Friday, May 3, 2024
More
    હોમપેજદેશશું રાજ્યસભામાં PM મોદીએ કહ્યું કે તેઓ અનામતની વિરુદ્ધ છે? નેહરુના શબ્દો...

    શું રાજ્યસભામાં PM મોદીએ કહ્યું કે તેઓ અનામતની વિરુદ્ધ છે? નેહરુના શબ્દો ટાંકી રહ્યા હતા વડાપ્રધાન, કોંગ્રેસ નેતાએ અડધી ક્લિપ શૅર કરીને ફેલાવ્યા ફેક ન્યૂઝ

    કોંગ્રેસના મીડિયા પેનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂતે X પર એક વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, ‘મોદીજી શું કહી રહ્યા છે? તેઓ કોઇ પણ પ્રકારના અનામતની વિરુદ્ધ છે? નોકરીમાં તો બિલકુલ જ નહીં?’ આ શું થઈ રહ્યું છે ભાજપમાં?’

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (7 ફેબ્રુઆરી, 2024) રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો. તેમના આ ભાષણમાંથી અડધી ક્લિપ ઉઠાવીને હવે કોંગ્રેસ ઇકોસિસ્ટમે દુષ્પ્રચાર ફેલાવવાનો શરૂ કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાને તેઓ કોઇ પણ પ્રકારના અનામતની વિરુદ્ધ છે તેમ કહ્યું છે. જોકે, વાસ્તવિકતા વિપરીત છે. 

    કોંગ્રેસના મીડિયા પેનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂતે X પર એક વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, ‘મોદીજી શું કહી રહ્યા છે? તેઓ કોઇ પણ પ્રકારના અનામતની વિરુદ્ધ છે? નોકરીમાં તો બિલકુલ જ નહીં?’ આ શું થઈ રહ્યું છે ભાજપમાં?’

    તેમણે જે 33 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં PM નરેન્દ્ર મોદી કહેતા સંભળાય છે કે, “હું કોઇ પણ અનામતને પસંદ નહીં કરું અને ખાસ કરીને નોકરીમાં અનામત તો ક્યારેય નહીં. હું આવા કોઇ પણ ડગલાની વિરુદ્ધ છું જે અકુશળતાને પ્રોત્સાહન આપે.”

    - Advertisement -

    અહીં આ શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિચાર તરીકે કહ્યા હોય તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ભ્રામક દાવાથી સમાજમાં અશાંતિ પણ ફેલાવાની શક્યતા ખરી. પરંતુ વાસ્તવિકતા એ છે કે પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને ક્વોટ કરી રહ્યા હતા. એટલે કે આ શબ્દો જવાહરલાલ નહેરુના છે, PM મોદીના નહીં. તેમણે માત્ર અવતરણ ટાંક્યું હતું. 

    કોંગ્રેસ નેતાએ જાણીજોઈને ક્લિપમાંથી જ્યાં વડાપ્રધાન મોદી આ શબ્દો નેહરૂના હોવાનો ઉલ્લેખ કરે છે તે ભાગ કાઢી નાખ્યો હતો અને અડધી ક્લિપ જ શૅર કરી હતી, જેથી સાંભળનારને સ્વાભાવિક સંદર્ભ ખ્યાલ ન આવે અને ગેરમાર્ગે દોરાઈ શકે છે. 

    સંપૂર્ણ વિડીયોમાં વડાપ્રધાન મોદી કહે છે કે, “હું હમણાં-હમણાં આદરપૂર્વક નેહરુજીને વધુ યાદ કરું છું. કારણ કે અમારા સાથીઓને અપેક્ષા રહેતી હોય છે કે તેમના વિશે કશુંક બોલવું જોઈએ.” ત્યારબાદ તેઓ કહે છે, “એક વખત નેહરુજીએ એક પત્ર લખ્યો હતો. આ પત્ર તેમણે મુખ્યમંત્રીને લખ્યો હતો. હું તેનો અનુવાદ વાંચું છું. આ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ દ્વારા તે સમયના દેશના મુખ્યમંત્રીઓને લખવામાં આવેલો પત્ર છે. રેકોર્ડ પર છે. હું તેનો અનુવાદ વાંચું છું.” ત્યારબાદ તેઓ આગળ જે શબ્દો કહે છે તે જવાહરલાલ નેહરુના છે. જેમાં આ શબ્દો આવે છે કે- ‘હું કોઇ પણ અનામતને……’

    આ શબ્દો ઉચ્ચારી રહ્યા પછી પણ વડાપ્રધાન સ્પષ્ટતા કરે છે કે આ પંડિત નહેરુએ મુખ્યમંત્રીને લખેલો પત્ર છે. પરંતુ તે ભાગ પણ વિડીયોમાં સમાવવામાં ન આવ્યો અને શબ્દોને PM મોદીએ કહ્યા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા. જે સત્ય નથી. 

    પોસ્ટની નીચે ઘણા યુઝરોએ કોંગ્રેસ નેતાને હકીકત જણાવી હતી અને ફેક ન્યૂઝ ન ફેલાવવા માટે આગ્રહ કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં