Sunday, April 21, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકફેક્ટચેક: વિનાશક ભૂકંપ બાદ ભારતે મદદ કર્યા છતાં તૂર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો...

  ફેક્ટચેક: વિનાશક ભૂકંપ બાદ ભારતે મદદ કર્યા છતાં તૂર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપીને વિશ્વાસઘાત કર્યો? શું છે વાયરલ દાવાની વાસ્તવિકતા?

  એ વાત સત્ય છે કે તૂર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતું આવ્યું છે પરંતુ સોશિયલ મીડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યા છે તે ભ્રામક છે. 

  - Advertisement -

  તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે માનવતા દાખવીને મદદ કર્યા છતાં તૂર્કીએ જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરીને ભારત સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના મેસેજો અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. 

  એક વોટ્સએપ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે તૂર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું અને કહ્યું કે ભારત કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સાથે એમ પણ લખવામાં આવ્યું કે ભારતે ‘ઓપરેશન દોસ્ત’ લૉન્ચ કરીને તૂર્કીને રાહત સામગ્રી પહોંચાડી હતી તેમજ NDRFની ટીમો પણ મોકલી હતી, પરંતુ વળતર તરીકે તૂર્કીએ ભારત સાથે વિશ્વાસઘાત કરીને UNHRCમાં પાકિસ્તાનું સમર્થન કર્યું છે. એમ પણ લખવામાં આવ્યું કે, મુસ્લિમ ઉમ્માહની જીત થઇ અને મોદીની હાર.

  તૂર્કીને લઈને વાયરલ વોટ્સએપ મેસેજ

  એ વાત સત્ય છે કે તૂર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરતું આવ્યું છે પરંતુ સોશિયલ મીડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યા છે તે ભ્રામક છે. 

  - Advertisement -

  UNHRCમાં તૂર્કીના નાયબ વિદેશમંત્રીનું સંબોધન 

  તાજેતરમાં તૂર્કીના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ- UNHRCમાં એક ભાષણ આપ્યું હતું. 27 ફેબ્રુઆરીએ આપેલા આ ભાષણમાં તેમણે આફતના સમયે મદદ કરવા બદલ આખા વિશ્વનો આભાર માન્યો હતો. પરંતુ આ ભાષણમાં તેમણે ક્યાંય કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કર્યો ન હતો. 

  તૂર્કીએ યુક્રેનની અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તો વિવાદિત પેલેસ્ટાઇન અને ક્રિમીયાની ક્ષેત્રીય અખંડિતતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, અફઘાનિસ્તાન, સીરિયા અને ભૂમધ્યસાગરના શરણાર્થીઓની સુરક્ષા કરવા માટે આહવાન કર્યું હતું. 

  શું છે વિવાદની જડ? ભારતે કોને અને કેમ જવાબ આપ્યો હતો?

  વાસ્તવમાં, ગત ગુરુવારે (2 માર્ચ, 2023) ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉ-ઑપરેશન (OIC)એ UNHRCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંગઠનના સેક્રેટરી જનરલે જમ્મુ-કાશ્મીર, અફઘાનિસ્તાન અને રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ તથા અઝરબૈજાનમાં મજહબી વારસાને પહોંચતા નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. OIC બાદ પાકિસ્તાને પણ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે UNHRCના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. 

  પાકિસ્તાન અને તૂર્કીના ઈશારે કાશ્મીર મુદ્દાને વેગ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડવાના પ્રયાસ થતાં ભારતે ‘રાઈટ ટૂ રિપ્લાય’નો ઉપયોગ કરીને આ મલિન એજન્ડા સામે કડક વલણ દાખવીને જવાબ આપ્યો હતો અને તૂર્કી અને પાકિસ્તાનને પણ આડેહાથ લીધાં હતાં. ઉલ્લેખનીય છે કે તૂર્કી અને પાકિસ્તાન બંને 1969થી OICનાં સભ્યો છે. 

  ભારતે પાકિસ્તાનને લપડાક લગાવીને ભારત વિરોધી દુષ્પ્રચાર બંધ કરવા માટે કહ્યું હતું તો તૂર્કીનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાથી દૂર રહે. 

  ફેક ન્યૂઝ ફેલાવનારાઓ દાવો કરી રહ્યા છે કે ભારતે મદદ પૂરી પાડી હોવા છતાં તૂર્કીએ દગો આપ્યો, પરંતુ UNHRCમાં તૂર્કીના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરનું નિવેદન કંઈક જુદું જ જણાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તૂર્કી સાથે અનેક મુદ્દે મતભેદો હોવા છતાં ત્યાં વિનાશકારી ભૂકંપ આવ્યો ત્યારે ભારતે આગળ આવીને મદદ માટે હાથ લંબાવ્યો હતો. 

  જેથી, OICની કાશ્મીર મુદ્દે ટિપ્પણી અને તેને લઈને ભારતની કડક પ્રતિક્રિયાને વડાપ્રધાન મોદીની નિષ્ફ્ળતા તરીકે લેખી શકાય નહીં.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં