Monday, April 29, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘પીએમ મોદીએ ગણેશજીની મૂર્તિ ન સ્વીકારી, જો રાહુલ ગાંધી હોત તો?’: અધૂરા...

    ‘પીએમ મોદીએ ગણેશજીની મૂર્તિ ન સ્વીકારી, જો રાહુલ ગાંધી હોત તો?’: અધૂરા વિડીયોના આધારે થઈ રહ્યો છે દુષ્પ્રચાર, હકીકત જાણો

    મધ્ય પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ સંદીપ ગુપ્તાએ એક 11 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, જો પીએમ મોદીની જગ્યાએ રાહુલ ગાંધીએ ભગવાન ગણેશજીની મૂર્તિ લેવાની ના પાડી દીધી હોત તો મીડિયા અને ભાજપે બહુ વિરોધ કર્યો હોત.

    - Advertisement -

    તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ફરતો કરવામાં આવ્યો છે, જેનાથી દાવો થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર કાર્યક્રમમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સ્વીકારી ન હતી અને તેનો અનાદર કર્યો હતો. 

    મધ્ય પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ સંદીપ ગુપ્તાએ એક 11 સેકન્ડનો વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે, જો પીએમ મોદીની જગ્યાએ રાહુલ ગાંધીએ ભગવાન ગણેશજીની મૂર્તિ લેવાની ના પાડી દીધી હોત તો મીડિયા અને ભાજપે બહુ વિરોધ કર્યો હોત. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આ વિડીયોને 1 લાખ 13 હજાર કરતાં વધુ વ્યૂ મળી ચૂક્યા છે. 

    આ સિવાય પણ ઘણી એવી પોસ્ટ કરવામાં આવી, જેમાં વડાપ્રધાન મોદીએ ભગવાન ગણેશજીની મૂર્તિનો અસ્વીકાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. 

    - Advertisement -

    જે વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તેમાં એક જાહેર કાર્યક્રમમાં અમુક લોકો પીએમ મોદીને વિવિધ ભેટ આપીને સન્માનિત કરતા જોવા મળે છે. આગળ એક વ્યક્તિ ગણેશજીની મૂર્તિ પીએમ મોદીને આપવા માટે પ્રયાસ કરે છે, પરંતુ વડાપ્રધાને કશુંક કહેતાં તેઓ પાછળ હટી જાય છે. ત્યારબાદ પીએમ નમસ્કાર કરે છે અને વિડીયો પૂર્ણ થઈ જાય છે. 

    વાસ્તવિકતા શું છે? 

    ઑપઇન્ડિયાની તપાસમાં આ વિડીયો અધૂરો હોવાનું સામે આવ્યું. હકીકતે વડાપ્રધાન મોદીએ ગણેશજીની મૂર્તિ પણ સ્વીકારી જ હતી. જે વિડીયો ફેરવવામાં આવી રહ્યો છે તે અધૂરો અને ભ્રામક છે. ત્યારબાદ પીએમ મોદી ગણેશજીની મૂર્તિ પણ પૂરેપૂરા માન-સન્માન સાથે સ્વીકારતા જોવા મળે છે. 

    તપાસમાં સામે આવ્યું કે આ વિડીયો 10 મહિના જૂનો છે. મે, 2023માં પીએમ મોદી કર્ણાટકમાં એક જાહેર સભા સંબોધવા માટે પહોંચ્યા હતા, તે કાર્યક્રમમાં આ ઘટનાઓ બની હતી. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ભાજપની અધિકારિક યુ-ટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ફૂટેજમાં એ ભાગ પણ જોવા મળે છે, જે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

    આ વિડીયોમાં 2 મિનીટ અને 5 સેકન્ડ પછી જોશો તો એ દ્રશ્યો જોવા મળશે, જે વાયરલ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ત્યારબાદ 2 મિનીટ 27 સેકન્ડે પીએમ મોદી ગણેશજીની મૂર્તિ સ્વીકારતા સ્પષ્ટપણે જોવા મળે છે. તેઓ ભેટ આપનારા કાર્યકર્તાઓ સાથે તસવીર પણ ખેંચાવે છે. ત્યારબાદ પણ તેમને અન્ય ભેટ આપવામાં આવે છે. 

    તારણ: પીએમ મોદીએ ગણેશજીની મૂર્તિ ન સ્વીકારી હોવાનો વિડીયો અધૂરો અને ભ્રામક છે. ત્યારબાદ જ્યારે તેઓ મૂર્તિ સ્વીકારે છે તે વિડીયોમાં સમાવવામાં આવ્યું નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં