Sunday, June 16, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકને 9 લાખનું બિલ? જે સમાચારના આધારે...

    વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકને 9 લાખનું બિલ? જે સમાચારના આધારે મચાવવામાં આવી રહ્યો છે હોબાળો, તેને લઈને MGVCLએ ઑપઇન્ડિયાને જણાવી હકીકત

    અહીં સ્વાભાવિક છે કે કોઇ પણ ફ્લેટનું 2 મહિનાનું વીજ બિલ 9 લાખ રૂપિયા આવે નહીં. જેથી કશુંક સિસ્ટમ એરર કે ટેકનિકલ ખામીના કારણે આવું થવું હોવું જોઈએ. ઑપઇન્ડિયાએ મામલાની સમગ્ર હકીકત જાણવા આખરે MGVCLનો સંપર્ક કર્યો, જ્યાંથી સમગ્ર વિગતો અને હકીકતો જાણવા મળી. 

    - Advertisement -

    ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં ‘સ્માર્ટ મીટર’ વિરુદ્ધ હાલ જે નેરેટિવ પ્રસરી રહ્યો છે તેમાં બળ આપવાનું કામ તાજેતરમાં અખબાર ‘ગુજરાત સમાચાર’ અને અન્ય અમુક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત અહેવાલોએ કર્યું. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે વડોદરાના એક વ્યક્તિને સ્માર્ટ મીટર લાગ્યા બાદ ₹9 લાખનું બિલ આપવામાં આવ્યું અને દરરોજનો ₹5134 હપ્તો પણ પાડી આપવામાં આવ્યો. સમાચાર વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને જેના કારણે પહેલેથી જ જેઓ ‘સ્માર્ટ મીટર’ને લઈને મૂંઝવણમાં છે તેઓ વધુ ચકરાવે ચડ્યા. 

    અહેવાલોનું માનીએ તો, ગોરવાના રિદ્ધિ-સિદ્ધિ ફ્લેટ્સમાં એક મૃત્યુંજય ધર નામના વ્યક્તિ ભાડેથી રહે છે. તાજેતરમાં તેમના મોબાઈલ પર MGVCL તરફથી મેસેજ આવ્યો અને જેમાં જણાવવમાં આવ્યું કે તેમનું બાકી વીજ બિલ ₹9,24,254.05 છે અને જેણે દરરોજ ₹5134.74ના હપ્તા પેટે ભરવાનું રહેશે. (ગુજરાત સમાચારે એક ઠેકાણે હપ્તો દૈનિક અને એક ઠેકાણે માસિક લખ્યું છે, જે ક્ષતિ છે. મેસેજમાં દરરોજ આટલા રૂપિયા ભરવા પડશે તેવો ઉલ્લેખ હતો.) 

    ગ્રાહકને પહોંચેલો મેસેજ

    રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું કે, મૃત્યુંજયના ઘરે પહેલાં ડિજિટલ મીટર હતું અને દર મહિને 1500થી 2000 રૂપિયા બિલ આવતું હતું. 15 દિવસ પહેલાં જ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું અને તે સફળતાથી લાગી ગયું છે તેવો મેસેજ પણ આવ્યો હતો. 18 મેના રોજ તેમના મોબાઈલ પર મોકલેલા મેસેજમાં MGVCL દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમનું સ્માર્ટ મીટર લાગી ગયું છે અને વીજ કનેક્શન હવે પ્રી-પેડ મોડમાં આવી ગયું છે. ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ રકમ ₹9,24,254.05 છે, જે રોજના ₹5134.74ના હપ્તા પેટે ભરવાના રહેશે. 

    - Advertisement -

    અહીં સ્વાભાવિક છે કે કોઇ પણ ફ્લેટનું 2 મહિનાનું વીજ બિલ 9 લાખ રૂપિયા આવે નહીં. જેથી કશુંક સિસ્ટમ એરર કે ટેકનિકલ ખામીના કારણે આવું થવું હોવું જોઈએ. ઑપઇન્ડિયાએ મામલાની સમગ્ર હકીકત જાણવા આખરે MGVCLનો સંપર્ક કર્યો, જ્યાંથી સમગ્ર વિગતો અને હકીકતો જાણવા મળી. 

    શું છે હકીકત?

    એ વાત સાચી છે કે જે-તે વ્યક્તિને આ પ્રકારનો મેસેજ ગયો હતો. પરંતુ એ અધૂરી માહિતી થઈ. પૂરી માહિતી એ છે કે આ ટેક્નિકલ ખામીના કારણે બન્યું હતું, જે પછીથી તરત સુધારી પણ લેવામાં આવી અને ગ્રાહકને પણ જાણ કરી દેવામાં આવી હતી. 

    અહીં પહેલી હકીકત એ છે કે આ મામલાને ‘સ્માર્ટ મીટર’ સાથે કશું જ લાગતું-વળગતું નથી. સ્માર્ટ મીટર લગાવ્યું અને ત્યારબાદ આવું બિલ આવ્યું, એ વાતમાં કોઇ તથ્ય નથી. આ વિષય જૂના મીટરને લગતો છે. તેમાં પણ ગંભીર બાબત કોઇ નથી, આ બન્યું છે ટેકનિકલ એરરના કારણે. MGVCLના સ્થાનિક અધિકારીએ ઑપઇન્ડિયા સાથેની વાતમાં આ બાબતની પુષ્ટિ કરી છે. 

    વાસ્તવમાં, આ એક સિસ્ટમ એરર હતી, જેના કારણે આવો 9 લાખ રૂપિયાનો ખોટો મેસેજ ગ્રાહકને પહોંચી ગયો હતો. MGVCL અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે આવું થયું છે, બાકી રહેણાંક મકાનનું 9 લાખ રૂપિયા બિલ ન આવે તે સ્વાભાવિક વાત છે. 

    તેમણે એમ પણ જણાવ્યું કે, રીડિંગમાં એરર આવી હોવાના કારણે સિસ્ટમે એવો મેસેજ મોકલી દીધો હતો. જોકે, પછીથી સુધારો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ગ્રાહકને મેસેજ પહોંચી ગયો હતો. પરંતુ પછીથી તેમને પણ નવા મેસેજ થકી ભૂલ વિશે અને હકીકત અંગે જણાવી દેવામાં આવ્યું હતું અને સુધારો કરી દેવામાં આવ્યો હતો. જેથી આમાં 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું હોવાની કોઇ વાત નથી. ટેકનિકલ એરરના કારણે આ બન્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં