Monday, May 6, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકપાકિસ્તાની પત્રકારે પાકિસ્તાનમાં છવાયેલાં અંધકારની ફોટોશોપ કરેલી ઈમેજ શેર કરી; નેટીઝન્સે પકડી...

    પાકિસ્તાની પત્રકારે પાકિસ્તાનમાં છવાયેલાં અંધકારની ફોટોશોપ કરેલી ઈમેજ શેર કરી; નેટીઝન્સે પકડી પાડી અને મજા લીધી

    પાકિસ્તાની મૂળની બ્રિટીશ પત્રકાર ગુલ બુખારીને પાકિસ્તાન પ્રત્યે કરુણા ઉભી કરવાની ઈચ્છા તેને જ ભારે પડી ગઈ છે અને પાકિસ્તાનીઓ જ તેને ટ્રોલ કરી રહ્યાં છે.

    - Advertisement -

    ગઈકાલે એટલેકે 23 જાન્યુઆરીએ પાકિસ્તાનના લગભગ 22 કરોડ લોકો અંધકારમાં ડૂબી ગયાં હતાં. પાકિસ્તાની સરકાર ઘણા સમયથી પોતાની કંગાળ આર્થિક હાલત સામે લડવા માટે વીજ બચત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ગઈકાલે તો ટેક્નીકલ ખામીને લીધે સમગ્ર પાકિસ્તાનમાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બ્રિટનમાં રહેતી પાકિસ્તાની મૂળની પત્રકાર ગુલ બુખારીને પોતાના મૂળ દેશની દયા આવતાં તેણે એક ફોટો ટ્વીટ કર્યો હતો.

    આ ફોટા બાબતે તેણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે “જાણેકે સમગ્ર પાકિસ્તાન વિશ્વના નકશામાંથી ભૂંસાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.” પરંતુ હકીકતમાં જોઈએ તો આ એક ફોટોશોપ કરેલી ઈમેજ હતી જેને ગુલ બુખારીએ ટ્વીટ કરી હતી.

    સોશિયલ મીડિયા કાયમ ફેક ન્યુઝ ફેલાવનારાઓ કે ખોટી માહિતી જાણે અજાણે ફેલાવનારાઓને ખુલ્લા પાડી દેતું હોય છે. તો આજ રીતે ઘણાં બધાં નેટીઝને પાકિસ્તાની મૂળની ગુલ બુખારીને પણ ખુલ્લી પાડી દીધી હતી અને તેને અરીસો દેખાડી દીધો હતો.

    - Advertisement -

    ટ્વીટર યુઝર અદનાન બશીરે ગુલ બુખારીની ફોટોશોપ કરેલી ઈમેજ પર કમેન્ટ કરતાં તેને એવી મુર્ખ વ્યક્તિ ગણાવી હતી જે પોતાને સ્માર્ટ દેખાડવાનો પ્રયાસ કરી રહી છે.

    ઉસ્માને કટાક્ષ કરતાં આ ફોટોને એવો ફોટો ગણાવ્યો છે જે બરોબર એ બાબતની ચાડી ખાય છે જે રીતે પાકિસ્તાનમાંથી લઘુમતીઓને ભૂંસી નાખવામાં આવી છે.

    એક યુઝર જેનું નામ પૉલ છે તેણે પણ ગુલ બુખારીને ઉદ્દેશીને અને તેનો ફોટો જે રીતે ફોટોશોપ કરવામાં આવ્યો છે, કહ્યું છે કે પાકિસ્તાનનો અંધારપટ એવો છે કે જે ભારતમાં પણ ઘુસી ગયો છે.

    એક અન્ય યુઝરે તો ટેક્નીકલ બાબતને આગળ લાવીને ગુલ બુખારીને સલાહ આપી છે કે તેણે આવતી વખતે પેઈન્ટબ્રશ સોફ્ટવેરનો ઉપયોગ ન કરવો જોઈએ.

    આમેર ક્રિકે ફક્ત આ પાકિસ્તાની પત્રકાર જ નહીં પરંતુ લગભગ તમામ પાકિસ્તાનીઓનાં ઘા પર મીઠું ભભરાવતી ટ્વીટ કરીને પાકિસ્તાનની સરખામણી ઉત્તર કોરિયા સાથે કરી છે જ્યાં વીજળી હજી પણ કાયમ છે.

    ઑપઇન્ડિયાએ ગુલ બુખારીની આ ટ્વીટને અને તેણે ટ્વીટ કરેલી ઈમેજની તપાસ કરી. આ ઈમેજને અમે અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરની વેબસાઈટ જ્યાં નકશાઓ દેશની સરહદો સહીત વ્યવસ્થિતપણે જોવા મળતાં હોય, એટલું જ નહીં કયા દેશમાં વીજળી ક્યાં ચમકી રહી છે એવા ફોટોગ્રાફ્સ સાથે પણ સરખાવી જોઈ. આ તપાસ બાદ અમને એ જાણવા મળ્યું કે ગુલ બુખારીની ઈમેજ ફોટોશોપ નહીં બલ્કે માઈક્રોસોફ્ટના અત્યંત સામાન્ય ટૂલ એટલેકે પેઈન્ટબ્રશમાં એડિટ કરવામાં આવી છે.

    કારણકે, પેઈન્ટબ્રશના ઉપયોગને લીધે કે પછી ખરાબ ઉપયોગને લીધે એ ફોટામાં ફક્ત પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતના રાજસ્થાન અને ગુજરાત રાજ્ય ઉપરાંત અરબી સમુદ્રનાં અમુક ભાગ પણ ભૂંસાઈ ગયો છે.

    અમે અમારી તપાસ આગળ ધપાવતાં Google Reverse Image ટૂલનો ઉપયોગ કર્યો અને જાણ્યું કે આ તસ્વીર Wikipediaમાંથી લેવામાં આવી છે.

    This image was taken from WikiPedia

    ત્યારબાદ અમે એ વેબસાઈટ્સની મુલાકાત લીધી જે સેટેલાઈટની મદદથી વિશ્વભરમાં ક્યાં લાઈટ્સ ચાલુ છે અને બંધ છે તેનો ત્વરિત અને લાઈવ ડેટા આપે છે. આ વેબસાઈટ્સની મુલાકાત લેતા સમયે અમે ચેક કર્યું કે 23મી જાન્યુઆરીએ રાત્રે 10.30 વાગ્યે પાકિસ્તાનની લાઈટની પરિસ્થિતિ શું હતી અને ખરેખર એ સમયે મોટાભાગનું પાકિસ્તાન અંધકારમાં હતું પરંતુ તે અંધકાર પાકિસ્તાની સરહદો સુધી જ સીમિત હતો નહીં કે ગુલ બુખારીની ઈમેજની જેમ ભારતમાં પણ ‘ઘુસી આવ્યો’ હતો.

    Source: Zoom Earth

    આમ આ રીતે બ્રિટન સ્થિત પાકિસ્તાની પત્રકાર ગુલ બુખારીને ફોટોશોપ (કે પછી પેઈન્ટબ્રશ?) કરેલી ઈમેજ શેર કરીને કદાચ વિદેશીઓનું ધ્યાન પોતાની જન્મભૂમિની દયનીય પરિસ્થિતિ તરફ દોરવાની ઈચ્છા હશે. આમ કરીને તે કદાચ પાકિસ્તાનની ઈમેજ વિશ્વભરમાં એવી ઉભી કરવા માંગતી હશે જેનાથી આંતરરાષ્ટ્રીય લાગણી પાકિસ્તાન સાથે જોડાય અને તેને ફરીથી આર્થિક મદદ, ભલે થોડીઘણી, પણ મળવી શરુ થઇ જાય. પરંતુ, ખુદ પાકિસ્તાનીઓએ જ ગુલ બુખારીની આ ‘કળા’ તેને જ માથે મારી અને તેને ખુલ્લી પાડી દીધી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં