Thursday, March 28, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકPM મોદીએ અડાલજથી 'મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ'ની શરૂઆત કરી, સિસોદિયાએ મોદી ૨૭...

    PM મોદીએ અડાલજથી ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ’ની શરૂઆત કરી, સિસોદિયાએ મોદી ૨૭ વર્ષમાં પહેલી વાર શાળામાં ગયાનું જુઠાણુ ફેલાવ્યું: જાણો સત્ય

    "મનીષ સિસોદિયા કેવું જૂઠ બોલે છે… નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે આ કરી રહ્યા છે… તે પણ આખા રાજ્યમાં, તમે એક શહેરમાં પણ તે કરવામાં નિષ્ફળ ગયા છો. તો ચૂપ!"

    - Advertisement -

    બુધવાર (19 ઓક્ટોબર) ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના અડાલજ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વર્ગમાં બેઠેલા શાળાના બાળકો સાથે પણ વાતચીત કરી હતી. આ બાબતને લઈને મનીષ સિસોદિયાએ એવી ટિપ્પણી કરી કે નેટિઝન્સે ચોતરફથી તેમને ઘેરી લીધા.

    આ દરમિયાનનો શાળાના બાળકો સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટામાં પીએમ મોદી સ્માર્ટ ક્લાસમાં બાળકોની વચ્ચે બેસીને ‘ક્લાસ’ લેતા જોવા મળ્યા હતા. આ ફોટો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે આનો શ્રેય પોતાને આપ્યો અને એક બીજો ફોટો પોસ્ટ કર્યો હતો જ્યાંથી આ વિવાદની શરૂઆત થઇ.

    દિલ્હીના સીએમ કેજરીવાલે પ્રધાનમંત્રીના આજના ફોટા સાથે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાનો એવી જ મુદ્રામાં એક ફોટો શેર કર્યો. તેમણે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે PM મોદીએ સિસોદિયાની કોપી કરી છે.

    - Advertisement -

    આ સાથે જ દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ પોતે પણ નરેન્દ્ર મોદીને ટાંકીને એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, “આજે પહેલીવાર મોદીજી શાળાએ ગયા બાદ ગુજરાતની શાળાના બાળકો સાથે બેઠા હતા. જો તેની શરૂઆત 27 વર્ષ પહેલા થઈ હોત તો આજે ગુજરાતના શહેરથી લઈને ગામડા સુધીનું દરેક બાળક ઉત્તમ શિક્ષણ મેળવતું હોત. દિલ્હીમાં 5 વર્ષમાં થઈ શકે છે, તો ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે.”

    પોતાની ટ્વીટના બીજા ભાગમાં તેમણે લખ્યું કે, “આ છે ગુજરાતની સરકારી શાળાઓની હાલત ભાજપના 27 વર્ષના શાસનમાં – 48,000માંથી 32,000 શાળાઓ જર્જરિત હાલતમાં છે, તેમાંથી 18,000 શાળાઓમાં તો ઓરડા પણ નથી. કોઈ શિક્ષક નથી. આ શાળાઓમાં 1 કરોડ બાળકોમાંથી મોટાભાગના બાળકોનું ભવિષ્ય અંધકારમય છે.”

    નેટીઝન્સે આપનું જૂઠ પકડી પાડ્યું

    આમ આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ PM મોદીની શાળાના બાળકો સાથેની મુલાકાતને લઈને જે નિવેદનો કરીને એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે PM મોદી તેમની કોપી કરી રહ્યા છે. પરંતુ તેમનું આ જૂઠ લાંબો સમય ના ચાલી શક્યું.

    એક ટ્વીટર યુઝર @i_m_prapti એ તો ઉલટાનું સિસોદિયા જ મોદીની કોપી કરે છે એમ કહી દીધું. સાથે થોડા ફોટા જોડીને તેમણે લખ્યું કે, “2011 માં ગુજરાત સરકારે “ગુણોત્સવ” યોજ્યો ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓએ 24 થી 26 નવેમ્બર, 2011 દરમિયાન ગુજરાતની 32,742 સરકારી શાળાઓના 2 લાખ શિક્ષકો, 60 લાખ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યું હતું.”

    ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ લખ્યું કે, “દિલ્હીના સૌથી ભ્રષ્ટ શિક્ષા અને શરાબ મંત્રીને જૂઠું બોલવું સરળતાથી આવે છે. સીબીઆઈ વિશે જૂઠ બોલનાર એમ સિસોદિયા હવે પીએમ મોદીની શાળાઓની મુલાકાત વિશે ખોટું બોલે છે! સીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતે છોકરીઓના શિક્ષણમાં જોરદાર સુધારો જોયો પરંતુ મનીષ સિસોદિયાના નેતૃત્વમાં અમે વર્ગખંડમાં ઘોટાળા અને શરબ ઘોટાળા જોયા.”

    યુઝર @Shobhitnathmp એ એક સાથે એવા અનેક ફોટા મુખ્ય જેમાં PM નરેન્દ્ર મોદી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓની મુલાકાત લઇ રહ્યા હોય. સાથે લખ્યું કે, “પ્રોપગેન્ડા ફેલાવવાનું બંધ કરો! જ્યારે તમે તમારી નર્સરીમાં રાજકારણનું abcd શીખતા હતા, ત્યારે આપણા વડા પ્રધાન તેમના જાહેર જીવનમાં પહેલેથી જ હતા. મને લાગે છે કે મનીષ સિસોદિયાએ પ્રભાવશાળી પગલાં લેવા માટે નરેન્દ્ર મોદીજીને અનુસર્યા હશે.”

    ટ્વીટર યુઝર @IamPolSol એ પણ મોદીજીના જુના એવા ઘણા ફોટા મુખ્ય જેમાં તેઓ જુદી જુદી શાળાઓની મુલાકાતે ગયા હૉય અને વિધાયર્થીઓ સાથે સંવાદ કર્યો હોય, સાથે લખ્યું કે, “મનીષ સિસોદિયા કેવું જૂઠ બોલે છે… નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે આ કરી રહ્યા છે… તે પણ આખા રાજ્યમાં, તમે એક શહેરમાં પણ તે કરવામાં નિષ્ફળ ગયા છો. તો ચૂપ!”

    આ સિવાય પણ સેંકડો લોકોએ ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર આમ આદમી આરતીના બંને નેતાઓનું આ જુઠાણું ઉઘાડું પડી દીધું હતું.

    જયારે ઑપઇન્ડિયાએ ઉપરના તમામ ફોટા અને જાણકારી ચેક કાર્ય છે અને તે તમામ સાચા સાબિત થયા છે. ઉપરાંત અમારી ટીમે આમ આદમી પાર્ટીના બંને નેતાઓના દાવાઓની તાપસ કરી તો અમને પણ ઘણી જાણકારીઓ મળી જે આપ સમક્ષ મૂકી રહ્યા છીએ, જે આ બંને નેતાઓના જુઠાણાઓની પોલ ખોલે છે.

    ગુજરાતમાં CM મોદીએ 20 વર્ષ પહેલા શરૂ કર્યો હતો શાળા પ્રવેશોત્સવ

    2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2002-2003 માટે સૌ પ્રથમ વાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. બાળકોના 100% નામાંકન કહેવાના ઉદ્દેશ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવેલ હતી.

    હાલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના 17 વર્ષ સફળતાથી પુરા થયા હતા અને તેના ગુજરાતમાં બાળકોનું શાળામાં નામાંકન 99.02% સુધી થયું હતું. નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમન્ત્રી, મંત્રીઓ, પદાધિકારીઓ અને રાજ્ય જિલ્લા સ્તરના અધિકારીઓ દ્વારા જુદી જુદી શાલોની મુલાકાત લેવામાં આવે છે.

    CM મોદીના પ્રયત્નોના કારણે ડ્રોપ-આઉટ રેતમાં અધધ ઘટાડો થયો

    CM મોદીના માર્ગદર્શનમાં સરકારાના અલગ અલગ સફળ પ્રયાસોના કારણે ધોરણ- 1 થી 8માં ડ્રોપ-આઉટ દર 2004-05માં 18.79%થી ઘટીને 2020-21માં 3.07% થયો છે.

    ગુજરાતમાં શાળા ડ્રોપ-આઉટ રેટમાં અધધ ઘટાડો

    એ જ રીતે, ધોરણ- 1 થી 5નો ડ્રોપ-આઉટ દર 2004-05માં 10.16% હતો જે 2020-21માં ઘટીને 1.32% થયો છે.

    આ સિવાય પણ ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ એવા અનેક કાર્યક્રમો કર્યા હતા જેનું ફળ ગુજરાતના નાગરિકો આજે ભોગવી રહ્યા છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને દુરસ્ત કરવામાં અને આધુનિક બનાવવામાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં