Friday, November 22, 2024
More
    હોમપેજદેશશું પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને OBCમાં સમાવ્યા?: જાણો...

    શું પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને OBCમાં સમાવ્યા?: જાણો કોંગ્રેસ સમર્થકો દ્વારા શેર કરવામાં આવી રહેલી ક્રોપ્ડ વિડીયો ક્લિપની વાસ્તવિકતા

    - Advertisement -

    લોકસભા ઈલેકશનની તારીખો જાહેર થઇ ત્યારથી લઈને પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું ત્યાં સુધીમાં મોદી વિરોધીઓ અને કોંગ્રેસીઓએ સોશિયલ મીડિયા પર અનેક જુઠ્ઠાણાઓ ચલાવ્યા. અનેક એવા દાવા કરવામાં આવ્યા જે પછીથી ખોટા સાબિત થયા. ઑપઇન્ડિયાએ પણ અનેક ફેક્ટચેક કરીને આવા તત્વોને ઉઘાડા પડવાનું કાર્ય કર્યું. તેવામાં ફરી એક વાર કોંગ્રેસ સમર્થક ગેંગ સક્રિય થઇ છે અને સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ભ્રામક દાવા કરી રહી છે. આ ગેંગ સતત તેવો પ્રચાર કરવા મથી રહી છે કે પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને OBCમાં સમાવવામાં આવ્યા હતા.

    કોંગ્રેસ સમર્થકો દ્વારા આ પ્રકારના દાવા તેવા સમયમાં કરવામાં આવી રહ્યા છે, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને પાર્ટીની મનશાને ઉઘાડી પડી રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના ટોંક અને સવાઈ માધોપુર ખાતે એક વિશાળ જનસભા સંબોધી તે સમયે કહ્યું હતું કે, કોંગ્રેસ દલિતો અને ઓબીસીનો અધિકાર મુસ્લિમોને આપવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, “જ્યારે કોંગ્રેસ અને I.N.D.I ગઠબંધન સત્તામાં હતા ત્યારે આ લોકો દલિતો અને ઓબીસીના અનામતમાં ભંગ કરીને પોતાની ખાસ વોટબેંકને અલગથી અનામત આપવા માંગતા હતા, જ્યારે બંધારણ સંપૂર્ણપણે તેની વિરુદ્ધ છે.”

    પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બાબાસાહેબે દલિતો, પછાતો અને આદિવાસી સમાજને જે અનામતનો અધિકાર આપ્યો છે, તેમાં કોંગ્રેસ અને I.N.D.I ગઠબંધન ધર્મના આધાર પર મુસલમાનોને આપવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે “કોંગ્રેસના આ ષડયંત્રો વચ્ચે મોદી આજે ખુલ્લા મંચ પરથી તમને ગેરેંટી આપી રહ્યો છે કે દલિતો, પછાતો અને આદિવાસી સમાજની અનામતનો અંત નહીં આવે અને ન તો ધર્મના નામે ભાગલા પાડવા દેવામાં આવશે.” તેમણે પુનરોચ્ચાર કર્યો – આ મોદીની ગેરંટી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની વિચારસરણી હંમેશા તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિ રહી છે, 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ તેનું પહેલું કામ હતું – આંધ્રપ્રદેશમાં એસસી/એસટીની અનામતને ઓછી કરીને મુસ્લિમોને આપવાનો પ્રયાસ.”

    - Advertisement -

    કોંગ્રેસ સમર્થકોએ શરૂ કરી દીધા ભ્રામક દાવા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવી કોંગ્રેસની મનશા ઉઘાડી પાડી, કે તરત જ કોંગ્રેસી ગેંગ એક્ટીવ થઇ ગઈ. આ ગેંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક જૂના વિડીયો ક્લિપને ક્રોપ કરીને શેર કરવાનું શરૂ કરી દીધું. માત્ર 17 સેકંડની આ ક્લિપના આગળ અને પાછળના વિડીયોને કાપીને તેવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીએ ગુજરાતના મુસ્લિમોને OBCમાં કેટેગરીમાં ઉમેરીને લાભ અપાવ્યો.

    માત્ર 17 સેકંડના આ વિડીયોમાં વડાપ્રધાન મોદીને કહેતા સાંભળી શકાય છે કે, “મુસ્લિમ સંપ્રદાયમાં, હું સમજી રહ્યો છું કે 70 જાતિઓ એવી છે જે OBC છે અને મારા ગુજરાતમાં જયારે હું હતો, તેમને OBCની કેટેગરીમાં બેનીફીટ મળતા હતા. મેં ક્યારેય મીડિયામાં નથી કહ્યું.”

    જોકે કોંગ્રેસીઓ દ્વારા શેર કરવામાં આવેલો આ 17 સેકંડની ક્લિપ પોતે જ તે વાતની સાબિતી છે કે તેમના દાવા ખોટા છે. જો ધ્યાનથી સાંભળવામાં આવે તો ક્લિપમાં તેમણે ક્યાય તેવું નથી કહ્યું કે તેમણે ગુજરાતના મુસ્લિમોને OBCના લાભ અપાવ્યા. તેઓ પોતાની વાતમાં માત્ર ઉલ્લેખ કરી રહ્યા છે કે તેમના કાર્યકાળ દરમિયાન મુસ્લિમોને OBCના લાભ મળતા હતા. તે છતાં ઑપઇન્ડિયાએ તે દિશામાં તપાસ શરૂ કરી કે કોંગ્રેસ સમર્થકોના દાવા અનુસાર શું વાસ્તવમાં પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા મુસ્લિમોને OBCમાં સમાવ્યા?

    શું છે આખા દાવાનું સત્ય?

    તે વાસ્તવિકતા છે કે મુસ્લિમોમાં આવતી અનેક જાતિઓને વિભિન્ન રાજ્યોમાં લગભગ ચાર દશકાઓથી OBCના લાભ મળી રહ્યા છે. UPA સરકારમાં કેન્દ્રીય OBC કોટમાં અનેક મુસ્લિમોને આરક્ષણ આપવામાં આવ્યું. ગુજરાતમાં પણ જે મુસ્લિમોને લાભ મળ્યા તે પીએમ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પહેલાના આપવામાં આવ્યા હતા.

    મજાની વાત તો તે છે કે, તે વાત ચોખ્ખી દીવા જેવી છે કે પીએમ મોદી જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે 14 જાતિઓને અને અમુક સંપ્રદાયોને આ સૂચિમાં જોડવામાં આવ્યા હતા. તપાસમાં તે પણ સામે આવ્યું કે ગુજરાતના જે મુસ્લિમો OBCનો લાભ મેળવી રહ્યા છે, તેમને તત્કાલીન સીએમ મોદીના કાર્યકાળ પહેલા તેમાં સમાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ 7 ઓકટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વર્ષ 2014 સુધી તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સૂચિમાં 7 એવા ઉદાહરણ છે જેમાં સરકારે હસ્તક્ષેપ કર્યો હોય. તેમાં કમલી, તંબોળી, ગરવી, ગુરવ, કલાલ (હિંદુ), સંઘાર (હિંદુ), નાગરચી, કાયસ્થ, ગાંધર્વ (હિંદુ) દરજી, કાઠી અને આહીર ગોર, કુરુહીન શેટ્ટી અને હાજરી (રાજપૂત)નો સમાવેશ થતો હતો.

    કલાલ મુસ્લિમો પહેલેથી OBC: મોદીના મુખ્યમંત્રી કાળમાં હિંદુ કલાલને મળ્યું આરક્ષણ

    આમાં એક નોંધનીય ઉદાહરણ ગુજરાતની કલાલ જાતિનું છે. ગુજરાતમાં કલાલ જાતી મુસ્લિમ અને હિંદુ બંનેમાં આવે છે. તેમ છતાં પહેલા મુસ્લિમ કલાલનો OBCમાં સમાવેશ કરવામાં આવ્યો. હિંદુ કલાલ સમુદાયને વર્ષ 2005 સુધી OBCના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ નરેદ્ર મોદીની સરકારમાં હિંદુ કલાલને OBCની સૂચિમાં સંમેલિત કરવામાં આવ્યા.

    મજાની વાત તે છે કે ગુજરાત સરકારે મુસ્લિમોની 31 જાતિઓને આરક્ષણ આપવામાં આવ્યું છે. તેમાંથી 29 જાતિઓને કોંગ્રેસ સરકારના રાજમાં આરક્ષણ મળ્યું હતું. ભાજપના નેતૃત્વવાળી સરકારોમાં અનામતના દાયરામાં મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા બે દાખલા છે, એક ડિસેમ્બર 1995માં અને બીજો સપ્ટેમ્બર 1996માં, પરંતુ તે સમયે સરકારનો કારભાર મોદી પર ન હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં