લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ફેક ન્યૂઝ અને અફવાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને વિપક્ષી પાર્ટીના સમર્થકો મારી-મચડીને પોતાના પક્ષની લહેર ચાલી રહી હોવાના દાવાઓ કરી રહ્યા છે. આવો જ એક દાવો તાજેતરમાં કોંગ્રેસ સમર્થકોએ કર્યો, જે માટે આધાર રાખ્યો એક કથિત સરવે પર, જે વાસ્તવમાં ફેક છે. અખબાર દિવ્ય ભાસ્કરના નામ સાથે આ જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું, પરંતુ આખરે પોલ ખુલી ગઈ.
વાસ્તવમાં કોંગ્રેસના કેટલાક સમર્થકો અને મોદી વિરોધીઓએ સોશિયલ મીડિયામાં એક ફોટો શૅર કર્યો હતો. જેમાં એક અખબાર કટિંગ જોવા મળે છે. અખબારના નામ તરીકે ‘દૈનિક ભાસ્કર’નું નામ લખવામાં આવ્યું છે. બાકીનું ફોર્મેટ એવું છે, જે અખબારમાં હોય છે. તેની હેડલાઇનમાં લખવામાં આવ્યું છે- ‘મેગા સરવેનાં પરિણામો જાહેર, 10 રાજ્યોમાં INDIA ગઠબંધન આગળ.’ ત્યારબાદ આ સરવે નિલ્સન અને દૈનિક ભાસ્કર દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને એમ પણ કહેવામાં આવ્યું કે ભાજપશાસિત રાજ્યોમાં મોદીનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે.
આ તથાકથિત પેપર કટિંગ જોઇને કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા હતા. ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ નામના હેન્ડલ પરથી આ જ સરવે શૅર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે, “દૈનિક ભાસ્કર-નેલ્સન સરવે. 10 રાજ્યોમાં INDIA ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. આ રાજ્યોમાં જ 200નો આંકડો પાર થઇ જશે. હિન્દી પટ્ટીના રાજ્યોમાં પણ મોદીની છબી ભાજપને વોટ આપવા પૂરતી નથી. NDA બિહાર, બંગાળ અને મહારાષ્ટ્રમાં હારનો સામનો કરે તેવી પરિસ્થિતિ છે.”
આટલું જ નહીં, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સેવા દળના હેન્ડલ પરથી પણ આ પ્રકારની જ પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં પણ દાવો કરવામાં આયો હતો કે, નેલ્સન દૈનિક ભાસ્કર સરવેમાં 10 રાજ્યોમાં INDI ગઠબંધન આગળ છે. હજુ તો શરૂઆત છે, ભાજપ NDAનો અંત નજીક છે.
नीलसन दैनिक भास्कर सर्वे में 10 राज्यों इंडिया गठबंधन आगे।
— Uttar Pradesh Congress Sevadal (@SevadalUP) April 13, 2024
अभी तो शुरुआत है अंत तक बीजेपी एनडीए का अंत हो जाएगा।#BJPTadiPaar pic.twitter.com/ta90J6nAnJ
દૈનિક ભાસ્કરે જ ખોલી નાખી પોલ
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના દાવા વાયરલ થયા બાદ દૈનિક ભાસ્કર અખબારે જ આ દાવાની પોલ ખોલી નાખી હતી. દૈનિક ભાસ્કરે સ્પષ્ટ કર્યું કે તેમણે આવો કોઇ સરવે કરાવ્યો નથી અને આવા સમાચાર પણ પ્રકાશિત કર્યા નથી. વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે અને ફેક છે. અખબારે ટ્વિટ કરીને લખ્યું કે, “આ સરવે ફેક છે, તેને કેટલાક અસામાજિક તત્વો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે… દૈનિક ભાસ્કર આ પ્રકારના કોઈ જ કન્ટેન્ટનો દાવો નથી કરી રહ્યું… આવા લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ.”
#FakeNews : यह सर्वे फेक है, जिसे कुछ असामाजिक तत्वों ने तैयार किया है… दैनिक भास्कर ऐसे किसी भी कंटेंट का दावा नहीं करता है… ऐसे लोगों पर सख्त कार्रवाई होनी चाहिए#DainikBhaskar #ElectionCommission @ECISVEEP pic.twitter.com/ahKD5dFWQC
— Dainik Bhaskar (@DainikBhaskar) April 13, 2024
અખબારે સ્પષ્ટતા કરવી પડી કે તેમણે આવો કોઇ પણ પ્રકારનો સરવે કરાવ્યો નથી અને વાયરલ ક્લિપ એડિટ કરીને ફરતી કરવામાં આવી છે. ભાસ્કરે આવો કોઇ પણ રિપોર્ટ પ્રકાશિત કર્યો નથી.