Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ‘અદાણીની કંપની બનાવી રહી હતી ઉત્તરકાશીની ટનલ, એટલે કોઇ સવાલ નથી કરી...

    ‘અદાણીની કંપની બનાવી રહી હતી ઉત્તરકાશીની ટનલ, એટલે કોઇ સવાલ નથી કરી રહ્યું’: સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર, જાણો શું છે વાસ્તવિકતા

    સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર શરૂ થયા બાદ અદાણી જૂથે ઝંપલાવવાની જરૂર પડી હતી. ઔદ્યોગિક સમૂહે આધિકારિક રીતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ તમામ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે અને સત્ય એ છે કે અદાણીને આ ટનલ સાથે ક્યાંય કોઇ પણ પ્રકારનો સંબંધ નથી. 

    - Advertisement -

    ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દિવાળીના દિવસે ધસી પડેલી એક ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ વિદેશથી મંગાવવામાં આવેલાં મશીનો અને સરકારી એજન્સીઓ કામ કરી રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને પણ દુષ્પ્રચાર શરૂ થયો હતો. દાવો કરવામાં આવ્યો કે ઉત્તરકાશીની જે ટનલ ધસી પડી તેનું નિર્માણ અદાણી જૂથની કંપની કરી રહી હતી. 

    સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ્સ વાયરલ થઈ હતી. જેમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા. એક અકાઉન્ટે પોસ્ટ કરીને લખ્યું કે, ટનલનો કોન્ટ્રાક્ટ નવયુગ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ પાસે છે. ન મીડિયા સરકારને સવાલ પૂછી રહી છે કે ન સરકારને કોઇ ચિંતા છે. કારણ કે મોદીના મિત્ર અદાણીની કન્સ્ટ્રક્શન કંપની આ કામ કરી રહી છે, જેની બેદરકારીના કારણે 41 જિંદગી ફસાઈ છે.

    કોંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે લખ્યું કે, ટનલમાં 41 શ્રમિકો ફસાયા છે અને કોન્ટ્રાક્ટ નવયુગ એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ પાસે છે. શું આ ફર્મ કોઈ અદાણીની છે?

    - Advertisement -

    ચિરાગ પટેલ નામના એક વ્યક્તિએ દાવો કર્યો કે, ધસી પડેલી ઉત્તરકાશીની ટનલ અદાણી એન્ટરપ્રાઇઝના ઇન્કોર્પોરેટેડ પાર્ટનર નવયુગ એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવી રહી હતી. સાથે ‘અદાણી હટાવીને દેશ બચાવવાનું’ પણ જ્ઞાન વહેંચ્યું. 

    આ સિવાય પણ આ પ્રકારના દાવા કરતી ઘણી પોસ્ટ્સ જોવા મળી. 

    શું છે વાસ્તવિકતા?

    સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર શરૂ થયા બાદ અદાણી જૂથે ઝંપલાવવાની જરૂર પડી હતી. ઔદ્યોગિક સમૂહે આધિકારિક રીતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ તમામ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે અને સત્ય એ છે કે અદાણીને આ ટનલ સાથે ક્યાંય કોઇ પણ પ્રકારનો સંબંધ નથી. 

    અદાણી જૂથે એક મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, “અમારા ધ્યાને આવ્યું છે કે અમુક તત્વો અમને ઉત્તરાખંડમાં ટનલ ધસી પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે જોડવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. અમે આ હરકતોને કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.”

    આગળ સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું કે, “અમે ભારપૂર્વક સ્પષ્ટતા કરીએ છીએ કે અદાણી જૂથ કે તેની કોઇ પણ સબસિડરીને ટનલ કન્સ્ટ્રક્શન સાથે સીધો કે આડકતરો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ પણ સ્પષ્ટતા કરવી રહી કે અમે એવી કોઇ કંપનીના શૅર પણ ધરવતા નથી જે ટનલના નિર્માણમાં સામેલ હોય.” અંતે જૂથે કહ્યું કે, જે શ્રમિકો ફસાયા છે તેમની અને તેમના પરિવારની સાથે છીએ અને તેમની સુરક્ષા-સલામતી માટે પ્રાર્થના કરીએ છીએ.

    ઉલ્લેખનીય છે કે ઉત્તરકાશીના સિલ્કયારામાં જે ટનલ ધસી પડી હતી તે મોદી સરકારના ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનું નિર્માણ હૈદરાબાદની કંપની નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ કંપનીને અદાણી જૂથ સાથે કોઇ સીધો સંબંધ નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં