Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ મામલે રશિયન નાગરિકની ધરપકડ, સાયબર ક્રાઈમે મનાલીથી ઉઠાવ્યો;...

    અમદાવાદ: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ મામલે રશિયન નાગરિકની ધરપકડ, સાયબર ક્રાઈમે મનાલીથી ઉઠાવ્યો; પુસ્તકો અને રમકડાંમાં ડ્રગ્સ થતું હતું સપ્લાય

    આ રશિયન ગોવામાં રહીને આખી ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. તેની ગેંગમાં અન્ય કેટલાક વિદેશી નાગરિકો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ગેંગ અમદાવાદ, જયપુર, મુંબઈ, કલકત્તા અને દિલ્હી એરપોર્ટ પર ડ્રગ્સ મંગાવીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગોવામાં મોકલી દેતી હતી. આરોપી જે જગ્યાએ ડ્રગ આવવાનું હોય ત્યાં પહેલેથી હોટેલમાં રોકાઈને પાર્સલ લઈ લેતો હતો.

    - Advertisement -

    થોડા સમય પહેલાં અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરીને 46 લાખથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ છેક કેનેડાથી પુસ્તકો અને રમકડાંની આડમાં દેશભરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે એક રશિયન નાગરિકની ધરપકડ કરી છે. ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે આ રશિયન ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યો હતો.

    અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ મામલે અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા પાર્સલમાં એક પાર્સલ આ રશિયન નાગરિકનું પણ હતું. ધરપકડ બાદ આરોપીની ઓળખ કોલેસનિકોવ વેસિલી તરીકે થઇ છે. આ રશિયન નાગરિક ટુરિસ્ટ વિઝાપર 2014માં ભારતમાં આવ્યો હતો. ભારત આવીને તે ગોવામાં રહેતો હતો. તેના વિઝા વર્ષ 2020માં જ સમાપ્ત થઇ ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે આ રશિયન નાગરિકની પોલીસે મનાલીથી ધરપકડ કરવામાં આવી હતી. તે ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રગ મંગાવીને ગોવામાં મોકલતો હતો. નશાની આ હેરાફેરી માટે આરોપીને દર પાર્સલ ઉપર 100 ડોલર મળતા હતા. ધરપકડ બાદ કરવામાં આવેલી તપાસમાં પોલીસને આરોપી પાસેથી 3 બનાવટી આધારકાર્ડ, 6 બનાવટી ઈ-વિઝા તેમજ 4 જેટલા ડમી પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. ધરપકડ દરમિયાન તેની પાસે કોઈ ડ્રગ્સ નહોતું મળી આવ્યું. જેના કારણે તેના પર આઈપીસીની વિવિધ ધારાઓ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    અહેવાલોમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે આ રશિયન ગોવામાં રહીને આખી ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. તેની ગેંગમાં અન્ય કેટલાક વિદેશી નાગરિકો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ગેંગ અમદાવાદ, જયપુર, મુંબઈ, કલકત્તા અને દિલ્હી એરપોર્ટ પર ડ્રગ્સ મંગાવીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગોવામાં મોકલી દેતી હતી. આરોપી જે જગ્યાએ ડ્રગ આવવાનું હોય ત્યાં પહેલેથી હોટેલમાં રોકાઈને પાર્સલ લઈ લેતો હતો.

    કેનેડાથી બુક્સ અને રમકડાંમાં સપ્લાય થતું હતું ડ્રગ્સ

    ઉલ્લેખનીય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ભારતમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટ કેનેડામાંથી ચલાવવામાં આવતું હતું. ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાની મદદ વડે કેનેડા, અમેરિકા અને ફુકેટથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની થકી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. કસ્ટમ અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 46 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

    આ ડ્રગ્સ કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાપાયે ચાલી રહ્યું હતું. કેનેડાથી દેશભરમાં કોકેઈન અને કેનાબીજ જેવા માદક ડ્રગ્સ પદાર્થોને સપ્લાય કરવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં ડ્રગ્સને એક કુરિયર કંપની દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતું હતું. જાણવા મળી રહ્યું છે કે બુક્સ અને રમકડાંમાં ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. પુસ્તકના પેજમાં ડ્રગ્સ પલાળીને રાખવામાં આવતું હતું અને ડિલિવરી પછી પેજના નાના ટુકડાઓ કરીને ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું. આ સંપૂર્ણ ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગના સંયુક્ત પ્રયાસે મોટી સંખ્યામાં ડ્રગ્સથી યુકત બુક્સ અને રમકડાં ઝડપી પાડ્યાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં