Wednesday, November 6, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકદિવાળી-છઠ પર ટ્રેનોમાં આટલી ભીડનું શું કારણ? કોચ ઘટાડવાની વાતોમાં કેટલી સત્યતા?….પ્રોપગેન્ડાથી...

    દિવાળી-છઠ પર ટ્રેનોમાં આટલી ભીડનું શું કારણ? કોચ ઘટાડવાની વાતોમાં કેટલી સત્યતા?….પ્રોપગેન્ડાથી અલગ છે વાસ્તવિકતા, જાણો ભારતીય રેલવે પાસેથી

    આ વખતે એવી અફવા ફેલાવવામાં આવી હતી કે આ વખતે નફો કમાવવા માટે ટ્રેનોમાં જનરલ અને સ્લીપર કોચની સંખ્યા ઘટાડવામાં આવી છે. તેને ટ્રેનોમાં જોવા મળતી ભીડનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. પરંતુ તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

    - Advertisement -

    બિહાર જેવા રાજ્યોમાંથી રોજગારની શોધમાં દેશના જુદા-જુદા ભાગોમાં સ્થળાંતર થાય છે. પરંતુ આ સ્થળાંતરિત વસ્તીનો મોટો હિસ્સો દિવાળી અને છઠ પર એકસાથે તેમના ઘરો તરફ રવાના થાય છે. જેના કારણે રેલવે સ્ટેશન હોય કે ટ્રેન દરેક જગ્યાએ ભીડ જોવા મળે છે. દર વર્ષે તહેવારોની આ સિઝનમાં ટ્રેનોમાં ભીડની તસવીરો અને વીડિયો વાયરલ થાય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ તેમના એજન્ડાને આગળ વધારવા માટે કરે છે. પ્રોપગેન્ડા ફેલાવે જેથી ભારતીય રેલવેને બદનામ કરી શકાય.

    આ જ ઘટનાક્રમમાં આ વખતે એવી અફવા ફેલાવવામાં આવી હતી કે આ વખતે નફો કમાવવા માટે ટ્રેનોમાં જનરલ અને સ્લીપર કોચની સંખ્યા ઘટાડવામાં આવી છે. તેને ટ્રેનોમાં જોવા મળતી ભીડનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. પરંતુ તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. અગાઉની સરખામણીમાં ન તો ટ્રેનોમાં જનરલ અને સ્લીપર કોચની સંખ્યામાં કોઈ ઘટાડો થયો છે કે ન તો અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં કોઈ બેદરકારી જોવા મળી છે. તેનાથી વિપરિત ભારતીય રેલવે આ મોરચે સતત આગળ વધી રહી છે.

    શું ટ્રેનોમાં ઓછા કરી દીધા જનરલ અને સ્લીપર ડબ્બા?

    ભારતીય રેલવેએ જણાવ્યું છે કે ટ્રેનોના બંધારણમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમામ ટ્રેનોમાં પહેલાં જેવા જ કોચ છે. જોકે, એકલા પશ્ચિમ રેલવેએ 139થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી હતી, જેની 1800થી વધુ ટ્રિપ્સ પણ થઈ ચૂકી છે.

    - Advertisement -

    પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, રેલવેએ ન તો કોચમાં ઘટાડો કર્યો છે કે ન તો ટ્રેનોમાં કોઈ ફેરફાર કર્યો છે. તેમણે કહ્યું કે એકલા મુંબઈની ટ્રેનોમાં 8 લાખથી વધુ વધારાના બર્થ લગાવવામાં આવ્યા છે. સ્ટેશનો પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ ડિવિઝનના મહત્વના સ્ટેશનો પર 800થી વધુ GRP જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. DRM સહિત વરિષ્ઠ અધિકારીઓ પોતે સ્ટેશનો પર ભીડનું સંચાલન કરી રહ્યા છે.

    સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું કે ભીડને મેનેજ કરવા માટે સુરત વગેરે જેવા ગીચ સ્ટેશનો પર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યા છે. ટેન્ટ વગેરે પણ લગાવવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી માત્ર અધિકૃત મુસાફરો જ સ્ટેશનમાં પ્રવેશી શકે. તેમણે કહ્યું કે તહેવારને કારણે ટિકિટના વેચાણને પણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. જેટલી સીટો ઉપલબ્ધ છે તેટલી જ ટિકિટો આપવામાં આવી રહી છે.

    એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે વધુ કમાણી કરવા માટે ભારતીય રેલવે તહેવારને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવતી વિશેષ ટ્રેનોમાં જનરલ અને સ્લીપર કોચમાં ઘટાડો કર્યો છે. તેના મુજબ 22 કોચની ટ્રેનમાં જનરલ કોચ 4થી ઘટાડીને 2 અને સ્લીપર કોચ 7થી ઘટાડીને 2 કરવામાં આવ્યા છે. જેના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ભીડ વધી છે.

    ઇન્ડિયા ટુડેએ પણ તેની તપાસમાં આ દાવાને ખોટો સાબિત કર્યો છે. મીડિયા સંસ્થાને જાણવા મળ્યું છે કે 22 કોચની ટ્રેનોમાં પહેલાંની જેમ જ 6-7 સ્લીપર અને 4 જનરલ કોચ છે. તેમની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. રિપોર્ટ અનુસાર આવી ટ્રેનોમાં 3AC કોચની સંખ્યા 6 છે, નહીં કે 10. જેવો સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય પહેલાંની જેમ જ બે 2ACના અને એક 1ACના કોચ લગાવવામાં આવ્યા છે.

    રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2023 સુધીમાં 6754 ટ્રેનો ચલાવવાની છે. આ ગયા વર્ષે 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર વચ્ચે ચાલેલી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ કરતાં અઢી ગણી વધારે છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દ્વારા 2614 ટ્રીપ કરવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય રેલવેએ દિવાળી અને છઠ માટે 2423 વિશેષ ટ્રેનો ચલાવી છે.

    નોંધનીય બાબત એ છે કે આ વર્ષે તહેવારોની સિઝન શરૂ થયા બાદ લગભગ 36 લાખ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે. ગયા વર્ષની તહેવારોની સિઝનની સરખામણીમાં આ લગભગ બમણું છે.

    આંકડા એ પણ દર્શાવે છે કે એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધીમાં, 95.3 ટકા મુસાફરોએ સામાન્ય અને સ્લીપર કોચમાં મુસાફરી કરી હતી, જ્યારે માત્ર 4.7 ટકા મુસાફરોએ એસી કોચમાં મુસાફરી કરી હતી. આ વર્ષે 372 કરોડ મુસાફરોએ સ્લીપર, નોન-એસી અને જનરલ કોચમાં મુસાફરી કરી, જે ગયા વર્ષની સરખામણીમાં 38 કરોડ વધુ છે. આ 372 કરોડ મુસાફરોમાંથી 18.2 કરોડ મુસાફરોએ એસી કોચમાં મુસાફરી કરી, જે ગયા વર્ષ કરતાં 3.1 કરોડ વધુ છે. કુલ મુસાફરોની સંખ્યા વધીને 41.1 કરોડ થઈ ગઈ છે. નોન-એસી મુસાફરો (જનરલ અને સ્લીપર ક્લાસ)માં 92.5 ટકાનો વધારો જોવા મળ્યો છે.

    રેલવેએ ભીડને પહોંચી વળવા લીધા અનેક પગલાં

    હવે તમે સરળતાથી સમજી શકશો કે ટ્રેનોમાં આટલી ભીડ કેમ છે. તેનું કારણ એ છે કે ભારતીય રેલવેએ વ્યવસ્થા વધારી હોવા છતાં મુસાફરોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ. ભારતીય રેલવેએ એ પણ કહ્યું છે કે તે સમસ્યાથી વાકેફ છે અને તેને ઉકેલવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. રેલવેએ તહેવારોની સિઝનમાં દોડાવવામાં આવતી વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો છે. રેલવે વિભાગ હાલની ટ્રેનોની ક્ષમતા સુધારવા માટે પણ સતત કાર્યરત છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં