ખુલ્લી મુકાઈ: ભવ્ય આતશબાજી સાથે વિજયાદશમી...

  અમદાવાદ શહેરની ઓળખસમી ‘પતંગ’ હોટલ ફરી ખુલ્લી મુકાઈ: ભવ્ય આતશબાજી સાથે વિજયાદશમી પર થયું ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો

  છેલ્લા ચાર વર્ષથી આ હોટલનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. આ કાર્ય પૂર્ણ થયા બાદ આખરે 24 ઓક્ટોબરે તેને ફરી શરૂ કરવામાં આવી છે. હોટેલનો શુભારંભ સુનિલ શેટ્ટીએ કર્યો છે. આ દરમિયાન ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. અનેક લોકોએ ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો.

  - Advertisement -

  24 ઓક્ટોબરે દેશભરમાં વિજયાદશમીની ઉજવણી થઈ હતી. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વચ્ચે હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની ઓળખ સમાન ‘પતંગ હોટલ’ને પણ ખુલ્લી મૂકવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી હોટલ બંધ હાલતમાં હતી. જેનું રિનોવેશન કરાવીને દશેરાના દિવસે ખુલ્લી મૂકવામાં આવી છે. હોટલનું ઉદ્ઘાટન બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના હાથે કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત ઉદ્ઘાટન સમયે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. નવા રૂપરંગ સાથે ખુલ્લી મુકાયેલી હોટલમાં ઘણી નવી ખાસિયતો પણ ઉમેરાઈ છે.

  અમદાવાદની પતંગ હોટલ સાબરમતી નદીના કિનારે આવેલી છે. 24 ઓકટોબર, 2023 (મંગળવાર)ના રોજ અમદાવાદની ઓળખ સમાન આ હોટલને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સાબરમતીના કિનારે જોવા મળતી ઈમારતોમાં આ વર્તુળાકાર ઈમારત સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. આ હોટલની ઈમારત આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો છે. છેલ્લા ઘણા સમયથી આ હોટલ બંધ હાલતમાં હતી. જ્યારે હવે દશેરાના દિવસે તેને નવા રંગરૂપ સાથે ખુલ્લી મુકાઈ છે. આ હોટલનું ઉદ્ઘાટન બોલીવુડ એક્ટર સુનિલ શેટ્ટીએ કર્યું છે.

  શું છે પતંગ હોટલની નવી ખાસિયતો

  ધર્મદેવ ગ્રૂપની આ હોટલની શરૂઆત 1983માં થઈ હતી. ભારતે ઈંગ્લેન્ડને હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો એજ વર્ષે અમદાવાદમાં પતંગનો જન્મ થયો હતો. હવે અમદાવાદની પતંગ હોટલ નવી સુવિધાઓ અને ખાસિયતો સાથે ફરી ખુલ્લી મૂકવામાં આવી છે. પતંગ હોટલ ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિંગ હોટલ છે. સાથે જ આ હોટલમાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

  - Advertisement -

  જે પ્રકારે બુર્જ ખલીફા પર અલગ-અલગ દ્રશ્યો જોવા મળે છે, તે પ્રકારના દ્રશ્યો હવે અમદાવાદીઓ પણ નિહાળી શકશે. એ ઉપરાંત હોટલના મેનૂમાં ફેરફાર કરીને તેમાં વિવિધતા ઉમેરવામાં આવી છે. જેમાં યુરોપિયન સ્ટાઈલનું ઇન્ટિરિયર ઉમેરવામાં આવ્યું છે. આ હોટેલનું મેનૂ જાણીતા માસ્ટરશેફ અજય ચોપરા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

  ધર્મદેવ ગ્રુપના ચેરમેન ઉમંગ ઠક્કરનું કહેવું છે કે, પતંગમાં તેઓ સંપૂર્ણપણે શાકાહારી ભોજન પીરસવાનું ચાલુ રાખશે. પતંગના રિનોવેશન પ્રોજેક્ટ પાછળ અંદાજિત ખર્ચ 22 કરોડ સુધીનો થયો છે. પતંગમાં ગ્લોબલ કુઝિનની સાથે-સાથે આપણું પરંપરાગત ગુજરાતી ભોજન પણ પીરસવામાં આવશે.

  ઉપરાંત એક સેવાકીય કાર્ય પણ અહીં શરૂ કરવામાં આવશે. જેમાં એક NGO દ્વારા દર અઠવાડિયે 50 ગરીબ બાળકોને આ પતંગ હોટેલમાં નાસ્તો કરવા લઇ જવામાં આવશે. જ્યાં તેઓ નાસ્તો કરવાની સાથે સાથે ઊંચાઈ પરથી પોતાના અમદાવાદ શહેરની સુંદરતા માણી શકશે.

  હવે નવી ખાસિયતો સાથે શરૂ થયેલ આ હોટલના ભોજનના નવા ભાવ પણ બહાર પડાયા છે. નવા ભાવપત્રક મુજબ ગ્રાહકોએ સવારના ભોજન માટે ₹1299 અને સાંજના ભોજન માટે ₹1499 ચૂકવવાના રહેશે.

  દરેક ગ્રાહકને આ પૈસા ચૂકવ્યા બાદ દોઢ કલાકનો સમય મળશે જમવા માટે. આ હોટલને એક પૂરો ગોળ રાઉન્ડ મારવામાં 45 મિનિટનો સમય લાગશે.

  4 વર્ષના રિનોવેશન બાદ ઉદ્ધાટન

  છેલ્લા ચાર વર્ષથી આ હોટલનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. આ કાર્ય પૂર્ણ થયા બાદ આખરે 24 ઓક્ટોબરે તેને ફરી શરૂ કરવામાં આવી છે. હોટેલનો શુભારંભ સુનિલ શેટ્ટીએ કર્યો છે. આ દરમિયાન ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. અનેક લોકોએ ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો.

  અમદાવાદની આ પ્રસિદ્ધ હોટલ 4 વર્ષના વિરામ બાદ શરૂ કરાઈ છે. કોરોના અગાઉ આ હોટલને રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. હવે આ હોટલને નવા અંદાજ સાથે ખુલ્લી મૂકવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં