Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સ'હીથ સ્ટ્રીક હજુ પીચ પર જ છે': ઝિમ્બાવેના મહાન ક્રિકેટરના મૃત્યુ બાબતે...

    ‘હીથ સ્ટ્રીક હજુ પીચ પર જ છે’: ઝિમ્બાવેના મહાન ક્રિકેટરના મૃત્યુ બાબતે બોલર હેનરી ઓલંગાએ અફવા ફેલાવી, બીજા દિવસે પોતાની જ અફવાનું કર્યું ફેક્ટ ચેક

    ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી હેનરી ઓલંગાએ X પર નવી પોસ્ટમાં એમ પણ લખ્યું કે, સ્ટ્રીકને થર્ડ અમ્પાયરે પાછા બોલાવ્યા છે, તેઓ જીવિત છે.

    - Advertisement -

    “ઝિમ્બાવે ક્રિકેટ ટીમના ખેલાડી હીથ સ્ટ્રીકનું કેન્સરના કારણે નિધન થયું છે. ઝિમ્બાવે ક્રિકેટ ટીમના 49 વર્ષીય પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક હવે આ દુનિયામાં નથી રહ્યા.” પરંતુ વાસ્તવમાં હીથ સ્ટ્રીક આઉટ થયા નથી. જો તમે તેમના મૃત્યુ અંગેના સમાચાર વાંચી રહ્યા છો તો તેને અફવા માની લો. આ અફવા ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને હીથ સ્ટ્રીકના સાથી ખેલાડી હેનરી ઓલંગાએ કરેલ પોસ્ટ દ્વારા ફેલાઈ હતી.

    હેનરી ઓલંગાએ 22 ઓગસ્ટ 2023ના રોજ મંગળવારે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરી હીથ સ્ટ્રીકના મૃત્યુ અંગે જાહેરાત કરી હતી. તેમજ શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમણે નાળમાં આ પોસ્ટ ડીલીટ કરી દીધી છે.

    પોસ્ટ - અફવા - હીથ સ્ટ્રીક
    હેનરી ઓલંગાએ ડીલીટ કરેલ પોસ્ટનો સ્ક્રીનશોટ, જેનાથી હીથ સ્ટ્રીકના નિધનની અફવા ફેલાઈ હતી

    પોતે જ પોતાના દાવાનું કર્યું ફેક્ટ ચેક

    હીથ સ્ટ્રીકના મૃત્યુ અંગેની અફવા ફેલાયાના એક દિવસ બાદ એટલે કે બુધવારે (23 ઓગસ્ટ, 2023) હેનરી ઓલંગાએ નવી પોસ્ટ કરી હતી. તેમાં હીથ સ્ટ્રીકના એક મેસેજનો સ્ક્રીનશોટ છે. જેમાં હીથ સ્ટ્રીક કહી રહ્યા છે કે, તેમના રન આઉટવાળી પોસ્ટને તાત્કાલિક રિવર્ટ કરવામાં આવે એટલે કે, તેમના મૃત્યુવાળી પોસ્ટને ડીલીટ કરવામાં આવે.

    - Advertisement -

    ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી હેનરી ઓલંગાએ X પર નવી પોસ્ટમાં એમ પણ લખ્યું કે, સ્ટ્રીકને થર્ડ અમ્પાયરે પાછા બોલાવ્યા છે, તેઓ જીવિત છે.

    ઉલ્લેખનીય છે કે, હેનરી ઓલંગા ઝિમ્બાવે ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રહી ચુક્યા છે. એક સમયે તેઓ તેમની હેર સ્ટાઇલ માટે ખુબ પ્રચલિત હતા. એક મેચમાં સચિનને આઉટ કરવા અને આવતી મેચમાં સચિન દ્વારા તેમની ઓવરમાં તાબડતોબ સિક્સ ફટકારવાની યાદગીરી પણ અવિસ્મરણીય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં