Thursday, May 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: ગૅંગ બનાવી હપ્તા ઉઘરાવતા હતા શરીફ, અજીમખાન અને બાલમખાન, ગુજસીટોક હેઠળ...

    અમદાવાદ: ગૅંગ બનાવી હપ્તા ઉઘરાવતા હતા શરીફ, અજીમખાન અને બાલમખાન, ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ઘર પર ફરી વળ્યું બુલડોઝર

    વિસ્તારના સામાન્ય લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવા અને એટલું જ નહીં પરંતુ મારામારી કરવી એ આ ગેંગ માટે સામાન્ય બાબત બની ગઈ હતી.

    - Advertisement -

    અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સામાન્ય નાગરિકો માટે માથાનો દુઃખાવો બનેલા ગુજસીટોકના આરોપીના ઘર પર સરકારે બુલડોઝર ફેરવી નાંખ્યું છે. આરોપી શરીફ ખાન અને તેના પરિવારના અન્ય સભ્યો ખંડણી ઉઘરાવતા હતા અને જો કોઈ આસપાસ બાંધકામ કરે તો તેમને પણ ધમકી આપી રૂપિયા પડાવતા હતા. 

    રિપોર્ટ અનુસાર, જમાલપુરના શરીફખાન પઠાણ, અજીમખાન પઠાણ અને બાલમખાન પઠાણ ત્રણ ભાઈઓ, બાલમખાનના બે પુત્રો હમઝા પઠાણ અને શેરબાઝ પઠાણ તેમજ અન્ય એક સાગરીત મહઝરખાન પઠાણ એમ કુલ છ જણાની ગેંગ બનાવી હતી. જેઓ મારામારી, ધમકી, હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ અને ખંડણી જેવા ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. 

    આ ગેંગે મળીને 7થી વધુ પ્રકારના અલગ-અલગ ગુનાઓને અંજામ આપી વિસ્તારમાં આતંક મચાવતાં પોલીસે આરોપીઓ સામેં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે આજે સવારે કોર્પોરેશન સાથે મળીને ગુજસીટોકના આરોપીના ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. 

    - Advertisement -

    આ મામલે અમદાવાદના પોલીસ અધિકારી અને ડીસીપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ આરોપીઓ જમાલપુર, કાગડાપીઠ, એસટી જેવા વિસ્તારમાં સામાન્ય લોકો પાસેથી પણ હપ્તા ઉઘરાવતા હતા અને એટલું જ નહીં પરંતુ કોઈ નાનુંમોટું રિનોવેશન કરે તોપણ તેમની પાસેથી પૈસા પડાવતા હતા. આ આરોપીઓ સામે અત્યાર સુધીમાં 37 ફરિયાદો થઇ હતી અને હવે તેમની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    વિસ્તારના સામાન્ય લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવા અને એટલું જ નહીં પરંતુ મારામારી કરવી એ આ ગેંગ માટે સામાન્ય બાબત બની ગઈ હતી. જો કોઈ પૈસા આપવાનો ઇનકાર કરે તો તેઓ તેમની ઉપર હુમલો પણ કરી દેતા હતા. 

    છેલ્લા 8 વર્ષથી સક્રિય આ ગેંગના સભ્યો સામે અનેક કેસો નોંધાયા ચૂક્યા છે, જેમાંથી મુખ્ય આરોપી હમઝા સામે 18, શરીફ ખાન સામે 12, બાલમ ખાન સામે 9, અજીમ ખાન સામે 8, શેરબાઝ ખાન સામે 6 અને મઝહર ખાન સામે 3 ગુનાઓ દાખલ થયા છે. જેમાંથી પોલીસે શરીફ ખાન અને શેરબાઝ ખાનની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હમઝા ખાન અને અજીમ ખાન પહેલેથી જ જેલમાં છે. આગામી દિવસોમાં તેમના ટ્રાન્સફર વોરન્ટ મેળવવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં