Wednesday, July 24, 2024
More
  હોમપેજફેક્ટ-ચેક‘યુવાન અને ઉર્જાવાન પત્રકાર’ મુંબઈ એરપોર્ટનાં ખોટા ટર્મિનલ પર પહોંચ્યા અને દોષનો...

  ‘યુવાન અને ઉર્જાવાન પત્રકાર’ મુંબઈ એરપોર્ટનાં ખોટા ટર્મિનલ પર પહોંચ્યા અને દોષનો ટોપલો મોદી પર ઢોળ્યો: જાણીએ એરપોર્ટ પર યોગ્ય ટર્મિનલ કેવી રીતે ચેક કરીશું

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી નાગર ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી નથી કે દરેક પેસેન્જરને આ હકીકત બાબતે શિક્ષિત કરે અને ખાસ કરીને જે લોકો ‘યુવાન અને ઉર્જાવાન પત્રકાર’ છે તેમનાં માટે તેમની ટીકીટ પર જ આ માહિતી છાપેલી હોવાથી તેમણે જ તેનો ઉપયોગ કરવાનો હોય છે.

  - Advertisement -

  ઉજ્જવલ ત્રિવેદી નામના એક વ્યક્તિ જે પોતાને ‘યુવાન અને ઉર્જાવાન’ પત્રકાર કહેવડાવે છે તેમણે બુધવારે ટ્વીટર પર પોતાની વ્યથા ઠાલવી હતી. વાત એમ હતી કે તેઓ ભૂલથી છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનાં ખોટાં ટર્મિનલ પર પહોંચી ગયા હતાં અને આ તમામનો દોષ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની વિકાસગાથા પર ઢોળી દીધો હતો.

  ત્રિવેદીએ કહ્યું કે તેઓ મુંબઈથી બેંગ્લોરની વહેલી સવારની ફ્લાઈટ પકડવા માટે ‘મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ પર પહોંચી ગયાં હતાં કારણકે તેમનાં ‘બોર્ડીંગ પાસમાં’ આ પ્રમાણે સુચના આપવામાં આવી હતી. પરંતુ ત્યાં પહોંચ્યાં બાદ તેમને CISFએ જણાવ્યું કે તેઓ ખોટા ટર્મિનલ પર આવી ગયાં છે અને તેમની ફ્લાઈટ ડોમેસ્ટિક ટર્મિનલ પરથી ઉડશે. આ મુદ્દે ત્રિવેદી ગૂંચવાઈ થઇ ગયા હતાં અને અને ઘણાબધા વિઘ્નો પાર કરીને તેઓ ડોમેસ્ટિક ટર્મિનલ પર પહોંચી શક્યાં હતાં, કારણકે તેઓ ‘યુવાન અને ઉર્જાવાન’ છે.

  જો કે તેમણે વડાપ્રધાન મોદી અને નાગર ઉડ્ડયન મંત્રાલયને સલાહ આપી હતી કે જ્યારે આપણે ઝડપથી વિકાસ કરી રહ્યાં છીએ અને હવે તો G20ની યજમાની પણ કરવાનાં છીએ ત્યારે તેમણે પ્રવાસીઓને અપાતી સૂચનાઓ બાબતે વિશેષ ધ્યાન પણ આપવું જોઈએ.

  - Advertisement -

  પોતાની દલીલને સાબિત કરવા માટે તેમણે એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો જે તેમનો ‘બોર્ડીંગ પાસ’ છે.

  ઉજ્જવલ ત્રિવેદીનો બોર્ડીંગ પાસ

  જો કે જો આ બોર્ડીંગ પાસને ધ્યાનથી જોવામાં આવે તેમાં ઉપર એક આઈટીનરી છે જેમાં ટીકીટની વિગતો આપવામાં આવી છે. અકાસા એરની વેબસાઈટ પરથી અમે તેમની ટીકીટનો સ્ક્રીન શોટ લીધો છે જે કોઈના પણ દ્વારા PNR નંબર નાખવાથી મળી જતો હોય છે.

  ઉજ્જવલ ત્રિવેદીની ટીકીટ

  આ સ્ક્રીનશોટમાં સ્પષ્ટ દેખાય છે કે તેમની ફ્લાઈટ મુંબઈનાં T1 ટર્મિનલથી ઉડવાની હતી જે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ડોમેસ્ટિક ટર્મિનલ છે. આ જ એરપોર્ટનું ટર્મિનલ 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે છે જો કે બહુ ઓછાં પ્રમાણમાં અહીંથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ઉડતી હોય છે.

  મુંબઈ પાસે છત્રપતિ શિવાજી મહારાજ નામનું એકમાત્ર એરપોર્ટ છે જે કોમર્શીયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે અને તેનાં બે ટર્મિનલ્સ છે જેનાં વિષે આપણે આગળ ચર્ચા કરી. સામાન્ય રીતે તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો માટે આ વ્યવસ્થા હોવી એ બાબત સામાન્ય છે. ઉદાહરણ તરીકે અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે. અહીં પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બે ટર્મિનલ્સ એક જ સંકુલમાં આવેલાં છે. આવી જ રીતે દિલ્હીનાં ધ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર T1, T2, અને T3 એમ ત્રણ ટર્મિનલ્સ આવેલાં છે.

  આ પ્રકારે એક કરતાં વધારે ટર્મિનલ ધરાવતાં એરપોર્ટસ પર વિવિધ ફ્લાઈટ્સ ઓપરેટ થતી હોય છે. જ્યારે આ પ્રકારનાં એક કરતાં વધુ ટર્મિનલ્સ ધરાવતાં એરપોર્ટ પરથી કોઈને મુસાફરી કરવી હોય તો તેના બોર્ડીંગ પાસ પર ટર્મિનલનો નંબર લખેલો હોય છે. બોર્ડીંગ પાસ ઓનલાઈન વેબચેકથી પણ થાય છે અથવાતો ટર્મિનલ પર જઈને અહીં આવેલા ચેક-ઇન કાઉન્ટર પરથી પણ થતું હોય છે. ડિપાર્ચર ટર્મિનલનો નંબર ફ્લાઈટ બુક કરતી વિવિધ સાઈટ્સ અને એરલાઈન્સની વેબસાઈટ અથવાતો એપ પર પણ લખેલો હોય છે. સામાન્ય રીતે જે ફ્લાઈટને જે ટર્મિનલ નંબર ફાળવવામાં આવ્યો હોય તે બદલાતો નથી.

  ઉજ્જવલ ત્રિવેદીએ ભૂલ એ કરી કે તેમણે બે અલગ અલગ ટર્મિનલ્સ ધરાવતાં એક જ એરપોર્ટને બે એરપોર્ટ્સ ગણી લીધાં. પરંતુ ખરેખર તો તેમણે એ ચેક કરવાની જરૂર હતી કે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટનાં કયા ટર્મિનલ પરથી ઘરેલુ અને કયાંથી આંતરરાષ્ટ્રીય ઉડાનો ચાલતી હોય છે. આ પ્રકારના એરપોર્ટ્સ પર ભલે અલગ અલગ ટર્મિનલ્સ આવેલાં હોય પરંતુ તેમનું સંચાલન એક જ કેન્દ્ર દ્વારા થતું હોય છે. ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ બંને પ્રકારનાં વિમાનો એક જ રનવે અને એક જ ATC ટાવરની એ જ રડાર અને એજ અન્ય સેવાઓનો ઉપયોગ કરતાં હોય છે. દરેક એરપોર્ટ્સ પાસે કદાચ અલગ અલગ કાર્ગો ટર્મિનલ હોઈ શકે છે પરંતુ તેઓ એક જ એરપોર્ટનો હિસ્સો હોય છે.

  Indigo નો બોર્ડીંગ પાસ

  બોર્ડીંગ પાસ આવો દેખાતો હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે તેમાં ફ્લાઈટનો ડિપાર્ચર ટાઈમ, એરપોર્ટનાં કયા ટર્મિનલથી ફ્લાઈટ ઉપડશે અને તેનું ડેસ્ટીનેશન આ તમામ વિગતો હોય છે. ઉપરનાં ચિત્ર અનુસાર ફ્લાઈટ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ 1 (T1) પરથી ઉડશે અને અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 (T1) પર ઉતરશે. જો કે આ બંને ટર્મિનલ્સ ડોમેસ્ટિક ટર્મિનલ્સ છે, એટલેકે ઘરેલુ ફ્લાઈટ્સ અહીંથી ઉડતી અને ઉતરતી હોય છે પરંતુ તેઓ એક જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનાં હિસ્સા છે.

  તમારી ટીકીટમાં પણ બોર્ડીંગ પાસની જેમ જ આ બધી જ વિગતો હોય છે જેમાં ઉડવાના તેમજ ઊતરવાનાં એમ બંને એરપોર્ટ્સની વિગતો હોય છે. આ સમગ્ર વિશ્વની નક્કી કરેલી પ્રક્રિયા હોય છે. અને આ બાબતોનું ધ્યાન પ્રવાસી અથવાતો એર ટીકીટ ખરીદનાર વ્યક્તિએ રાખવાનું હોય છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી નાગર ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી નથી કે દરેક પેસેન્જરને આ હકીકત બાબતે શિક્ષિત કરે અને ખાસ કરીને જે લોકો ‘યુવાન અને ઉર્જાવાન પત્રકાર’ છે તેમનાં માટે તેમની ટીકીટ પર જ આ માહિતી છાપેલી હોવાથી તેમણે જ તેનો ઉપયોગ કરવાનો હોય છે.

  દિલ્હી જેવા એરપોર્ટ પર બે ટર્મિનલ્સ વચ્ચે શટલ સર્વિસ ચાલે છે જે ટર્મિનલ 2 અને 3 ને જોડે છે. અહીં પ્રવાસી જાતે ચાલીને એકમાંથી બીજા ટર્મિનલ પર આરામથી જઈ શકે છે. આ જ રીતે અમદાવાદ એરપોર્ટ પર પણ બંને ટર્મિનલ્સને જોડતો એક વોકવે ઉપલબ્ધ છે.

  મૂળ સ્ટોરી અંગ્રેજીમાં અહીં ક્લિક કરીને વાંચી શકશો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં