Saturday, September 14, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘મોદી OBCમાં જન્મ્યા ન હતા, ભાજપ સરકારે તેમની જાતિનો OBCમાં સમાવેશ કર્યો’:...

    ‘મોદી OBCમાં જન્મ્યા ન હતા, ભાજપ સરકારે તેમની જાતિનો OBCમાં સમાવેશ કર્યો’: રાહુલ ગાંધીએ ગંભીર ચહેરે કહી ‘ગહેરી બાત’, પણ તેઓ કેમ ખોટા છે એ અહીં જાણો

    ન્યૂઝ એજન્સી ANIએ રાહુલ ગાંધીના આ કથનનો એક વિડીયો X હેન્ડલ પર અપલોડ કર્યો છે. જેમાં તેઓ કહે છે, “સૂનો ભૈયા, મેં બહુત ગહેરી બાત બોલ રહા હું. આપ લોગો કો ભયંકર બેવકૂફ બનાયા જા રાહ હૈ. સૂનો…સૂનો.. મેં જો બોલ રહા હું…આપ લોગો કો ભયંકર બેવકૂફ બનાયા જા રહા હૈ.’

    - Advertisement -

    ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા માટે ફરીથી જુઠ્ઠાણાંનો સહારો લીધો છે. તેમણે એવો દાવો કર્યો કે PM મોદી OBCમાં જન્મ્યા ન હતા અને 2000માં ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમના સમુદાયને OBC કેટેગરીમાં સ્થાન આપ્યું હતું. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન એક ઠેકાણે કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે આ વાતો કહી. 

    ન્યૂઝ એજન્સી ANIએ રાહુલ ગાંધીના આ કથનનો એક વિડીયો X હેન્ડલ પર અપલોડ કર્યો છે. જેમાં તેઓ કહે છે, “સૂનો ભૈયા, મેં બહુત ગહેરી બાત બોલ રહા હું. આપ લોગો કો ભયંકર બેવકૂફ બનાયા જા રાહ હૈ. સૂનો…સૂનો.. મેં જો બોલ રહા હું…આપ લોગો કો ભયંકર બેવકૂફ બનાયા જા રહા હૈ.’

    ત્યારબાદ આગળ કહે છે, “નરેન્દ્ર મોદીજી OBC પેદા થયા ન હતા. નરેન્દ્ર મોદી તેલી જાતિમાં જન્મ્યા હતા. તેમના સમુદાયને ભાજપે વર્ષ 2000માં OBC બનાવી. તમારા વડાપ્રધાન OBC નહીં પણ સામાન્ય કેટેગરીમાં જન્મ્યા હતા. તેઓ આખી દુનિયામાં જુઠ્ઠાણું ફેલાવે છે કે તેઓ OBCમાં જન્મ્યા.” 

    - Advertisement -

    “પતા હૈ મેં કૈસે જાનતા હું?” કહીને રાહુલ ગાંધી આગળ ઉમેરે છે કે, “તેઓ કોઇ પણ OBC સાથે ગળે મળતા નથી. તેઓ કોઇ ખેડૂતનો કે મજૂરનો હાથ નથી પકડતા પરંતુ માત્ર અદાણીનો હાથ પકડે છે. તેઓ ક્યારેય જાતિ વસતીગણતરી નહીં કરે. કારણ કે તમારા વડાપ્રધાન આખા દેશને જૂઠું બોલી રહ્યા છે. તેઓ OBC નહીં પરંતુ જનરલ કાસ્ટમાં જન્મ્યા હતા અને તેઓ OBC જાતિ વસ્તીગણતરી ક્યારે નહીં થવા દે. લખીને લઇ લ્યો. આ કામ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી કરીને બતાવશે.”

    જુઠ્ઠાણું PM મોદી નહીં, રાહુલ ગાંધીએ ફેલાવ્યું

    અહીં રાહુલ ગાંધી કહે છે કે વડાપ્રધાન મોદી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોદી નહીં રાહુલ જ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. તેમનો દાવો છે કે, વર્ષ 2000માં મોદીની જાતિને OBC કેટેગરીમાં સમાવવામાં આવી, જે તદ્દન ખોટો છે. આ કામ વર્ષ 1994માં થયું હતું અને ત્યારે ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટી કે મોદીની ન હતી. 

    નરેન્દ્ર મોદી મોઢ ધાંચી સમાજમાંથી આવે છે. આ સમુદાય હાલ OBC કેટેગરીમાં આવે છે. ગુજરાત સરકારનો આધિકારિક દસ્તાવેજ કોંગ્રેસ નેતાના દાવાને ખોટો ઠેરવે છે, કારણ કે આ દસ્તાવેજો અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 1994માં જ મોઢ ઘાંચી સમાજને OBCની યાદીમાં સ્થાન આપી દીધું હતું. 

    વર્ષ 1994માં 25 જુલાઈના રોજ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે OBCની યાદીમાં કેટલીકે જાતિઓનો સમાવેશ કર્યો હતો, જેમાં મોઢ ઘાંચી જાતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારના દસ્તાવેજોમાં આ આદેશ 25 જુલાઈ 1994ના રોજ SSP/1194/1411/A નંબર સાથે પસાર કરવામાં આવ્યો હોવાનું ઉલ્લેખિત છે. 

    નરેન્દ્ર મોદી વર્ષ 2001ના ઓક્ટોબરમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. એટલે કે તેમણે ગુજરાતનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું તેનાં 7 વર્ષ પહેલાં જ તેમના સમાજનો સમાવેશ OBCમાં કરી દેવાયો હતો. 1994માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ઓક્ટોબર 1990થી 1994 સુધી ચીમનભાઈ પટેલ CM રહ્યા અને ફેબ્રુઆરી 1994થી માર્ચ, 1995 સુધી છબીલદાસ મહેતા CM રહ્યા. બંને કોંગ્રેસ સરકાર જ હતી. જેથી 2000માં મોદીની જાતિને OBCમાં સમાવવામાં આવી હોવાના કે મોદીએ CM બન્યા બાદ કે ભાજપની સરકારમાં આ કામ કરવામાં આવ્યું હોવાના દાવા તદ્દન પાયાવિહોણા છે.

    કોંગ્રેસના અન્ય નેતાઓ ભૂતકાળમાં પણ આ પ્રકારના દાવા કરી ચૂક્યા છે, પરંતુ તેમાં કોઇ તથ્ય કે હકીકત નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં