દેશના અગ્રણી સમાચાર ગ્રુપ દૈનિક ભાસ્કર દ્વારા હાલમાં અપાયેલ એક સમાચાર બાદ સૌ કોઈ અચંબામાં છે. પહેલા તો એ સમાચાર જાણીને સૌ ભારતવાસીઓ ડઘાઈ ગયા હતા, પરંતુ જેમ જેમ તે સમાચારનું સત્ય બહાર આવ્યું તેમ તેમ સૌ કોઈ આ ફેક ન્યૂઝ માટે સમાચાર ગ્રુપને ભાંડી રહ્યા છે. કારણ કે દૈનિક ભાસ્કરે નાઇજિરિયન એરફોર્સના દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનાનું MI-171 ગણાવ્યું હતું અને 26 સૈનિકોના મૃત્યુની પૃષ્ટિ કરી હતી.
દૈનિક ભાસ્કરે મંગળવારે (15 ઓગસ્ટ) સવારે 11:52 એ X પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે, “ભારતીય વાયુસેનાનું MI-171 હેલિકોપ્ટર ક્રેશઃ 26 સૈનિકોના મોત, 8 ઘાયલ.” દેશના 77મા સ્વત્રંત્રતા દિવસની સવારે જ આવા સમાચાર મળતાં ઘણા ભારતીયો ડઘાઈ ગયા હતા. સૌ કોઈ મૃતક સૈનિકોની પીડામાં ડૂબી ગયા હતા.
પરંતુ થોડી જ વારમાં અમુક જાગૃત નેટિઝન્સે ફોડ પાડતાં જણાવ્યું કે આ એક ખોટા સમાચાર છે. તેઓએ જણાવ્યું કે ખરેખર નાઇજિરિયામાં એક MI-171 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત ટી થયું છે, પરંતુ તે ભારતીય વાયુસેનાનું નહિ પણ નાઇજિરિયન એર ફોર્સનું છે.
Fake News!
— Facts (@BefittingFacts) August 15, 2023
This was a Nigerian Air Force helicopter, crashed in Nigeria.
Nothing to do with IAF. https://t.co/rQUSNbI5z7
This is #FakeNews circulated by @DainikBhaskar
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) August 15, 2023
It was a Nigerian Air Force helicopter that crashed.
Malicious disinformation by this media house is shameful. pic.twitter.com/rwJU3IvHnI
X પર @BefittingFacts તરીકે ઓળખાતા યુઝર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બાબતે ફોડ પાડ્યો હતો અને દૈનિક ભાસ્કર માટે જોડ્યું હતું કે, “આ મીડિયા હાઉસ દ્વારા દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી શરમજનક છે.”
સોમવારે નાઇજરમાં નાઇજિરિયન એરફોર્સનું હેલિકોપ્ટર થયું હતું ક્રેશ
સોમવારે (14 ઓગસ્ટ) નાઈજીરિયામાં નાઇજિરિયન એરફોર્સનું MI-171 હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે આ દુર્ઘટનામાં નાઈજીરિયન સુરક્ષા દળના 26 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું કે MI-171 હેલિકોપ્ટરે સોમવારે જુંગેરુથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર લૂંટારાઓ સાથેની અથડામણ વચ્ચે ઘાયલોને બચાવી રહ્યું હતું. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
નાઇજિરિયન એરફોર્સ (NAF) ના પ્રવક્તા એડવર્ડ ગેબક્વેટ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન ઝુંગેરુ પ્રાથમિક શાળાથી કડુના જવા માટે રવાના થયું હતું પરંતુ બાદમાં નાઇજર રાજ્યના શિરોરો સ્થાનિક સરકારી ક્ષેત્રના ચુકુબા ગામ નજીક ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
આમ, દૈનિક ભાસ્કર દ્વારા આપવામાં આવેલ સમાચાર ન માત્ર ફેક ન્યુઝ છે પરંતુ ભ્રમિત કરનારા પણ છે. આ દુર્ઘટનાને ભારતીય વાયુસેના સાથે કોઈ જ લેવાદેવા નથી.