Monday, September 9, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના કારણે ઈમરજન્સી સર્વિસ બંધ થઈ જશે’: 22 જાન્યુઆરી પહેલાં...

    ‘રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના કારણે ઈમરજન્સી સર્વિસ બંધ થઈ જશે’: 22 જાન્યુઆરી પહેલાં લેફ્ટ-લિબરલ ગેંગનો વધુ એક પ્રયાસ, AIIMSને લઈને ફેલાવ્યું જુઠ્ઠાણું- જાણો સાચું શું અને ખોટું શું

    સૂચનામાં બીજા ફકરામાં લખવામાં આવ્યું છે કે AIIMS ન્યૂ દિલ્હી 21 ફેબ્રુઆરી, 2024 સુધી હાઇ-એલર્ટ પર હોવાના કારણે ઈમરજન્સી મેડિકલ રિલીફ સુવિધાઓ રાબેતા મુજબ જ ચાલુ રહેશે અને તેમાં કોઇ પણ વિક્ષેપ પાડવામાં આવશે નહીં.

    - Advertisement -

    જેમ-જેમ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નજીક આવી રહી છે તેમ વિરોધી પાર્ટીઓ અને લેફ્ટ-લિબરલ ગેંગમાં એક અલગ પ્રકારનો ઉચાટ વર્તાય રહ્યો છે. હવે એક નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમુક વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અને તથાકથિત પત્રકારો પણ સામેલ છે. આ વિવાદ છે AIIMS હૉસ્પિટલને લઈને. 

    વાસ્તવમાં, શનિવારે (20 જાન્યુઆરી, 2024) ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા એક અધિસૂચના બહાર પાડીને 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના અવસરે હોસ્પિટલ અડધો દિવસ બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી. સૂચનામાં કેન્દ્ર સરકારના આદેશનો હવાલો આપીને જણાવવામાં આવ્યું કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણીમાં ભાગ લઇ શકે તે માટે કર્મચારીઓને 22મીએ બપોરે 2:30 સુધી રજા આપવામાં આવે છે. 

    આ જ સૂચનામાં બીજા ફકરામાં લખવામાં આવ્યું છે કે AIIMS ન્યૂ દિલ્હી 21 ફેબ્રુઆરી, 2024 સુધી હાઇ-એલર્ટ પર હોવાના કારણે ઈમરજન્સી મેડિકલ રિલીફ સુવિધાઓ રાબેતા મુજબ જ ચાલુ રહેશે અને તેમાં કોઇ પણ વિક્ષેપ પાડવામાં આવશે નહીં. આ ઉપરાંત, હૉસ્પિટલે એમ પણ જણાવ્યું છે કે તમામ એપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી રહી છે અને ક્રિટિકલ ક્લિનિકલ સર્વિસ ચાલુ રહેશે. જો કોઇ દર્દી આવે તો તેની સારવાર કરવામાં આવશે જ. જ્યારે સાંજે OPD રાબેતા મુજબ શરૂ થઈ જશે.

    - Advertisement -

    સ્પષ્ટ લખવામાં આવ્યું હોવા છતાં અમુકે આને બીજી રીતે રજૂ કરીને હોબાળો મચાવી મૂક્યો હતો. જેમાં સૌથી પહેલું નામ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનું આવે છે. તેમણે આ જ નોટિસ પોસ્ટ કરીને લખ્યું કે, ’22 જાન્યુઆરીએ કોઇ મેડિકલ ઇમરજન્સી ન આવે તેનું ધ્યાન રાખજો. જો તે દિવસે કશુંક ઇમરજન્સી આવે તોપણ 2 વાગ્યા પછી જ જવાનું રાખજો કારણ કે AIIMS દિલ્હી મર્યાદા પુરુષોત્તમ રામને આવકારવા માટે રજા રાખી રહી છે.’ સાથે લખ્યું, ‘જોકે, પ્રશ્ન એ પણ છે કે શું રામે ઇચ્છ્યું હોત કે તેમના સ્વાગત માટે સ્વાસ્થ્ય સુવિધાઓમાં વિક્ષેપ પડે?’

    રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ પણ આ જ પંક્તિમાં જોડાયા અને લખ્યું, ‘AIIMS, જાન્યુઆરી 22ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી OPD બંધ રાખશે. રામરાજ્યમાં તો આવું ક્યારેય થયું ન હોત.’

    યૂથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ લખે છે કે, બપોરે 2:30 વાગ્યા સુધી પ્રાણપ્રતિષ્ઠાના કારણે જો AIIMS જેવી હૉસ્પિટલ બંધ રહી તો જે લોકોના જીવ સારવારના અભાવે જશે તેના માટે કોનો આભાર માનવાનો છે?

    યુ-ટ્યુબ પત્રકાર અજીત અંજુમ લખે છે કે, ‘દેશના સૌથી મોટા સાહેબનો આદેશ છે કે સોમવારે કોઇ પણ સંજોગોમાં બીમાર ન પડશો.’

    ‘પત્રકાર’ ઝાકિર અલી ત્યાગીએ લખ્યું કે, ’22 જાન્યુઆરીએ દિલ્હી એઇમ્સ બંધ રાખવાનો આદેશ શરમજનક છે. અઢી વાગ્યા સુધી એઇમ્સનો કોઇ વિભાગ નહીં ખુલે, દર્દીઓ મરે તો મરવા દો, બસ 22 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સમારોહમાં કોઇ ખામી ન રહેવી જોઈએ.’

    આ બધાનાં રોદણાં અને હોબાળાથી વિપરીત સત્ય એ છે કે AIIMSમાં OPD કંઈ પહેલી વખત બંધ થઈ રહ્યું છે એમ નથી. AIIMS જ નહીં દેશભરની અન્ય સરકારી હૉસ્પિટલોમાં રવિવારે અને જાહેર રજાના દિવસે તે બંધ જ રહે છે. બીજી તરફ, AIIMS દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇમરજન્સી સેવાઓ તો રાબેતા મુજબ ચાલતી જ રહેશે, એટલે તેમાં કોઇ વિક્ષેપ પડી શકે તેમ નથી. 

    ઈદ, ક્રિસમસ, દિવાળી, સ્વતંત્રતા દિવસથી માંડીને એવા દરેક જાહેર રજાના દિવસે અને રવિવારે પણ સરકારી હૉસ્પિટલોમાં OPD બંધ રહે છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય, દિવ્ય અને યુગોમાં એક વખત આવતો અવસર હોવાથી સરકારે ખાસ રજા જાહેર કરી છે અને હૉસ્પિટલ કર્મચારીઓ  પણ તેમાં જોડાઈ શકે તે હેતુથી AIIMSએ પણ તે આદેશનું પાલન કર્યું. પરંતુ તેના કારણે ઈમરજન્સી સેવાઓમાં કોઈ તકલીફ પડશે નહીં. જો કોઇ દર્દી આપાતકાલીન સ્થિતિમાં મૂકાય તો તેના માટે તમામ સુવિધાઓ હશે જ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં