Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતમહિલા કૉચને રૂમમાં બોલાવવા માટે ફોન-મેસેજ કરીને હેરાન કરવાનો આરોપ, બોટાદ જિલ્લા...

    મહિલા કૉચને રૂમમાં બોલાવવા માટે ફોન-મેસેજ કરીને હેરાન કરવાનો આરોપ, બોટાદ જિલ્લા હેન્ડબોલ ટીમનો કૉચ ઇમરાન પઠાણ સસ્પેન્ડ: કાર્યવાહી શરૂ

    મહિલા કૉચે કહ્યું હતું કે આરોપી ઇમરાન પઠાણ તેમને રૂમમાં આવવા ઉપરા-છાપરી ફોન અને મેસેજ કરી રહ્યો હતો." અન્ય એક અહેવાલમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કૉચ ઇમરાન તે સમયે દારૂના નશામાં હતો.

    - Advertisement -

    દારૂના નશામાં એક મહિલા કોચની જાતીય સતામણી કરવાના આરોપસર બોટાદ જિલ્લાના હેન્ડબોલ ટીમના કોચને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે મહિલાને રૂમમાં બોલાવવા માટે ફોન-મેસેજ કર્યા હતા. કૉચની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    વધુ વિગતો અનુસાર, તાજેતરમાં ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ ખાતે એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ફ્લેગશિપ ઇવેન્ટ યોજાઈ હતી. આ દરમિયાન બોટાદ હેન્ડબોલ ટીમના કૉચ ઇમરાન પઠાણ પર એક મહિલા કૉચે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગત 12 ફેબ્રુઆરીએ ઘટી હતી. 16 ફેબ્રુઆરી 2024ના રોજથી 18 ફેબ્રુઆરી સુધી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ હોવાના કારણે વાતને બહાર નહોતી પાડવામાં આવી. ત્યારે હવે કાર્યક્રમ પૂર્ણ થતાં જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર ઘટના સામે આવ્યા બાદ ઇમરાન વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આયોજનમાં 615 જિલ્લામાંથી 5,558 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને નેશનલ લેવલના આ આયોજનમાં ખલેલ ન પડે તે માટે થઈને કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યવાહી નહોતી કરવામાં આવી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આરોપી કૉચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    દારૂના નશામાં મહિલા કૉચને ફોન-મેસેજ કરી રૂમમાં બોલાવી રહ્યો હતો- રિપોર્ટ

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બોટાદના હેન્ડબોલ ટીમના કૉચ પર છેડતીનો આરોપ છે. તેની સામે મહિલા કોચે પોતે જ સતામણીનો આરોપ લગાવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મહિલા કૉચે આરોપ લગાવતા કહ્યું હતું કે તે તેમને રૂમમાં આવવા ઉપરા-છાપરી ફોન અને મેસેજ કરી રહ્યો હતો.” અન્ય એક અહેવાલમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કૉચ ઇમરાન તે સમયે દારૂના નશામાં હતો.

    તેમણે વધુમાં કહ્યું કે, “મહિલા કૉચે જાણ કરતાં સાથે જ તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની સરકારમાં પણ ઉચ્ચસ્તરે જાણ કરી દેવામાં આવી છે.” ઉલ્લેખનીય છે કે અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે સતામણીની આ ઘટના ગાંધીનગર સ્થિત SAG કેમ્પસની પાછળની હોસ્ટેલમાં બની હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે આરોપી કૉચ ઇમરાન પઠાણ જેના પર છેડતી કરવાનો આરોપ છે તે વર્ષ 2015થી સરકારી કર્મચારી તરીકે કામ કરી રહ્યો છે. 18 ફેબ્રુઆરી 2024ના રોજ સ્પોર્ટ્સ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તરત જ તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં