Friday, April 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકકર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધીની પ્રશંસા...

    કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધીની પ્રશંસા કરી?: જાણો શું છે વાયરલ તસ્વીરનું સત્ય

    ઘણા લોકોએ આ ફોટો પોસ્ટ કરીને કોઈકે રાહુલ ગાંધીને લોકનેતા ગણાવ્યા તો કોઈએ કોહલીની પ્રશંસા કરી હતી. 

    - Advertisement -

    કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાર્ટી સમર્થકો આ તેનો શ્રેય પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને તેમની ‘ભારત જોડો યાત્રા’ને આપી રહ્યા છે. દરમ્યાન ટ્વિટર પર એક તસ્વીર શૅર કરવામાં આવી રહી છે, જેમાં ક્રિકેટર વિરાટ કોહલીએ રાહુલની પ્રશંસા કરતી પોસ્ટ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો. 

    ટ્વિટર પર ઘણાએ એક ફોટો શૅર કર્યો, જે વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો હોવાનો દાવો કરવામાં આવ્યો. તસ્વીરમાં ઉપરના છેડે virat.kohLi લખવામાં આવ્યું છે. તેની નીચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તસ્વીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું- ‘The man, the myth, the leader @rahulgandhi.’

    એક વ્યક્તિએ આ તસ્વીર શૅર કરીને દાવો કર્યો કે, કર્ણાટક ચૂંટણીમાં જીત બાદ વિરાટ કોહલીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવી હતી. 

    - Advertisement -

    એક વ્યક્તિએ આ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, હવે તો વિરાટ કોહલીને પણ ખબર પડી ગઈ કે રાહુલ ગાંધી જેવું કોઈ નથી અને કોંગ્રેસની કોઈ પાર્ટી હરાવી શકે તેમ નથી. 

    અન્ય પણ ઘણા લોકોએ આ ફોટો પોસ્ટ કરીને કોઈકે રાહુલ ગાંધીને લોકનેતા ગણાવ્યા તો કોઈએ કોહલીની પ્રશંસા કરી હતી. 

    શું છે સત્ય? 

    વાસ્તવમાં વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર રાહુલ ગાંધી સબંધિત કોઈ પોસ્ટ કે સ્ટોરી શૅર કરી નથી. ઘણા ટ્વિટર યુઝરો એવો પણ દાવો કરી રહ્યા છે કે કોહલીએ આ સ્ટોરી શૅર કર્યા બાદ ડીલીટ કરી દીધી હતી, પરંતુ તેમાં પણ વાસ્તવિકતા નથી, કે તેવા કોઈ રિપોર્ટ્સ પણ જોવા મળ્યા નથી. 

    વધુમાં, વાયરલ ફોટોમાં જે ફોન્ટ જોવા મળી રહ્યા છે તે પણ ઇન્સ્ટાગ્રામના જે ફોન્ટ છે તેનાથી જુદા તરી આવે છે. બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે ફેક ફોટામાં કોહલીના નામમાં આલ્ફાબેટ ‘L’ કેપિટલ છે, જ્યારે વાસ્તવમાં તે સ્મોલ લેટર છે. આથી સ્પષ્ટ થાય છે કે કોઈકે જાણીજોઈને આ તસ્વીર એડિટ કરીને ફરતી કરી હોય શકે. 

    ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. પાર્ટીને 224માંથી 135 બેઠકો પર જીત મળી છે, જ્યારે ભાજપને 66 બેઠકો મળી હતી. JDS 19 બેઠકો પર વિજેતા બની હતી. જ્યારે 4 બેઠકોના અન્ય પાર્ટીઓના ફાળે ગઈ હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં