Monday, April 15, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકફેકટ ચેક: શું ગુજરાતમાં ભાજપ પ્રશાસને દશામાની મૂર્તિઓ પર બુલડોઝર ચલાવ્યું? જાણો...

  ફેકટ ચેક: શું ગુજરાતમાં ભાજપ પ્રશાસને દશામાની મૂર્તિઓ પર બુલડોઝર ચલાવ્યું? જાણો વિડિયોનું સત્ય

  વાઇરલ વિડીયોની તપાસ કરતા જાણવા મળ્યું કે વિડીયો 2022નો નહિ પરંતુ 2019ના પવિત્ર દશામાંના વ્રતની પૂર્ણાહુતિનો એટલે કે 3 વર્ષ જૂનો છે. અને મૂર્તિઓને નજીકના કૃત્રિમ તળાવમાં વિત્સર્જન કરવા માટે લઇ જવાઈ રહી હતી.

  - Advertisement -

  હમણાં થોડા જ દિવસો પહેલા પવિત્ર દશામાંના વ્રતની પુર્ણાહુતી થઇ હતી. જે બાદ સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ એક વિડીયો ફરતો કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકાર હિન્દૂ દેવી-દેવતાઓનું અપમાન કરી રહી છે.

  કથિત વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને ઘણા બ્લ્યુ ટીકવાળા ટ્વીટર હેન્ડલ્સ, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા, એને શેર કરીને ગુજરાત સરકાર પર પ્રશ્નો ઉઠાવતા જોવા મળ્યા હતા.

  આ વિડીયો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઘણા નેતાઓ ઉપરાંત આ પાર્ટીઓના ઓફિશિયલ હેન્ડલ્સ પરથી પણ શેર કરવામાં આવ્યો હતો. સૌનો આરોપ હતો કે ગુજરાતની ભાજપ સરકાર આગામી વિધાનસભા ચૂંટણી પહેલા હિન્દૂ દેવી-દેવતાઓનું આ રીતે અપમાન કરી રહી છે.

  - Advertisement -

  વાઇરલ વિડીયો ત્રણ વર્ષ જૂનો

  વાઇરલ વિડીયોની તપાસ કરતા જાણવા મળ્યું કે વિડીયો 2022નો નહિ પરંતુ 2019નો પવિત્ર દશામાંના વ્રતની પૂર્ણાહુતિનો એટલે કે 3 વર્ષ જૂનો છે. તે સમયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના ફૂટપાથ પર માતાજીની આટલી મૂર્તિઓ એટલે જોવા મળી હતી કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) સાબરમતી નદીને દુષિત થતી બચાવવા લોકોને આમ કરવા કહ્યું હતું અને ભક્તોએ એ વાત માની પણ હતી.

  આ વાતનો ખુલાસો 2019માં જ તે સમયના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પોતાની ટ્વીટર પ્રોફાઈલ પર કર્યો હતો. પોતાની ટ્વીટમાં તેમણે આ બાબતના ફોટા અને વિડીયો અપલોડ કરીને આ જૂંબેશમાં સાથ આપવા બદલ અમદાવાદીઓનો આભાર પણ માન્યો હતો.

  અમે જયારે અન્ય સ્ત્રોત ચકાસ્યા ત્યારે 2019ના ઘણા ન્યૂઝ આર્ટિકલ પણ મળ્યા હતા જેમાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ હતો. દિવ્ય ભાસ્કરના 3 વર્ષ પહેલાના આર્ટિકલમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે અને સાથે બુલડોઝર વડે હટાવાઈ રહેલ મૂર્તિઓ પણ નજરે પડી રહી છે.

  3 વર્ષ પહેલાના ન્યુઝ આર્ટિકલમાં આ ઘટનાનો ઉલ્લેખ (ફોટો: દિવ્ય ભાસ્કર)

  તે અહેવાલ મુજબ, દશમાંના 10 દિવસના ઉપવાસ પછી માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સાબરમતીમાં પ્રદૂષણને રોકવા માટે ભક્તોએ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ પૂલમાં કર્યું હતું.

  જે લોકો વિસર્જન નહોતા કરી શક્યા તેમને મૂર્તિઓ કોર્પોરેશનના કહેવાથી ફૂટપાથ પાર મૂકી દીધી હતી. બીજા દિવસે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને એ તમામ મૂર્તિઓને ત્યાંથી ઉઠાવી, ડમ્પરમાં ભરીને આગળ બનાવેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત કરાઈ હતી.

  આમ પુરાવાઓના આધારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો આ દાવો ખોટો સાબિત થાય છે જેના 2 કારણ છે.,

  1. આ વિડીયો 3 વર્ષ જૂનો છે, તાજો નથી.
  2. મૂર્તિઓ હટાવીને તેમનું અપમાન નહોતું કરાઈ રહ્યું, પરંતુ તેમને ફૂટપાથ પરથી ઉઠાવીને કોર્પોરેશન દ્વારા બનાવાયેલ કૃત્રિમ તળાવમાં પધરાવવા માટે લઇ જવામાં આવી રહી હતી.
  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં