Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાર્તા રે વાર્તા: વાત એવા 3 ચમત્કારિક બાળકોની જે રાહુલ ગાંધીને MPમાં...

    વાર્તા રે વાર્તા: વાત એવા 3 ચમત્કારિક બાળકોની જે રાહુલ ગાંધીને MPમાં પણ મળ્યા અને કન્યાકુમારીમાં પણ, અને જેમના લીધે તેમણે કર્યો ‘સ્વેટરનો ત્યાગ’

    રાહુલ ગાંધીએ પોતે સ્વેટરની જગ્યાએ માત્ર ટી શર્ટ કેમ પહેરતા હતા એ બાબતે ચોખવટ કરવામાં વારનું એવું તો વતેસર કર્યું કે બની ગઈ વાર્તા રે વાર્તા.

    - Advertisement -

    પોતાના અવનવા નિવેદનોને લઈને હમેશા ચર્ચામાં રહેતા રાહુલ ગાંધી હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે વાત છે તેમની ભારત જોડો યાત્રા અને તેમના સ્વેટર સાથે જોડાયેલી. ‘ભારત જોડો યાત્રા’ સોમવારે (30 જાન્યુઆરી, 2023) શ્રીનગરમાં સમાપ્ત થઈ. આ દરમિયાન તેઓ જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે તેઓએ ત્રણ ગરીબ બાળકો વિષે એક વાત કરી હતી.

    શ્રીનગરમાં સમાપન ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યારે હું કન્યાકુમારીથી આગળ વધી રહ્યો હતો ત્યારે મને ઠંડી લાગતી હતી. મેં કેટલાક બાળકોને જોયા. તેઓ ગરીબ હતા, તેઓ ઠંડા હતા, તેઓ કામ કરતા હતા અને તેઓ ધ્રૂજી રહ્યા હતા. મેં વિચાર્યું કે જો આ બાળકો ઠંડીમાં સ્વેટર-જેકેટ પહેરી શકતા ન હોય તો મારે પણ ન પહેરવું જોઈએ.”

    આ પછી તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી, અમિત શાહ અને આરએસએસના લોકોએ હિંસા જોઈ નથી, તેઓ ડરેલા છે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, બીજેપીનો કોઈ નેતા અહીં આ રીતે ચાલી શકે નહીં, એ માટે નહિ કે જમ્મુ-કાશ્મીરના લોકો તેમને ચાલવા નહીં દે, પરંતુ એટલા માટે કે તેઓ ડરેલા છે.

    - Advertisement -

    લોકોએ તેમને તેમનું જ જૂનું ભાષણ યાદ કરાવ્યું જ્યાં આ 3 બાળકો તેમને MPમાં મળ્યા હતા

    આજે જયારે રાહુલ ગાંધીનું આ સમાપન સત્રનું ભાષણ સામે આવ્યું અને બધા સુધી પહોંચવા માંડ્યું ત્યારે લોકોએ તેમને તેમના આવા જ એક જુના ભાષણની યાદ અપાવી. જેમાં કથા વસ્તુ એક જ છે, કલાકારો પણ એક જ છે માત્ર સમય અને સ્થળ અલગ છે!

    આ ભાષણ તેમણે 9 જાન્યુઆરીના દિવસે મધ્યપ્રદેશમાં આપ્યું હતું. જેનો વિડીયો ત્યારે વાઇરલ થયો હતો જે હાલ પણ થઇ રહ્યો છે.

    વિડીયોમાં તેઓ કહેતા સંભળાય છે, “બધા મારી ટી-શર્ટની પાછળ ગયા. તેઓ હજુ પણ આ સમજી શક્યા નથી. કહે છે કે તમે ટી-શર્ટ કેમ પહેર્યું છે? તેણે આ સફેદ ટી-શર્ટ કેમ પહેર્યું છે? ઠંડી નથી લાગતી. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે હું ટી-શર્ટ કેમ પહેરું છું. પ્રવાસ શરૂ થયો. કેરળમાં ભીષણ ગરમી, ટી-શર્ટ ઉતારવાનું મન થયું. એ વખતે પરસેવો વળી ગયો હતો. ભેજનું પ્રમાણ વધુ હતું. કેરળમાં ખૂબ જ ગરમી હતી. પછી અમે મધ્યપ્રદેશ તરફ આગળ વધ્યા, ત્યાં ઠંડી પડવા લાગી.”

    પોતાની વાત ચાલુ રાખતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું , “વહેલી સવારે 6 વાગ્યે, જ્યારે અમે પ્રવાસ માટે નીકળ્યા ત્યારે ત્રણ ગરીબ બાળકો મારી પાસે આવ્યા. ટી-શર્ટ ફાટી ગયું હતું અને જ્યારે મેં તેને પકડ્યો, ત્યારે મેં ફોટો માટે મારો હાથ મૂક્યો કારણ કે તે ફોટો લેવા માંગતો હતો. તેઓ છોકરીઓ હતી. એક આ બાજુ અને એક પેલી બાજુ. મેં તેને પકડી રાખતાં તે ઠંડીથી ધ્રૂજી રહી હતી. મેં તેમને જોયા ત્યારે તેમણે પાતળું ટી-શર્ટ પહેર્યું હતું. તે દિવસે મેં ધ્રુજારી ન આવે ત્યાં સુધી ટી-શર્ટ ન પહેરવાનું નક્કી કર્યું. જ્યારે ધ્રુજારી શરૂ થાય, જ્યારે મોટી મુશ્કેલી હોય, ત્યારે હું સ્વેટર પહેરવાનું વિચારીશ, પણ તે પહેલાં નહીં. હું તે ત્રણ છોકરીઓને સંદેશ આપવા માંગુ છું કે તમને ઠંડી લાગી રહી છે, તો રાહુલ ગાંધીને પણ ઠંડી લાગી રહી છે. જે દિવસે તમે સ્વેટર પહેર્યું હતું, તે દિવસે રાહુલ ગાંધીએ પણ સ્વેટર પહેર્યું હતું.”

    આ પહેલા સ્વેટર ના પહેરવા માટે ઠંડીથી ડરતા ન હોવાનું બહાનું આપ્યું હતું

    હજુ આ અહીંયા પરુ થતું નથી. સ્વેટર ન પહેરવા માટે રાહુલ ગાંધી આ સિવાય ત્રીજુ પણ એક બહાનું આપે છે એ પણ સાંભળવા જેવું છે.

    ઠંડીમાં પણ ટી શર્ટ માટે પહેલા કોંગ્રેસીઓએ તેમને ‘મહાન માણસ’ બતાવ્યા, ત્યારપછી જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો તો વાયનાડના સાંસદે પલટવારમાં પૂછ્યું કે તમે સ્વેટર કેમ પહેરો છો? જ્યારે પત્રકારે ઠંડીનું કારણ જણાવ્યું તો રાહુલ ગાંધીએ કહ્યું, “ના, એવું નથી કારણ કે ઠંડી છે. આનું કારણ એ છે કે તમે ઠંડીથી ડરો છો. હું ઠંડીથી ડરતો નથી.”

    એક જ વાત માટે બનાવી 3 વાર્તા

    મૂળ વિષય એ છે કે ભારત જોડો યાત્રામાં ઠંડીમાં પણ તેઓએ ઘણો સમય એક સફેદ કલરની ટી શર્ટમાં જોવા મળ્યા હતા. હવે આ વાતની ચોખવટ આપવા માટે તેઓએ જુદા જુદા સમયે અને સ્થળોએ જુદી જુદી 3 વાર્તા કહી દીધી.

    સૌ પહેલા તો તેમણે સવાલ પૂછનારાઓ પર જ આરોપ નાખી દીધો કે તેઓ ઠંડીથી ડરે છે એટલે તેમને ઠંડી લાગે છે. અને પોતાને ઠંડી સામે અજૈય યોદ્ધા ઘોષિત કરતા કહી દે છે કે પોતે ઠંડીથી ડરતા નથી એટલે તેમને ઠંડી નથી લગતી અને એટલે તેઓ સ્વેટર પહેરતા નથી.

    એ સિવાય જયારે તેઓ મધ્યપ્રદેશમાં ત્રણ ગરીબ બાળકો મળવાની વાત કરે છે અને કહે છે કે એમના કારણે તેઓ સ્વેટર નથી પહેરી રહ્યા, ત્યારે એ વાત થોડી ગળે ઉતરવા જેવી લાગે છે. પરંતુ એમના શ્રીનગરમાં આવેલ નિવેદન બાદ આ નિવેદન પણ વાર્તા જ લાગે છે.

    કન્યાકુમારીમાં ગરમીમાં કોણ ઠંડીથી થથરે?

    જેમ આપણે આગળ જાણ્યું એમ આજના ભારત જોડો યાત્રાના સમાપન પહેલા રાહુલ ગાંધી સ્વેટર ન પહેરવા બાબતે 2 બહાના આપી ચુક્યા હતા. પરંતુ આજે એમણે આ માટે જે ત્રીજું કારણ આપ્યું તે ખરેખર માન્યામાં આવે તેમ નથી.

    રાહુલ ગાંધીએ આજે શ્રીનગરમાં જયારે યાત્રાનું સમાપન સત્ર સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે સ્વેટર ન પહેરવાનું કારણ આપવા માટે પેલી મધ્યપ્રદેશ વળી જ વાર્તા કરી, માત્ર ફેર એટલો કર્યો કે આ વખતે સ્થળને મધ્યપ્રદેશથી બદલીને કન્યાકુમારી કરી દીધું.

    જયારે અમે આ દાવાની સત્યતા ચકાસવા જાત તપાસ કરી તો પરિણામ આંખો ખોલનારું હતું. જયારે ભારત જોડો યાત્રા કન્યાકુમારીમાં હતી ત્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત હતી. કન્યાકુમારી આમ પણ દક્ષિણ ભારતમાં આવે જ્યાં સ્વાભાવિક રીતે જ ઠંડીનું પ્રમાણ શિયાળામાં પણ ઓછું હોય છે. એમાં પણ સપ્ટેમ્બર માસમાં તો ત્યાં ગરમી કહી શકાય એ લેવલે હતું તાપમાન.

    કન્યાકુમારીમાં ત્રણ ગરીબ બાળકો મળ્યા ત્યારનું તાપમાન
    ભારત જોડો યાત્રા જયારે કન્યાકુમારીમાં હતી ત્યારનું તાપમાન

    આખા સપ્ટેમ્બર માસ દરમિયાન કન્યાકુમારીનું એવરેજ ઓછામાં ઓછું તાપમાન ક્યારેય 25 ડિગ્રી (સેલ્સિયસ) કરતા ઓછું આવ્યું નથી ત્યારે રાહુલ ગાંધીને ત્યાં ઠંડીમાં થથરી રહેલ બાળકો કઈ રીતે મળી આવ્યા હશે એ એક મોટો પ્રશ્ન છે. અને એ જ 3 બાળકો પાંચ તેમને જ મધ્યપ્રદેશમાં પણ કઈ રીતે મળી આવ્યા એ એનાથી પણ મોટો પ્રશ્ન છે.

    આમ, રાહુલ ગાંધીના આ ત્રણેય નિવેદનો એકબીજાની સામે વિરોધાભાસ સિવાય બીજું કાંઈ દર્શાવતા નથી. અને માટે જ નેટિઝન્સને લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી વાર્તા કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં