Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'હિંદુરાષ્ટ્ર બનાવવાની તૈયારીઓ કરતા સંત': હિંદુદ્વેષીઓએ શ્રીલંકાના બૌદ્ધ સાધુનો અશ્લીલ વિડીયો શેર...

    ‘હિંદુરાષ્ટ્ર બનાવવાની તૈયારીઓ કરતા સંત’: હિંદુદ્વેષીઓએ શ્રીલંકાના બૌદ્ધ સાધુનો અશ્લીલ વિડીયો શેર કરીને તે ભારતના હિંદુ સંત હોવાનો ખોટો દાવો કર્યો- Fact Check

    એશિયન મિરરના અહેવાલ મુજબ, આ ઘટના જુલાઈની શરૂઆતમાં શ્રીલંકાના પશ્ચિમી પ્રાંતના રસપાનામાં બની હતી. વિડીયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ પાલલેગામા સુમના થેરો નામના અગ્રણી બૌદ્ધ સાધુ તરીકે થઈ છે.

    - Advertisement -

    શ્રીલંકાના બૌદ્ધ સાધુનો એક વિડીયો, જેમાં તે બે મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે, તે ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે કે તે ભારતના એક હિંદુ સંત છે. જયારે તેની સત્યતા સાવ જુદી જ છે.

    27 જુલાઈ, 2023 ના રોજ ટ્વિટર વપરાશકર્તા (@shajath67) દ્વારા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી શેર કરવામાં આવી હતી. ટ્વીટના આર્કાઇવને અહીં ઍક્સેસ કરી શકાય છે. તેણે લખ્યું, “હિંદુ પુજારી, માફ કરજો, વેશ્યા, જેણે ભારતને ધર્મ દ્વારા વિભાજિત કર્યું…”

    ગેરમાર્ગે દોરનારી ટ્વીટની સાથે રેડનો વિડીયો પણ હતો જેમાં એક સાધુ અને બે મહિલાઓને ટોળા દ્વારા આપત્તિજનક સ્થિતિમાં પકડવામાં આવ્યા હતા. ‘shajath67’ના ટ્વિટર બાયો અનુસાર, તે પોતાને દ્રવિડ મુનેત્ર કઝઘમ (DMK) પાર્ટીના કાર્યકર તરીકે ઓળખાવે છે.

    - Advertisement -
    shajath67 ની ટ્વીટનો સ્ક્રીનગ્રેબ

    રવિવાર (30 જુલાઈ)ના રોજ, આ જ વિડીયો ‘Rofl Swara 2.0’ નામના અન્ય ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ કૅપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો, “સંત હિંદુ રાષ્ટ્રના નિર્માણની પ્રેક્ટિસ કરી રહ્યા છે.”

    Rofl Swara 2.0 ની ટ્વીટનો સ્ક્રીનગ્રેબ

    આ જ વિડીયોને એક મિર્ઝા બેગ દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યો હતો, જેણે લખ્યું હતું કે, “આ ઈસ્લામોફોબિક હિંદુ પાદરી એક માતા અને તેની પુત્રી સાથે પકડાયો હતો. ક્યા ખિલાઝત હૈ યે તનાતનીઝ.” (અહીંયા તેના દ્વારા તનાતનીઝ એ સનાતનીનું અપભ્રંશ કરીને લખવામાં આવ્યું છે.)

    મિર્ઝા બેગની ટ્વીટનો સ્ક્રીનગ્રેબ

    સત્ય શું છે?

    એશિયન મિરરના અહેવાલ મુજબ, આ ઘટના જુલાઈની શરૂઆતમાં શ્રીલંકાના પશ્ચિમી પ્રાંતના રસપાનામાં બની હતી. વિડીયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ પાલલેગામા સુમના થેરો નામના અગ્રણી બૌદ્ધ સાધુ તરીકે થઈ છે.

    થેરો માતા-પુત્રીની જોડી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યો હતો. યુવાનોના ટોળા દ્વારા તેઓ પર રેડ કરવામાં આવી હતી. સુમનરામયા મંદિરમાં સેવા આપતા બૌદ્ધ સાધુએ બાદમાં આ શખ્સો સામે શારીરિક હુમલો કરવા અને તેની મિલકતને નષ્ટ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

    આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી તિરાન એલેસના નિર્દેશને પગલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં તેમને જામીન પર મુક્ત કર્યા હતા. બાદમાં થેરોએ તેની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

    આમ, તે સ્પષ્ટ થઈ જાય છે કે વિવાદાસ્પદ વિડીયો ન તો ભારતનો છે અને ન તો કોઈ હિંદુ સંતનો, પરંતુ તે શ્રીલંકાના એક બૌદ્ધ સાધુનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં