Friday, April 26, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશું મોરબી ઝુલતા બ્રિજના રીનોવેશન માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિકને PM મોદીનું...

    શું મોરબી ઝુલતા બ્રિજના રીનોવેશન માટે જવાબદાર ઓરેવા કંપનીના માલિકને PM મોદીનું છે રક્ષણ?: ફેક્ટ-ચેક

    હાલમાં દુર્ઘટનાની તપાસ કરી રહેલ પોલીસે પુલના રીનોવેશન અને સારસંભાળનું કામ જોતી ઓરેવા કંપનીના 9 કર્મચારીઓની ધરપકડ કરી હતી. જે બાદ ઘણા લોકોએ એક ફોટોને એમ કહીને વાઇરલ કર્યો હતો કે તેમાં ઓરેવા કંપનીના માલિક ઓધવજી પટેલ PM મોદીને મળી રહ્યા છે.

    - Advertisement -

    મોરબીમાં ઘટેલ પીડાદાયક ઘટનાને કેટલાકે લોકોએ રાજનીતિનો અડ્ડો બનાવી મૂકી છે. દુર્ઘટનામાં સંવેદના દાખવવાની જગ્યાએ લોકો PM મોદી અને ગુજરાત સરકારને કોઈક રીતે જવાબદાર બતાવવા કંઈકને કંઈક ગતકડાં કરી રહ્યા છે. આ પ્રયાસોમાં તેઓ સત્ય અને જૂઠ પારખવાની ક્ષમતા પણ ગુમાવી બેઠા હોય એમ ભાસે છે. આવા જ એક પ્રયત્નમાં કોંગ્રેસ અને અન્યો દ્વારા PM મોદી સાથે ફોટામાં ઉભેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલને ઓરેવા કંપનીના માલિક તરીકે દર્શાવીને પ્રધાનમંત્રી પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

    હાલમાં દુર્ઘટનાની તપાસ કરી રહેલ પોલીસે પુલના રીનોવેશન અને સારસંભાળનું કામ જોતી ઓરેવા કંપનીના 9 કર્મચારીઓની ધરપકડ કરી હતી. જે બાદ ઘણા લોકોએ એક ફોટોને એમ કહીને વાઇરલ કર્યો હતો કે તેમાં ઓરેવા કંપનીના માલિક ઓધવજી પટેલ PM મોદીને મળી રહ્યા છે.

    આ પોસ્ટ કોંગ્રેસના ઘણા મોટા મોટા ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ ઉપરાંત ઘટના નેતાઓએ પણ કરી હતી.

    - Advertisement -

    આમ, ઘણા લોકોએ આ ફોટો સાથે પોતાની વાત મુકતા કહ્યું હતું કે ઓરેવાના માલિક ઓધવજી પટેલને મોદીનું રક્ષણ પ્રાપ્ત છે.

    સત્ય તપાસ

    ઑપઇન્ડિયાની ટિમ આ દાવાની તાપસ કરવા ઉતરી એટલે સૌ પહેલા જે ફોટો વાઇરલ થઇ રહ્યો છે તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો તો એકદમ સાચો અને એડિટ કર્યા વગરનો છે પણ એમાં જે વ્યક્તિ PM મોદી સાથે દેખાય છે એ ઓધવજી પટેલ નહિ પરંતુ ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે.

    મંત્રી રાઘવજીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ચેક કરતી વખતે એક પોસ્ટ અમારા હાથમાં આવી. 14 ઓક્ટોબર 2021ના રોજ મંત્રી રાઘવજી પટેલ પોતે આ ફોટા પોતાની પ્રોફાઈલ પર મૂકીને જણાવ્યું હતું કે તેઓ PM મોદીની શુભેચ્છા મુલાકાત કરીને આવ્યા છે. હાલ વાઇરલ થઇ રહેલ ફોટો પણ એમાંથી જ એક છે.

    ફોટો: ભાસ્કર

    આ ઉપરાંત આ જ મુલાકાતનો એક મીડિયા અહેવાલ પણ અમને મળી આવ્યો જેમાં પણ આ દર્શવ્યું કે આ ફોટો એક વર્ષ પહેલાનો છે જયારે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ PM મોદીની મુલાકાતે ગયા હતા.

    અમારી વાતને ચોક્કસ કરવા અમે ઓરેવા કંપનીના મલિક ઓધવજી પટેલ વિષે પણ રિસર્ચ કર્યું. જાણવા મળ્યું કે ફાધર ઓફ વોલ ક્લોક તરીકે જાણીતા અજંતા, ઓરપેટ અને ઓરેવા ગ્રૂપના સ્થાપક ઓધવજી રાઘવજી પટેલ તો 2012માં જ 87 વર્ષનું ઉંમરે મોતને ભેટ્યા હતા. આ વિશેના પણ સમાચાર અહેવાલ અમે શોધી કાઢ્યા હતા.

    ફોટો: મિન્ટ

    આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પણ ટ્વીટ સાથે ખુલાસો કર્યો હતો કે લોકો દ્વારા ફેલાવવામાં આવી રહેલો ફોટો અયોગ્ય છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “કેટલાક તોફાની તત્વો, ભારતીય જનતા પાર્ટી અને મારી છાપ બગાડવા માટે મને બીજી ઓળખ સાથે જોડીને બદનામ કરવાનો સઘન પ્રયાસ કરી રહ્યા છે. જાહેર જાણ સારું હું જણાવવા માંગુ છું કે મારો ફોટો ઓધવજી પટેલના નામે ફેરવવામાં આવી રહ્યો છે આ તરકટ માં ભરમાશો નહિ.”

    આમ અમારી તપાસમાં ઉપરોક્ત દવાઓ ખોટા સાબિત થાય છે. કેમ કે પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલ ફોટો ઓરેવા કંપનીના મલિક ઓધવજી પટેલનો નહિ પરંતુ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલનો છે. જેને ખોટા દવાઓ સાથે વાઇરલ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં