Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં પ્રથમવાર ધર્માંતરણ માટે દબાણ કરનાર પાદરીને કોર્ટે સજા ફટકારી: બીભત્સ ફોટાથી...

  ગુજરાતમાં પ્રથમવાર ધર્માંતરણ માટે દબાણ કરનાર પાદરીને કોર્ટે સજા ફટકારી: બીભત્સ ફોટાથી અમદાવાદની સગીરાને કરતો હતો બ્લેકમેલ, કોર્ટે કહ્યું- ‘પાદરી ગેરમાર્ગે દોરવાની માનસિકતા ધરાવે છે’

  પીડિતાએ ચર્ચ જવાનું બંધ કર્યા બાદ પણ આરોપી પાદરીએ તેનો પીછો નહોતો છોડ્યો. તે સગીરાના પિતાના ફોનમાં વિડીયો કોલ કરતો અને સગીરા સાથે વાત કરતો. આ દરમિયાન તેણે સગીરાના બિભીત્સ ફોટા પાડી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પાદરી માત્ર 17 વર્ષની સગીરાને 'આઈ લવ યુ' જેવા મેસેજ પણ કરતો.

  - Advertisement -

  ધર્માંતરણ મામલે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. અમદાવાદની સગીરાને બીભત્સ ફોટા પાડી ધર્માંતરણ કરવા દબાણ કરનાર પાદરીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ધર્માંતરણના મામલે કોઈ પાદરીને સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આરોપ છે કે પાદરીએ માત્ર 17 વર્ષની સગીરાના બીભત્સ ફોટા પાડીને તેને અને તેના પરિવારને ધર્માંતરણ કરવા દબાણ કર્યું હતું. કોર્ટે આ પાદરીને 3 વર્ષની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો આર્થિક દંડ પણ કર્યો છે.

  અહેવાલો મુજબ પીડિતા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહે છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ 17 વર્ષીય સગીરાને તેના પડોશમાં રહેતી મહિલાએ પાદરીનો સંપર્ક કરાવ્યો હતો. પાદરીના સંપર્કમાં આવ્યા બાદ સગીરા એક વાર ચર્ચ પણ ગઈ હતી. જે બાદ આરોપી ગુલાબન પરીખન મસીહ નામના પાદરીએ તેનું બ્રેઈન વોશ કરવાનું શરુ કરી દીધું હતું. તે સગીરાને કહેતો કે ખ્રિસ્તી ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ છે જ નહીં. સાથે જ તે સગીરાને ધર્માંતરણ કરવા દબાણ કરવા લાગ્યો હતો. જે બાદ પીડિતાએ ચર્ચ જવાનું બંધ કરી દીધું હતું.

  બીભત્સ ફોટા પાડ્યા, બ્લેકમેલ કરી, ભગવાનની છબી અને મંદિર તોડ્યું

  ઉલ્લેખનીય છે કે પીડિતાએ ચર્ચ જવાનું બંધ કર્યા બાદ પણ આરોપી પાદરીએ તેનો પીછો નહોતો છોડ્યો. તે સગીરાના પિતાના ફોનમાં વિડીયો કોલ કરતો અને સગીરા સાથે વાત કરતો. આ દરમિયાન તેણે સગીરાના બીભત્સ ફોટા પાડી લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પાદરી માત્ર 17 વર્ષની સગીરાને ‘આઈ લવ યુ’ જેવા મેસેજ પણ કરતો. સગીરાએ ધર્માંતરણ કરવાની ના પાડતા પાદરીએ તેને ધમકાવાનું શરુ કરી દીધું હતું. પીડિતાના વાંધાજનક ફોટાને લઈને પણ તે બ્લેકમેલ કરતો હતો. આ દરમિયાન આરોપી પાદરીએ સગીરાના પરિવારજનોને પણ આ આપત્તિજનક ફોટા બતાવી ધર્માંતરણ કરવા દબાણ કર્યું હતું.

  - Advertisement -

  કહેવામાં આવી રહ્યું છે કે સગીરાએ ચર્ચ જવાનું બંધ કરતા આ ખ્રિસ્તી પાદરીએ પોતાના 2 માણસોને તેના ઘરે મોકલ્યા હતા. જેમણે સગીરાના ઘરે જઈ ઘરમાં રહેલા મંદિરને જોઈ ‘આમાં શેતાન છે’ કહી ભગવાનની મૂર્તિ સહિત મંદિરને ઘરની બહાર લઇ જઈ તોડી નાંખ્યું હતું.

  પાદરી ગેરમાર્ગે દોરવાની માનસિકતા ધરાવે છે: ન્યાયાલય

  ઉલ્લેખનીય છે કે અમદાવાદની સગીરાને બીભત્સ ફોટા પાડી ધર્માંતરણ કરવા દબાણ કરનાર પાદરીને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી હોવાની ઘટના ગુજરાતમાં પ્રથમ વાર બની છે. પાદરીને સજા ફટકારતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસમાં પાદરીએ સગીર વયની બાળકીને ધર્માંતરણ કરવા દબાણ કર્યું છે. સમાજને ગેરમાર્ગે દોરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા આ પાદરીને સમાજમાં દાખલારૂપ સજા થવી જોઇએ.

  આ કેસમાં કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા પાદરીને 3 વર્ષની આકરી જેલની સજા અને 10 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં