Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'જેલમાં રહીને મારું વજન 6 કિલો ઘટી ગયું': વાયરલ વિડીયોમાં દિલ્હી દારૂ...

    ‘જેલમાં રહીને મારું વજન 6 કિલો ઘટી ગયું’: વાયરલ વિડીયોમાં દિલ્હી દારૂ કૌભાંડના આરોપી કેજરીવાલે કર્યો દાવો, જેલ પ્રશાસનના રિપોર્ટે AAP નેતાની ખોલી પોલ

    જ્યારે 1લી એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલને પહેલીવાર તિહાર જેલ મોકલવામાં આવ્યા ત્યારે તેમનું વજન 65 કિલો નોંધવામાં આવ્યું હતું.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. PM મોદી કન્યાકુમારીમાં ધ્યાન સાધનામાં બેસી ગયા છે. બીજી બાજુ શુક્રવારે (31 મે) દિલ્હી દારૂ કૌભાંડના આરોપી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીનનો છેલ્લો દિવસ હોવાથી શનિવારે તેઓને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનું છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રીનો એક વિડીયો સામે આવ્યો છે.

    4 મિનિટના આ વિડીયોમાં તેઓ જેલ પ્રશાસન પર જુદા જુદા આરોપો લગાવતા જોવા મળી રહ્યા છે. તેઓ કહે રહ્યા છે કે, “જેલમાં હું 50 દિવસ રહ્યો. આ 50 દિવસોમાં મારો 6 કિલો વજન ઓછો થઈ ગયો. જેલમાં ગયો ત્યારે મારો વજન 70 કિલો હતો, બહાર આવ્યો ત્યારે મારો વજન 64 કિલો થઈ ગયો.”

    એટલે કે આ વિડીયોમાં તેઓ જેલ પ્રશાસન પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓએ જેલમાં તેમની સાથે દુર્વ્યવહાર કર્યો, તેના કારણે તેમનું વજન ઘટી ગયું હતું. આ વિડીયો દ્વારા તેઓએ સામાન્ય નાગરિકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

    - Advertisement -

    જેલ પ્રશાસને બહાર પડ્યો રિપોર્ટ

    બીજી બાજુ તિહાર જેલના સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ કઈક અલગ જ જાણકારી આપી રહ્યો છે. એક સામાન્ય પ્રક્રિયા અનુસાર જ્યારે પણ કોઇ આરોપીને જેલમાં ભરતી કરવામાં આવે ત્યારે સૌપ્રથમ તેમનો વજન કરવામાં આવે છે. બાદમાં નિયમાનુસાર થોડા થોડા દિવસોએ તેમનું નિયમિત વજન કરવામાં આવે છે.

    આ જ શ્રેણીમાં જ્યારે 1લી એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલને પહેલીવાર તિહાર જેલ મોકલવામાં આવ્યા ત્યારે તેમનું વજન 65 કિલો નોંધવામાં આવ્યું હતું. થોડા થોડા દિવસોએ નિયમિત તેમનું વજન માપવામાં આવ્યું, જેમાં કોઇ ઘટાડો નોંધાયો નહોતો. ઉલટાનું 29 એપ્રિલના રોજ જ્યારે તેમનું વજન માપવામાં આવ્યું ત્યારે તે 66 કિલો હતું. એટલે કે તેમનું વજન જેલમાં એક કિલો વધ્યુ હતુ.

    છેલ્લે જ્યારે તેમને વચગાળાના જામીન પર બહાર મોકલાયા ત્યારે 9 મેના દિવસે તેમનું વજન કરવામાં આવ્યું, તે 64 કિલો હતું. એટલે કે જ્યારે કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી માત્ર 1 કિલો ઓછું.

    આમ જેલના સિનિયર મેડિકલ ઓફિસરના રિપોર્ટ પરથી એમ કહી શકાય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતાના આ વિડીયોમાં 6 કિલો વજન ઘટવાની જે વાત કરી રહ્યા છે તે ખોટી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં