Friday, May 3, 2024
More
    હોમપેજક્રાઈમવડગામમાં રિયાઝખાન લોહણી સહિત 11 લોકોએ ઘાતક હથિયારો સાથે રિસોર્ટ પર કર્યો...

    વડગામમાં રિયાઝખાન લોહણી સહિત 11 લોકોએ ઘાતક હથિયારો સાથે રિસોર્ટ પર કર્યો હુમલો: બે જીવતા કારતૂસ અને પિસ્તોલ સાથે પોલીસે પાંચ આરોપીને દબોચ્યા

    નાવીસણા ગામનો રિયાઝખાન લોહણી 'તમે બહારના છો, તમે અમારા ગામમાં રિસોર્ટ અને જમીન કેમ ખરીદી છે' તેમ કહીને રિસોર્ટની સંભાળ રાખતા ભવાનસિંહને વારંવાર હેરાન કરતો હતો.

    - Advertisement -

    વડગામ તાલુકાના નાવીસણા ગામે આવેલ એક પ્રાઇવેટ રિસોર્ટ પર કબજો કરવા માટે પિસ્તોલ, તલવાર, ધારિયાં સહિતના ઘાતક હથિયારો સાથે આવેલા શખ્સોએ રિસોર્ટ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરનાર ઈસમોએ રિસોર્ટના માલિકને બહાર કાઢી રિસોર્ટમાં તોડફોડ કરી હતી. આ બનાવને લઈ વડગામ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના બાદ છાપી પોલીસે ચાર લોકો નામજોગ અને અન્ય સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાંચ આરોપીની સોમવારે (21 ઓગસ્ટે) અટકાયત પણ કરી હતી. જ્યારે માસ્ટરમાઈન્ડ રિયાઝખાન ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.

    અહેવાલોના જણાવ્યા અનુસાર વડગામના નાવીસણા રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક સાહેદાબેન સોકતભાઈ થરાદરા પાસેથી લખમનસિંહ દોલાજી ચૌહાણે રિસોર્ટ ખરીદ્યો હતો અને તેની ખેતીની જમીન મુસ્તુફાભાઈ નશિરભાઈ ઢાપાએ ખરીદી હતી. આ સમગ્ર મામલે નાવીસણા ગામનો રિયાઝખાન લોહણી ‘તમે બહારના છો, તમે અમારા ગામમાં રિસોર્ટ અને જમીન કેમ ખરીદી છે’ તેમ કહીને રિસોર્ટની સંભાળ રાખતા ભવાનસિંહને વારંવાર હેરાન કરતો હતો. જ્યારે શનિવારે રાત્રે લગભગ દસેક લોકોનું ટોળું તલવારો, લાકડી, ધારીયા જેવા ઘાતક હથિયારો લઈને રિસોર્ટમાં ઘૂસી ગયા હતા. રિસોર્ટમાં ઘૂસી તોડફોડ કરી ત્યાં આવેલા લોકોને બહાર તગેડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    પોલીસે પાંચ આરોપીને જીવતા કારતૂસ અને પિસ્તોલ સાથે દબોચ્યા

    આ મામલાની જાણ છાપી પોલીસને થતાં પીએસઆઈ એસ.જે પરમાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ગેરકાયદેસર રિસોર્ટમાં ઘૂસી તોડફોડ કરનારા ચાર શખ્સો સામે નામજોગ તેમજ અન્ય સાત સામે તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી અંતર્ગત લખમનસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચાલુ કરી હતી. તપાસ દરમિયાન પાંચ હુમલાખોરોને પોલીસે દબોચ્યા હતા. તેની પાસેથી પોલીસે બે જીવતા કારતૂસ તેમજ પિસ્તોલ કબજે કરી હતી.

    - Advertisement -

    રિસોર્ટ ઉપર હુમલો કરી તોડફોડ કરવાના આરોપમાં પોલીસે પાંચ હુમલાખોરોને પકડ્યા હતા. આ હુમલાખોરોમાં માસ્ટર માઇન્ડ ગણાતા આરોપી રિયાઝખાન આઝમખાન લોહણી દ્વારા પિસ્તોલ આપવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. માસ્ટર માઇન્ડ રિયાઝખાન લોહણી ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાનું પીએસઆઈ એસ.જે.પરમારે જણાવ્યું હતું. એ સિવાય પોલીસે પાંચ આરોપીને દબોચ્યા હતા. જેના નામ (1) જમશેરખાન ઉર્ફે જમસો મોહમદખાન બિહારી, (2) આમીરખાન અકબરખાન બિહારી, (3) કાસમખાન ઉર્ફે ફોજી મોજમખાન ચૌહાણ, (4) સંજયભાઈ નાનજીભાઈ ડાભી (5) અને રહીમખાન ઈબ્રાહીમખાન લુહાની હોવાનું સામે આવ્યું હતુ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં