Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણી: 17માંથી 16 મહાનગરપાલિકામાં ભાજપ આગળ, સપા-કોંગ્રેસનું ખાતું પણ...

    ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણી: 17માંથી 16 મહાનગરપાલિકામાં ભાજપ આગળ, સપા-કોંગ્રેસનું ખાતું પણ ન ખૂલ્યું; નગરપાલિકા-પંચાયતોમાં પણ ભગવો લહેરાવાના અણસાર

    મહાનગરપાલિકાઓમાં ભાજપ એકતરફી જીત તરફ, નગરપાલિકા અને નગર પંચાયતોમાં સપા-બસપાએ ટક્કર આપી, કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નહીં.

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા સાથે આજે ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીનાં પરિણામો પણ જાહેર કરવામાં આવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું છે અને અભૂતપૂર્વ પરિણામો મેળવ્યાં છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયત- ત્રણેયમાં ભાજપ આગળ છે. 

    રાજ્યના 75 જિલ્લાઓમાં કુલ 760 લોકલ બોડી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. જેમાંથી 17 મહાનગરપાલિકાઓ, 199 નગરપાલિકા અને 544 નગર પંચાયતો છે. પહેલા તબક્કામાં 37 અને બીજા તબક્કામાં 38 જિલ્લાઓમાં મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 52 ટકા અને બીજા તબક્કામાં 53 ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું. હવે આજે પરિણામો ઘોષિત કરવામાં આવ્યાં છે. 

    કુલ 17 મહાનગરપાલિકાઓમાંથી ભાજપ 16 પર આગળ છે. જ્યારે એકમાં બહુજન સમાજ પાર્ટી આગળ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. ઝાંસી મહાનગરપાલિકામાં ભાજપે જીત મેળવી લીધી છે. જ્યારે બરેલી, અયોધ્યા, લખનૌ વગેરે મહાનગરપાલિકાઓમાં પણ ભાજપ જ આગળ ચાલી રહી છે. 

    - Advertisement -

    નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકાની કુલ 199 બેઠકોમાંથી 92 પર ભાજપ આગળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી 36 અને બહુજન સમાજ પાર્ટી 20 પર આગળ ચાલી રહી છે. અન્ય પાર્ટીઓ અને અપક્ષો 46 નગરપાલિકા બેઠકો પર આગળ છે. કોંગ્રેસ માત્ર 5 બેઠકો પર આગળ ચાલી રહી છે. 

    કુલ 544 નગર પંચાયત બેઠકોમાંથી 159 પર ભારતીય જનતા પાર્ટી આગળ છે. સમાજવાદી પાર્ટી 71 બેઠકો પર જ્યારે બહુજન સમાજ પાર્ટી 37 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો 144 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન અહીં પણ નબળું જ રહ્યું છે અને માત્ર 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. 

    આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવનાર છે ત્યારે તે પહેલાં આ ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણીઓને અગત્યની માનવામાં આવી રહી હતી અને તમામ પાર્ટીઓએ વધુમાં વધુ બેઠકો જીતવા માટે કમર કસી હતી. જેમાં ભાજપ બાજી મારતી જોવા મળી રહી છે. બીજી તરફ, નગરપાલિકા અને પંચાયતોમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ટક્કર આપી રહી છે, જ્યારે કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં જ જોવા મળી રહી નથી. 

    (નોંધ: આ આંકડાઓ બપોરે 1 વાગ્યા સુધીની સ્થિતિ પ્રમાણેના છે.)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં