Saturday, October 12, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘નામાંકન ભરવા પ્રમુખ સ્વામીએ ભેટમાં મોકલાવી હતી પેન’: પીએમ મોદીએ સંભળાવેલા કિસ્સા...

    ‘નામાંકન ભરવા પ્રમુખ સ્વામીએ ભેટમાં મોકલાવી હતી પેન’: પીએમ મોદીએ સંભળાવેલા કિસ્સા પર ગુજરાત AAP મહામંત્રીએ ઉઠાવ્યા સવાલ, જાણીએ શું છે સત્ય 

    આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠિયાએ પીએમ મોદીનો વિડીયો પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી કાર્યક્રમના ઉદ્ઘાટન માટે આવેલા પીએમ મોદીએ અહીં પ્રમુખ સ્વામી સાથેના તેમના કિસ્સાઓ અંગે વાત કરી હતી. જેમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે કઈ રીતે તેઓ પહેલી વખત ચૂંટણીમાં નામાંકન કરવા ગયા હતા ત્યારે પ્રમુખ સ્વામીએ તેમને એક પેન ભેટમાં મોકલાવી હતી. આ કિસ્સાને લઈને આમ આદમી પાર્ટીના એક નેતાએ ટ્વિટર પર સવાલ ઉઠાવ્યા હતા.

    આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠિયાએ પીએમ મોદીનો વિડીયો પોસ્ટ કરીને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પીએમ મોદી ઉપર પ્રમુખ સ્વામીના આધ્યાત્મિક જીવનને પોતાના અને પાર્ટીના પ્રચાર માટે વાપરવાનો આરોપ લગાવ્યો હતો તો છેલ્લે એમ પણ કહ્યું કે, હરિભક્તો જે દિવસે આ વાત સમજશે ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હશે. 

    શું કહ્યું હતું પીએમ મોદીએ? 

    - Advertisement -

    વાત સાચી છે કે ખોટી એ જાણવા પહેલાં એ જાણીએ કે વડાપ્રધાન મોદીએ આ કિસ્સાને લઈને શું કહ્યું હતું? 

    પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેમની નિકટતા વર્ણવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું 2002ની ચૂંટણી લડી રહ્યો હતો. પહેલી વખત હું ઉમેદવારી કરી રહ્યો હતો અને રાજકોટથી ઉમેદવાર હતો. હું ત્યાં ગયો ત્યાં બે સંત હાજર હતા. તેમણે એક ડબ્બો આપ્યો, મેં ખોલીને જોયું તો એક પેન હતી. તેમણે (સંતોએ) કહ્યું કે આ પ્રમુખ સ્વામીએ મોકલી છે અને તમે નામાંકન કરો તો આ પેનથી કરજો.” 

    પીએમ આગળ કહે છે કે, “ત્યાંથી લઈને હું કાશી ચૂંટણી માટે ગયો.. એક પણ ચૂંટણી એવી ન હતી જ્યાં હું નામાંકન કરવા ગયો હોઉં અને ત્યાં પૂજ્ય પ્રમુખ સ્વામીના કોઈ વ્યક્તિ પેન લઈને ત્યાં હાજર ન હોય.”

    આ બાબતની સત્યતા ચકાસતાં અખબાર દિવ્ય ભાસ્કરનો વર્ષો જૂનો એક લેખ મળી આવ્યો, જેમાં આ કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીને નામાંકનપત્ર પર સહી કરવા માટે પ્રમુખ સ્વામીએ એક પેન મોકલાવી હતી. તેમજ મોદીના આગમન પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પહેલેથી ત્યાં હાજર હતા તેમ પણ જણાવવામાં આવ્યું હતું. 

    ઉપરાંત, 2014ની લોકસભા ચૂંટણી વખતે વારાણસીથી ઉમેદવારીપત્ર ભરતી વખતે પણ પીએમ મોદીએ પ્રમુખ સ્વામીએ ભેટ આપેલી પેનથી જ હસ્તાક્ષર કર્યા હતા. જ્યાં તેમણે સાથે આવેલા નેતાને કહ્યું પણ હતું કે, “એક બહુ મોટા સંત છે, તેમણે મને આ પેન આપી હતી. હું સહી આ જ પેનથી કરું છું, બીજી કોઈ પેન નથી. કેટલાંય નામાંકન ભર્યાં, પણ આ પેન થાકતી નથી.” તેમની આ ચર્ચા કેમેરામાં કેદ થઇ ગઈ હતી. 

    જેથી, આ વાત સત્ય છે કે પ્રમુખ સ્વામીએ પીએમ મોદીને ભેટમાં પેન આપી હતી અને તેઓ તેનાથી જ ઉમેદવારીપત્ર હસ્તાક્ષર કરતા આવ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં