Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ'વડાપ્રધાન મોદીએ દગડૂ શેઠ ગણપતિ તરફ પીઠ રાખીને પડાવ્યા ફોટા': વામપંથીઓ અને...

    ‘વડાપ્રધાન મોદીએ દગડૂ શેઠ ગણપતિ તરફ પીઠ રાખીને પડાવ્યા ફોટા’: વામપંથીઓ અને કોંગ્રેસે ફેલાવ્યું જુઠ્ઠાણું, જાણીએ શું છે વાસ્તવિકતા – Fact Check

    દાવા કરવામાં આવ્યા કે વડાપ્રધાને ગણેશજી કરતા કેમેરાને વધુ મહત્વ આપ્યું. આટલું જ નહીં કેટલાક લોકો તેવો પણ દાવો કરી રહ્યા છે કે પીએમ પોતાને ભગવાનથી પણ મોટા સમજે છે. આ દાવા કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક સપોટર્સ અને હોદ્દેદારો.

    - Advertisement -

    થોડા સમયથી પીએમ મોદીના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દગડૂ શેઠ ગણપતિ તરફ પીઠ રાખીને ફોટા પડાવ્યા. સાથે જ દાવા કરવામાં આવ્યા કે વડાપ્રધાને ગણેશજી કરતા કેમેરાને વધુ મહત્વ આપ્યું, આટલું જ નહીં કેટલાક લોકો તેવો પણ દાવો કરી રહ્યા છે કે પીએમ પોતાને ભગવાનથી પણ મોટા સમજે છે. આ દાવા કરી રહ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક સપોટર્સ અને હોદ્દેદારો.

    દાવાનું ખંડન કરીએ તે પહેલા કોંગ્રેસીઓ અને વામપંથીઓ સોશિયલ મીડિયામાં જે પ્રકારની પોસ્ટ મુકીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેના પર એક નજર કરીએ. અરુનાભ નામના ટ્વીટર હેન્ડલ પરથી વડાપ્રધાન મોદીનો એક ફોટો મુકવામાં આવ્યો છે. જેમાં ગણેશજીની પ્રતિમા સામે વડાપ્રધાન મોદી પીઠ રાખીને હાથ જોડેલી મુદ્રામાં જોવા મળી રહ્યા છે.

    આ ફોટા સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન મોદીની પીઠ પાછળ ગણેશનું દુર્લભ દ્રશ્ય, કેમેરામેન તેનું કામ કરી જ રહ્યો છે. માફ કરજો ગણેશા આ વખતે તમને ઈગ્નોર કરવામાં આવી રહ્યાં છે” આ કેપ્શન બાદ વડાપ્રધાનનો ઉપરોક્ત ફોટો છે. આ પોસ્ટ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન દ્વારા ભગવાન ગણેશને ઈગ્નોર કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    હવે એક નજર મુંબઈ યુથ કોંગ્રેસના મીડિયા કૉર્ડીનેટર મહિયાર શર્મા દ્વારા કરવામાં આવેલી ટ્વીટ પર નજર કરીએ. તેમણે પણ આમ આદમી પાર્ટીના સપોર્ટર દ્વારા મુકવામાં આવેલો ફોટો જ શેર કર્યો છે અને ભ્રામક દાવો કર્યો છે કે, “ભગવાન ગણેશ બીજી બાજુ છે, તેમણે નમતું જોખવું જ પડશે પણ કેમેરાને નહીં પણ નમવું પડશે. આપણે ક્યારેય ભગવાન તરફ પીઠ રાખીને ઉભા રહેતા નથી કારણ કે તે ભગવાનનો અનાદર છે. હા, મોદીજી કેમેરાને ભગવાનથી મોટો માને છે અને પૂજા કરતા પબ્લિસિટીને વધુ મહત્વ આપે છે તે અલગ વાત છે.”

    આમ લખીને કોંગ્રેસના કાર્યકર્તા દાવો કરી રહ્યા છે કે વડાપ્રધાન મોદી દ્વારા ભગવાન કરતા કેમેરાને અને પબ્લિસિટીને વધુ મહત્વ આપવામાં આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દગડૂ શેઠ ગણપતિ તરફ પીઠ રાખીને ફોટા પડાવ્યા.

    શું છે વાસ્તવિકતા?

    હવે જાણીએ વાસ્તવિકતા, વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પોતાના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પ્રખ્યાત શ્રી દગડૂ શેઠ ગણપતિ મંદિરે દર્શનાર્થે ગયા હતા. જ્યાં તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા. મોદીદ્વેષીઓ જે ફોટો શેર કરીને ભ્રામક દાવો કરી રહ્યા છે તે આ સમયનો જ છે તે ખરું, પણ તેની સાથે કરવામાં આવેલા દાવા તદ્દન પાયા વિહોણો છે. વાસ્તવમાં વડાપ્રધાન મોદીએ ભગવાનના દર્શન કર્યા બાદ સ્વસ્થાને ઉભા રહી ભગવાનની પ્રદક્ષિણા કરી હતી. પ્રદક્ષિણા કરતી વખતે જયારે તેમની પીઠ ગણેશજી સામે આવી તે સમયે આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. આ સમયનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વાસ્તવિકતા શું છે.

    અંકુર સિંઘ નામના ટ્વીટર હેંડલે આમ આદમી પાર્ટીના સહયોગીના દવાનું ખંડન કરતા વડાપ્રધાન મોદીનો વાસ્તવિક વિડીયો શેર કર્યો હતો અને તેમને અવળા હાથે લેતા લખ્યું હતું કે, “વાસ્તવમાં વડાપ્રધાન મોદી પરિક્રમા કરી રહ્યા છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.”

    તો આ મુજબ ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દગડૂ શેઠ ગણપતિ તરફ પીઠ રાખીને ફોટા પડાવ્યા’ હોવાનો દાવો ઑપઇન્ડિયા ફેક્ટ ચેકમાં ખોટો સાબિત થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં