Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણમુસ્લિમ, યહૂદી અને ખ્રિસ્તી….મોહનદાસ ગાંધીના એ વિચાર, જેના કારણે ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસ...

    મુસ્લિમ, યહૂદી અને ખ્રિસ્તી….મોહનદાસ ગાંધીના એ વિચાર, જેના કારણે ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસ ખુલવામાં લાગી ગયાં 45 વર્ષ 

    યહૂદીઓ માટે અલગ દેશ બનાવવાના વિરોધમાં ગાંધી લખે છે કે, “યહૂદીઓના ધાર્મિક પુસ્તકમાં લખવામાં આવેલ પેલેસ્ટાઇન કોઇ ભૌગોલિક સ્થિતિ નથી. એ તેમના મનમાં છે. જો યહૂદીઓ પેલેસ્ટાઈનમાં વસવા પણ માંગતા હોય તો બ્રિટીશ હથિયારોના પડછાયા હેઠળ આમ કરવું ખોટું છે."

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર હુમલો કરી દીધા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં તેને વખોડી કાઢ્યો હતો અને મિત્ર રાષ્ટ્ર ઇઝરાયેલને સમર્થન પણ આપ્યું હતું. પણ બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધોનો આલેખ પહેલેથી સુરેખ રહ્યો નથી. મોહનદાસ ગાંધીના અમુક વિચારોના કારણે ભારતે સ્વતંત્રતા પછી પણ 45 વર્ષો સુધી ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા ન હતા. 

    મોહનદાસ ગાંધીના યહૂદીઓ પ્રત્યેના અમુક વિચારો એવા હતા જેના કારણે ભારતે સ્વતંત્રતા પછી પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું. જોકે, પછી પરિસ્થિતિઓ બદલાઈ અને વર્ષ 1992માં ભારતે ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. હકીકતે ગાંધી ઈઝરાયેલના નિર્માણના પક્ષમાં જ ન હતા. 

    એમકે ગાંધીએ 26 નવેમ્બર, 1938ની પત્રિકા ‘હરિજન’માં લખ્યું હતું, “યહૂદીઓ માટે પોતાના દેશની માંગ મને પ્રભાવિત કરતી નથી.” આગળ તેઓ લખે છે કે, પેલેસ્ટાઇન પર આરબોનો હક છે, જે રીતે ઈંગ્લેન્ડ પર અંગ્રેજોનો અને ફ્રાંસ પર ફ્રેંચ લોકોનો. યહૂદીઓને પેલેસ્ટેનિયનો પર થોપવામાં આવે એ અયોગ્ય અને અમાનવીય હશે. 

    - Advertisement -

    યહૂદીઓ માટે અલગ દેશ બનાવવાના વિરોધમાં ગાંધી લખે છે કે, “યહૂદીઓના ધાર્મિક પુસ્તકમાં લખવામાં આવેલ પેલેસ્ટાઇન કોઇ ભૌગોલિક સ્થિતિ નથી. એ તેમના મનમાં છે. જો યહૂદીઓ પેલેસ્ટાઈનમાં વસવા પણ માંગતા હોય તો બ્રિટીશ હથિયારોના પડછાયા હેઠળ આમ કરવું ખોટું છે. કોઇ ધાર્મિક કામ બંદૂકો કે બૉમ્બ થકી ન કરી શકાય. યહૂદી પેલેસ્ટાઇનમાં વસી શકે તો આરબોની દયા પર જ વસી શકે તેમ છે.”

    અહીં નોંધવું જોઈએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં પેલેસ્ટાઇન તૂર્કીના ઉસ્માનિયા સામ્રાજ્યના કબ્જામાં હતું. વિશ્વ યુદ્ધમાં ઉસ્માનિયા સામ્રાજ્યનો પરાજય થયો અને આ જમીન થઈ ગઈ અંગ્રેજોની. અંગ્રેજોએ યહૂદીઓને વાયદો કર્યો હતો કે તેમનો સાથ આપવા પર તેમને (યહૂદીઓને) તેમની જમીન મળશે. 

    અંગ્રેજોએ પછીથી આ વાયદો પૂરો કર્યો અને આગળ જઈને યહૂદી વેપારીઓએ પેલેસ્ટાઈનમાં જમીન ખરીદી. ત્યાં આખા વિશ્વમાંથી યહૂદીઓ આવીને વસવાટ કરવા માંડ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં યહૂદીઓના થયેલા નરસંહાર બાદ એક સ્વતંત્ર રાષ્ટ્ર સ્થાપિત કરવાની ભાવના વધુ પ્રબળ બનતી ગઈ. 

    જોકે, મોહનદાસ ગાંધી યહુદીઓ પર થયેલા અત્યાચારો પર પૂરેપૂરી સહાનુભૂતિ ધરાવતા હતા. તેમણે લખ્યું છે કે, “મારી સંવેદનાઓ યહૂદીઓ સાથે છે. અમુક યહૂદીઓ દક્ષિણ આફ્રિકા હતો ત્યારથી મારા મિત્ર છે. જે રીતે હરિજનોને હિંદુઓમાં બરાબર સમજવામાં નથી આવતા તે જ રીતે યહૂદીઓ પણ ક્રિશ્ચનિટીમાં અછૂત છે. તેમણે યહૂદીઓને પોતાની માંગ પૂરી કરવા માટે સવિનય અસહકારનો માર્ગ અપનાવવા માટે સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો યહૂદીઓ સાથે યુરોપમાં અત્યાચાર ન થયો હોત તો તેમણે પેલેસ્ટાઇન પરત ફરવાનો પ્રશ્ન જ સર્જાયો ન હોત. 

    જર્મનીમાં હિટલર દ્વારા યહૂદીઓ પર કરવામાં આવેલા અત્યાચાર બાદ જુલાઈ, 1946ના એક લેખમાં એમકે ગાંધી કહે છ, “મારા વિચારમાં તેઓ (યહૂદી) અમેરિકા અને બ્રિટનની મદદથી પોતાને પેલ્સ્ટેનિયનો પર થોપી રહ્યા છે. તેઓ હવે આવું આતંકવાદના જોરે કરી રહ્યા છે.” 

    વર્ષ 1947માં સંયુક્ત રાષ્ટ્ર એક પ્રસ્તાવ પસાર કરીને ઇઝરાયેલ અને પેલસ્ટાઇનના ભાગલાને મંજૂરી આપી હતી. ભારતે વર્ષ 1974માં પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ને પેલેસ્ટાઇનનું અધિકારિક શાસક માન્યું હતું. ભારત આમ કરનારો પ્રથમ બિનઆરબ દેશ હતો. જોકે, વર્ષ 1992માં ભારતે ઇઝરાયેલ સાથે પણ સંબંધો સ્થાપિત કર્યા. 

    ઉલ્લેખનીય છે કે આ જ ભાગલાને લઈને પેલેસ્ટાઇન અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ થતો રહે છે. તાજેતરમાં 7 ઓક્ટોબરના રોજ પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ઈરાયેલ પર હુમલો કરી દીધો હતો, જેમાં 1300થી વધુ નિર્દોષ ઇઝરાયેલી માર્યા ગયા છે, જ્યારે 3 હજારથી વધુ લોકો ઘાયલ છે. ઈઝરાયેલે પણ જવાબી કાર્યવાહી કરીને ગાઝામાં (જ્યાં હમાસનું શાસન છે) અનેક આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરી દીધાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં