Saturday, July 27, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકદિવાળીને ‘જશ્ન-એ-રોશની’ ગણાવતું પોસ્ટર થયું વાયરલ, સરકારી સંસ્થા FSSAIએ કાર્યક્રમ આયોજિત કર્યો...

    દિવાળીને ‘જશ્ન-એ-રોશની’ ગણાવતું પોસ્ટર થયું વાયરલ, સરકારી સંસ્થા FSSAIએ કાર્યક્રમ આયોજિત કર્યો હોવાનો દાવો: વિવાદ બાદ આખરે સ્પષ્ટતા કરવામાં આવી

    પોસ્ટર ફરતું થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘણાને તે પસંદ ન આવ્યું. યુઝરોએ સરકારને પણ ઘેરી અને હિંદુ તહેવારોનાં નામોના થઈ રહેલા ઇસ્લામીકરણ સામે વાંધો ઉઠાવ્યો.

    - Advertisement -

    મંગળવારે (7 નવેમ્બર) સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયું હતું, જેમાં દિવાળીને ‘જશ્ન-એ-રોશની’ નામ આપવામાં આવ્યું હતું. પોસ્ટર પર સરકારી સંસ્થા FSSAI (ફૂડ એન્ડ સિક્યુરિટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા)નું નામ લખવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે, સંસ્થા દિવાળી અગાઉ આ નામથી એક કાર્યક્રમ કરી રહી છે. 

    જે પોસ્ટર વાયરલ થયું છે તેમાં ઉપર FSSAIનો લોગો અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નામ જોવા મળે છે. નીચે મોટા અક્ષરોમાં ‘જશ્ન-એ-રોશની’ લખવામાં આવ્યું છે. સમય સવારે 10 વાગ્યાનો અને સ્થળ FSSAI મુખ્યમથક દિલ્હી હોવાનું જણાવવામાં આવ્યું છે. અન્ય કોઇ વિગતો આપવામાં આવી નથી.

    પોસ્ટર ફરતું થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘણાને તે પસંદ ન આવ્યું. યુઝરોએ સરકારને પણ ઘેરી અને હિંદુ તહેવારોનાં નામોના થઈ રહેલા ઇસ્લામીકરણ સામે વાંધો ઉઠાવ્યો. આ પ્રકારની ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી. 

    - Advertisement -

    જોકે, વિવાદ વધ્યા બાદ સંસ્થાએ જાતે જ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. X પર કરવામાં આવેલી એક પોસ્ટમાં FSSAI દ્વારા કહેવામાં આવ્યું કે, “સંસ્થા ‘જશ્ન-એ-રોશની’ નામનો કોઈ કાર્યક્રમ આયોજિત કરી રહી નથી, જેવો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડિયા પર જે ફોટો શૅર કરવામાં આવી રહ્યો છે તે ન તો FSSAI દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યો છે કે ન તેની પરવાનગી અપાઈ છે. 

    જોકે, એ પણ નોંધવું જોઈએ કે FSSAIએ ગયા વર્ષે આ જ નામથી એક કાર્યક્રમ કર્યો હતો. 2022ની દિવાળી વખતે ‘જશ્ન-એ-રોશની’ નામથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમના કર્મચારીઓ માટે અમુક સ્પર્ધાઓનું પણ આયોજન કર્યું હતું. અમુક સોશિયલ મીડિયા યુઝરોએ આ બાબત પર પણ ધ્યાન દોર્યું. ‘ધ સ્કેન ડૉક્ટરે’ સંસ્થાની જ વેબસાઈટ પરથી એક PDFનો સ્ક્રીનશોટ લઈને પોસ્ટ કર્યો અને કહ્યું કે, તેમણે ગત વર્ષે પણ આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

    ઘણા લોકોએ પૂછ્યું કે ગયા વર્ષે કાર્યક્રમ યોજાયો હતો પણ આ વર્ષે શું સોશિયલ મીડિયા પર વિરોધ થવાના કારણે માંડવાળ કરવામાં આવી?

    ઉલ્લેખનીય છે કે FSSAI દેશમાં ખાદ્યપદાર્થોના માનકો નક્કી કરતી અને તપાસ કરતી સંસ્થા છે, જે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવે છે. વર્ષ 2006માં તેની રચના કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં