Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતભરૂચના જંબુસર પાસે દરિયામાંથી માછીમારોને મળી આવ્યું સ્ફટિકનું શિવલિંગ, અંદર છે ચાંદીનો...

    ભરૂચના જંબુસર પાસે દરિયામાંથી માછીમારોને મળી આવ્યું સ્ફટિકનું શિવલિંગ, અંદર છે ચાંદીનો શેષનાગ અને શંખ: સ્થાનિક શિવમંદિરમાં રખાશે

    વજન વધુ હોવાથી તે દરિયાની જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ તેમણે કિનારેથી તેમના બીજા સાથીદારોને બોલાવ્યા અને સૌએ ભેગા મળીને શિવલિંગને એક બોટમાં નાખી તેને કિનારે પહોચાડ્યું હતું. જ્યાં કિનારે લાવીને માછીમારોએ શિવલિંગને સ્વચ્છ પાણીથી સાફ કર્યું હતું.

    - Advertisement -

    ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી નજીક દરિયામાંથી સ્ફટિકનું શિવલિંગ મળી આવ્યું છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયામાં તરતું શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ તેને અન્ય માછીમારોની મદદથી કિનારે લાવવામાં આવ્યું. શિવલિંગ મળ્યાની વાત વાયુવેગે ફેલાઈ જતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કાવી-કંબોઈ તીર્થથી થોડે દૂર આવેલા ધનકા તીર્થ અખાત બંદરે કાળીદાસ વાઘેલા અને તેના સાથીમિત્રો નિત્યક્રમ મુજબ માછીમારી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમુદ્રમાં માછલી પકડવા માટે જાળ પાથરી હતી. આ દરમિયાન જાળમાં કોઈ મોટી ચીજ ફસાઈ હોવાનો આભાસ થતાં માછીમારોએ જાળ તપાસી જોતાં તેમાં કોઇ પથ્થર જેવી ચીજ હોવાનું દેખાયું. માછીમારોએ ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે, જાળમાં કોઇ પથ્થર નહીં પરંતુ એક સ્ફટિકનું પૂર્ણ આકારનું શિવલિંગ હતું.

    માછીમારોને મળેલા શિવલિંગનું વજન વધુ હોવાથી તે દરિયાની જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ તેમણે કિનારેથી તેમના બીજા સાથીદારોને બોલાવ્યા અને સૌએ ભેગા મળીને શિવલિંગને એક બોટમાં નાખી તેને કિનારે પહોચાડ્યું હતું. જ્યાં કિનારે લાવીને માછીમારોએ શિવલિંગને સ્વચ્છ પાણીથી સાફ કર્યું હતું. માછીમારોને મળી આવેલા શિવલિંગની ઉંચાઈ આશરે અઢી ફૂટ છે અને વજન 100 કિલોની આસપાસ છે.

    - Advertisement -

    માછીમારોને મળેલા શિવલિંગની અંદર ચાંદીનો શેષનાગ, શંખ અને એક વિશેષ મૂર્તિ દેખાતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લખનીય છે કે જ્યાંથી શિવલિંગ મળ્યું તે જગ્યાની થોડે દૂર જ સ્તંભેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલુ છે જ્યાં હજારોની સંખ્યામાં શિવભકતો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી શિવભકતોનું ટોળું દર્શન માટે ઉમટી પડ્યું હતુ,

    સ્ફટિકથી બનેલા વિશાળ શિવલિંગને જોતાં ભક્તો અભિભૂત થઇ ગયા હતા. માછીમારોનો શિવલિંગ સાફ કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સ્થાનિક ગ્રામજનો શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા આસપાસના કોઈ શિવાલયમાં સ્થાપિત કરવાની વિચારણા કરી રહ્યા છે. શિવલિંગ મળ્યા બાદ માછીમારોએ તેની જાણ કાવીના સ્થાનિક PSIને કરી હતી, જેમણે જણાવ્યું કે આ શિવલિંગ ગામના શિવ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં