Wednesday, May 8, 2024
More
    હોમપેજરાજકારણવડોદરા બાદ સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો...

    વડોદરા બાદ સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર: અંગત કારણોસર પરત ખેંચી ઉમેદવારી

    ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, "હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ણી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું."

    - Advertisement -

    ગુજરાતના રાજકારણમાં શનિવારે (23 માર્ચ) ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ હવે વધુ એક ઉમેદવારે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. જાણવા મળી રહ્યું છે કે, સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડાવનો ઇનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે.

    સાબરકાંઠા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે, “હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ણી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.”

    ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર (ફોટો: X)

    નોંધનીય છે કે, ભાજપે 13 માર્ચના રોજ જારી કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં સાબરકાંઠાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. સાબરકાંઠાના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની જગ્યાએ અરવલ્લીના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે તેમણે પણ ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે.

    - Advertisement -

    વડોદરા બેઠકના ઉમેદવાર રંજન ભટ્ટે પણ દર્શાવી અનિચ્છા

    ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલાં જ વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. તેમણે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અંગત કારણોસર તેઓ વડોદરા બેઠક પરથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવે છે.

    રંજનબેન ભટ્ટ બે ટર્મથી વડોદરા લોકસભાથી ભાજપ સાંસદ છે. 2014માં પીએમ મોદી વડોદરા બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ વારાણસી અને વડોદરા એમ બે બેઠકો પરથી જીત બાદ નિયમો અનુસાર એક બેઠક છોડવાની હોવાથી તેમણે વડોદરાથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટી રંજનબેનને ટીકીટ આપી હતી. 2019માં પણ તેમને જ રીપીટ કરવામાં આવ્યાં.

    વડોદરા બેઠક પરથી રંજનબેને અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત લઇ લેતાં હવે આ બંને બેઠકો પર અન્ય ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ ભાજપ નવા ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. અન્ય 4 બેઠકો જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણા પર પણ ઉમેદવારોની જાહેરાત આ સાથે જ કરવામાં આવી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં